For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનો GOOGLE BOY છે 6 વર્ષનો કૌટિલ્ય

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર: ભલે હાલમાં તેની ઉંમર પોણા છ વર્ષની હોય, પરંતુ 213 દેશોની ભૌગોલિક સીમાઓ, ક્ષેત્રફળ તથા અન્ય તમામ જાણકારી તેને મોંઢે યાદ છે. તમે પ્રશ્ન કર્યો નહી કે તરત જ જવાબ હાજર. દેશના રાજકીય ઘટનાક્રમો પર મંતવ્ય આપવામાં પણ જરીક મોડું નથી કરતો. અહી વાત થઇ રહી છે વિલક્ષણ પ્રતિભાનો માલિક કરનાલના કોહંડ નિવાસી બાળક કૌટિલ્યની.

પ્રાચીનકાળમાં 'કૌટિલ્ય' નામથી મશહૂર વિષ્ણુ ગુપ્તે વહિવટી નીતિઓ પર આધારિત અર્થશાસ્ત્ર નામક પુસ્તક લખ્યું હતું તો હવે આધુનિક યુગનો આ કૌટિલ્ય પણ 'જ્ઞાન'ના મુદ્દે તેમના નકશે કદમ ચાલવા માટે ઉત્સુક છે. મનોવિજ્ઞાની તેને અસાધારણ બાળકો દરજ્જો આપી રહ્યાં છે. કૌટિલ્યની ઉંમર હજુ માત્ર પાંચ વર્ષને આઠ મહિનાની છે. ત્રણ મહિના પહેલાં ઉનાળાના વેકેશન દરમિયાન અચાનક તેના દાદાને દેશ-દુનિયાના પ્રશ્નો પૂછવા લાગ્યો. દાદાજીએ જે વાત કહી તેને એક જ વારમાં માનસ પટલની સ્મૃતિ બેંકમાં કાયમ માટે સંગ્રહ કરી લીધો.

kautilya.jpg

બાળકાના વિલક્ષણ ગુણથી તેના દાદા તથા પિત આશ્વર્યચકિત રહી ગયા. તેને વિશ્વના બધા દેશોની ભૌગોલિક સીમાઓ, ક્ષેત્રફળ તથા અન્ય તમામ જાણકારીઓ તેને મોંઢે યાદ છે. એવું લાગે છે કે જાણે તેના મગજમાં વિશ્વનો નકશો છપાઇ ગયો છે. સૌરમંડળ સંબંધિત બધા ગ્રહ તથા ઉપગ્રહના આંકડા થોડી સેંકન્ડમાં જ તે કહી દે છે. દેશ તથા પ્રાંતોની વસ્તી, ભાષા તથા રાજકીય ઘટનાક્રમમાં પણ તેને ઉંડો રસ છે. કૌટિલ્ય ઉર્ફે ચાણક્યથી પ્રેરિત થઇને આ બાળક પોતાનો ચહેરો એવો જ રાખવા માંગે છે. તે પોતાના માથાના વચ્ચે ચોટી રાખવા લાગ્યો છે.

કૌટિલ્યની ઇચ્છા છે કે તેની ચોટી ટૂંક સમયમાં જ ચાણક્ય જેવી મોટી થઇ જશે. ખાનપાનમાં પૂર્વાગ્રહથી ગ્રસિત આ નાનો બાળક બજારની ભેળસેળવાળી વસ્તુઓથી દૂર રહે છે. ઘરનું ખાવાનું વધુ પસંદ કરે છે. કૌટિલ્યના દાદા જયકિશન શર્માએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેને સમજણ નથી પડતી ત્યાં સુધી તે બીજાની વાતોને જલદી સ્વિકાર કરતો નથી. એકવાર વાત સમજાઇ જાય તો તેને કદાપિ ભૂલતો નથી. રમત-રમતમાં કરોડોના આંકડા સરળતાથી યાદ કરી લે છે. ચાણક્યથી પ્રેરિત તેમનો પૌત્ર દેશ માટે સ્વચ્છ શાસન સિસ્ટમ વિકસાવવાની ઇચ્છા ધરાવે છે.

English summary
Not even six years old, this young genius from Karnal,Haryana is blessed with an extraordinary mind.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X