• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મળો રાહુલ ગાંધીને તે ટીમને જેણે ડુબાડી કોંગ્રેસની નાવડી

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 22 મે: કોંગ્રેસના પૂર્વ મંત્રી અને આ વખતે સાઉથ મુંબઇથી ચૂંટણી હારનાર મિલિંદ દેવડાએ ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર માટે રાહુલ ગાંધીની સલાહકાર ટીમને જવાબદાર ગણાવી છે.

મિલિંદ દેવડા અનુસાર રાહુલ ગાંધીની ટીમમાં જે લોકો સામેલ હતા, તેમણે જમીની હકીકત ખબર જ નથી. મિલિંદ દેવડાના અનુસાર હાર માટે ફક્ત રાહુલ ગાંધી અથવા પછી તેમની લીડરશિપને દોષી ગણાવવા જોઇએ. મિલિંદ દેવડાએ સ્પષ્ટ કર્યું કે હારના લીધે રાહુલ ગાંધી નહી પરંતુ તેમની આસપાસ કેટલાક લોકો હાજર હતા.

એક અંગ્રેજી ડેલીને આપેલા ઇન્ટરવ્યુંમાં મિલિંદ દેવડાએ કહ્યું કે રાહુલ ગાંધીને સલાહ આપનાર લોકો બરોબર નથી. સાથે જ મિલિંદ દેવડા એમ કહેતાં પણ અચકાયા નહી કે જે લોકો સલાહ આપે છે, જવાબદારી તેમને જ લેવી પડે છે.

મિલિંદ દેવડાનું માનીએ તો ફક્ત એક વ્યક્તિ સાથે જોડાયેલો પ્રશ્ન નથી પરંતુ તેની આસપાસ હાજર લોકોમે પણ આ પ્રશ્ન પૂછવો જોઇએ. તે લોકોને પણ હારની જવાબદારી લેવી પડશે. મિલિંદ દેવડાની આ વાતથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા સત્યવ્રતે તો રજામંદી વ્યક્ત કરી હતી કે સાથે જ પ્રિયા દત્તે પણ મિલિંદા દેવડા આ વાતને પોતાનું સમર્થન આપ્યું. પ્રિયાએ કહ્યું કે પાર્ટીના ટૉપ લીડર્સ અને જનતા વચ્ચે યોગ્ય રીતે કમ્યૂનિકેશન થઇ શક્યું નથી. પરિણામ કોંગ્રેસના ઇતિહાસની સૌથી મોટી હારનો સામનો કરવો પડે. પ્રિયા પણ મુંબઇની નોર્થ સેન્ટ્રલ સીટ પરથી પોતાની ચૂંટણી સારા રેકોર્ડ હોવાછતાં હારી ગઇ છે.

રાહુલ ગાંધીની ટીમમાં કોઇ મિશીગન યૂનિવર્સિટીનો પાસઆઉટ છે તો કોઇ એસપીજીનો શાર્પ શૂટર પરંતુ તેમછતાં રાહુલ ગાંધીની પાર્ટીને ચૂંટણીમાં ભૂંડી હાર મળી. એક નજર કરીએ રાહુલ ગાંધીની ટીમમાં સામેલ તે કેટલાક ખાસ લોકો પર જે રાહુલ ગાંધીને સલાહ આપવાનું કામ કરતા હતા અને જેના પર મિલિંદ દેવડાએ પોતાનું ઇન્ટરવ્યુંમાં નિશાન સાધ્યું છે.

ઓક્સફોર્ડ ગ્રેજ્યુએટ

ઓક્સફોર્ડ ગ્રેજ્યુએટ

કુશળ હાલમાં રાજીવ ગાંધી વિકાસ પ્રોજેક્ટના પ્રોગામ મેનેજર છે. ઓક્સફોર્ડ યૂનિવર્સિટીથી ગ્રેજ્યુએટ કુશળ જ્યારે પોતાનો અભ્યાસ કરી રહ્યાં હતા ત્યારે તે ઓક્સફોર્ડના વિદ્યાર્થી યૂનિયનના ઉપાધ્યક્ષ હતા. કુશળ ઘણા સક્રિય બ્લોગર છે. કોઇપણ વિષયમાં રિસર્ચ કરવાની તેમની રૂચિ ખાસકરીને અર્થવ્યવસ્થામાં દલિતો સાથે જોડાયેલા મુદ્દાઓ પર તેમનું રિસર્ચને જોઇને રાહુલ ગાંધીનું ધ્યાન કુશળ પર ગયું.

ચૂંટણી રણનીતિના ઇન્ચાર્જ

ચૂંટણી રણનીતિના ઇન્ચાર્જ

ચૂંટણી રણનીતિ સમિતિના ઇન્ચાર્જ ડૉક્ટર મોહન ગોપાલ પાર્ટીના નિર્ણયોમાં પોતાની એકેડમિક કાર્યકુશળતાના માધ્યમથી મતદાન કરે છે. આ ઉપરાંત તે નેશનલ સ્ટૂડેંટ્સ યૂનિયન ઓફ ઇન્ડિયા એટલે કે એનએસયૂઆઇના અખિલ ભારતીય પણ છે. ડૉક્ટર ગોપાલ યૂથ કોંગ્રેસના સભ્યો માટે ટ્રેનિંગ પ્રોગામ તૈયાર કરે છે.

આઇએએસ ઓફિસર

આઇએએસ ઓફિસર

હૈદ્વાબાદના કોપ્પુલા રાજૂ 1981 બેંચના આઇએએસ ઓફિસર છે. તેમણે રાહુલ ગાંધીની ટીમમાં સામેલ થવા માટે ગત વર્ષે જૂનમાં પોતાની નોકરીમાંથી રાજીનામું પણ આપી દિધું છે. તાજેતરમાં તે કોંગ્રેસની પછાત જાતિઓ સાથે જોડાયેલી કોંગ્રેસ સમિતિના ચેરમેન છે. રાજૂ, રાહુલ ગાંધીની સાથે મોટાભાગે સફર કરે છે અને પાર્ટીની રાજ્ય એકમોના નેતાઓની સાથે મુલાકાત કરવાની જવાબદારી પણ લીધી છે. રાજૂને વર્ષ 1987માં પૂર્વ ગોદાવરી જિલ્લામાં કેટલાક નક્સલીઓએ અપહરણ કરી લીધું હતું.

ઇનવેસ્ટમેંટ બેંકર

ઇનવેસ્ટમેંટ બેંકર

વર્ષ 2013માં રાજકારણમાં જોડાવવા માટે કનિષ્ક સિંહે વર્લ્ડ બેંકની પોતાની નોકરીને અલવિદા કહી દિધું હતું. ત્યારબાદ કનિષ્ક સિંહે દિલ્હી વિધાનસભા ચૂંટણીઓ વખતે શીલા દીક્ષિતને મદદ કરે અને શીલાએ ચૂંટણીમાં એક વિશાળ જીત નોંધાવી હતી. ત્યારબાદ વર્ષ 2004માં તેમણે રાહુલ ગાંધીની અમેઠી સીટ માટે પ્રચારની જવાબદારી સંભાળી અને રાહુલ ગાંધીએ તે સીટ પર પોતાની જીત નોંધાવી. વ્યવસાયે એક કોમ્યુટર એન્જીનિયર કનિષ્ક સિંહે વ્હાર્ટનમાંથી એમબીએનો અભ્યાસ પુરો કર્યો છે.

એસપીજીના શાર્પ શૂટર

એસપીજીના શાર્પ શૂટર

એસપીજી એટલે કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના શાર્પ શૂટર રહી ચૂકેલા કેબી બાઇઝૂ પણ રાહુલ ગાંધીની ટીમમાં સામેલ છે. કેબી બાઇઝૂ જ ગાંધી પરિવારને સુરક્ષા પુરી પાડવાની જવાબદારી સંભાળતા હતા. લગભગ ત્રણ વર્ષ પહેલાં રાજકારણમાં આવવા માટે તેમણે પોતાની નોકરી છોડી દિધી. રાહુલ ગાંધીની ટીમના તે ખાસ સભ્ય છે. જ્યારે ક્યારેય પણ રાહુલ ગાંધી રેલીઓ અથવા પછી બીજા હેતુંથી દેશના કોઇપણ ખૂણાનો પ્રવાસ કરે છે તો કેબી બાઇઝૂ સુરક્ષાના પરિણામો પર નજર રાખે છે.

મિશીગન બિઝનેસ સ્કુલમાંથી ગ્રેજ્યુએટ

મિશીગન બિઝનેસ સ્કુલમાંથી ગ્રેજ્યુએટ

મિશીગન બિઝનેસ સ્કુલમાંથી ગ્રેજ્યુએટ સચિન રાવ તે બધા મુદ્દાઓ પર ધ્યાન આપે છે જે સર્વે સાથે જોડાયેલા હોય છે અને સાથે સાથે તે યૂથ કોંગ્રેસમાં પણ પોતાનું દખલ ધરાવે છે.

પૂર્વ બેંકર અને હવે સોશિયલ મીડિયા ટીમનો ભાગ

પૂર્વ બેંકર અને હવે સોશિયલ મીડિયા ટીમનો ભાગ

અલંકાર સવાઇ રાહુલ ગાંધીની ટીમનો ખાસ ભાગ છે કારણ કે તે ટીમ સાથે જોડાયેલા બધા ડોક્યૂમેંટ્સ પર નજર રાખે છે અને સાથે જ રાહુલ ગાંધીની સોશિયલ મીડિયા ટીમની જવાબદારી પણ સંભાળે છે. આ સાથે જ સચિનની જેમ અલંકાર સવાઇ પણ યૂથ કોંગ્રેસ સાથે જોડાયેલા મુદ્દાઓને જુએ છે.

રાહુલના મેંટર

રાહુલના મેંટર

રાહુલ ગાંધીની કોર ટીમનો એક મહત્વપૂર્ણ ભાગ છે કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહ જે તેમણે ઘણા મોરચા પર સલાહ આપે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જેમને દિગ્ગી રાજાના નામથી ઓળખવામાં આવે છે રાહુલ ગાંધીના મેંટર તરીકે મશહૂર છે. સૂત્રોનું માનીએ તો રાહુલ ગાંધી તેમની દરેક વાત પર ધ્યાન આપે છે.

રાહુલ ગાંધીની અંગત

રાહુલ ગાંધીની અંગત

મંદસૌરથી કોંગ્રેસની સાંસદ રહી ચૂકેલી મીનાક્ષી નટરાજન રાહુલ ગાંધીની ખાસ અંગત માનવામાં આવે છે. રાહુલ ગાંધી મોટાભાગે તેમનો ઉલ્લેખ એક એવી રાજનેતા તરીકે કરે છે જેમણે પોતાના દમ પર પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

English summary
From Oxford graduate to an IAS officer, are the part of Rahul Gandhi's team which has been targeted by Milind Deora.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more