મળો દુનિયાના સૌથી પોપ્યુલર ફિટનેસ ઈન્ફ્લુએન્સર્સને, ફેન ફોલોઈંગ જોઈને વિચારતા રહી જશો
હાલમાં જ યુકે સ્થિત કંપની નેચરલ ફાઉન્ડેશન સપ્લીમેન્ટ્સે 2024ના ટોપ 50 ફિટનેસ ઈન્ફ્લુએન્સર્સ જાહેર કર્યા છે. આ તમામના મળીને 707.9 મિલિયન ફોલોઅર્સ છે અને તેને વૈશ્વિક સ્તરે 3.8 મિલિયન સર્ચ મળ્યા છે.
આ અભ્યાસ વૈશ્વિક સ્તરે Instagram, TikTok અને YouTube જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ઈન્ફ્લુએન્સર્સનો પ્રભાવ દર્શાવે છે. ફિટનેસની વાત કરીએ તો તેમાં મહિલાઓનું વર્ચસ્વ વધુ છે.

જો આપણે ટોપ 10 ફિટનેસ પ્રભાવકો વિશે વાત કરીએ તો તેમાંથી માત્ર 7 મહિલાઓ છે. કુલ મળીને તેના ફોલોઅર્સ 410.4 મિલિયન છે અને તેને ગૂગલ પર 2.26 મિલિયન લોકોએ સર્ચ પણ કર્યા છે.
વિશ્વના ટોચના ફિટનેસ ઈન્ફ્લુએન્સર્સ
સોમર રે
સોમર રે એક અમેરિકન ફિટનેસ મોડલ, સોશિયલ મીડિયા ઈન્લુએન્સર્સ અને બિઝનેસવુમન છે. તેના 25.1 મિલિયન ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ, 12 મિલિયન ટિકટોક ફોલોઅર્સ, 1.8 મિલિયન યુટ્યુબ સબસ્ક્રાઇબર્સ અને 291,000 ગૂગલ સર્ચ છે.
ક્રિસ બમસ્ટેડ
ક્રિસ બમસ્ટેડને સીબમ તરીકે ઓળખવામાં આવે છે, તે કેનેડિયન બોડીબિલ્ડર છે. તેના 19 મિલિયન Instagram ફોલોઅર્સ, 4.6 મિલિયન TikTok ફોલોઅર્સ, 3.5 મિલિયન YouTube સબ્સ્ક્રાઇબર્સ અને 650,000 Google સર્ચ છે.
ક્લો ટિંગ
ક્લો ટીંગ એક ઓસ્ટ્રેલિયન ફિટનેસ યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે જે તેના વર્કઆઉટ્સ અને ફિટનેસ માટે જાણીતી છે. તે COVID-19 દરમિયાન તેના મફત વર્કઆઉટ પ્રોગ્રામ માટે પ્રખ્યાત થઈ. તેના 2.6 મિલિયન Instagram ફોલોઅર્સ, 660,900 TikTok ફોલોઅર્સ, 24.9 મિલિયન YouTube સબ્સ્ક્રાઇબર્સ અને 355,000 Google સર્ચ છે.
અનલેલા સગરા
એન્લેલા સગરા કોલમ્બિયન ફિટનેસ મોડલ, બોડી બિલ્ડર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ છે. ફિટનેસ સ્પર્ધક બનતા પહેલા તે એક સમયે ફેશન મોડલ હતી. તેના 21.5 મિલિયન ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ, 7,200 ટિકટોક ફોલોઅર્સ, 393,000 YouTube સબ્સ્ક્રાઇબર્સ અને 65,000 ગૂગલ સર્ચ છે.
થિબોડ ડેલાપાર્ટ
થિબોડ ડેલાપાર્ટ તેના ઓનલાઈન નામ ટીબો ઇનશેપથી વધુ જાણીતા છે. તે ફ્રેન્ચ ફિટનેસ યુટ્યુબર, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને બોડી બિલ્ડર છે. તેના 5.7 મિલિયન ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ, 10.1 મિલિયન ટિકટોક ફોલોઅર્સ, 12.1 મિલિયન યુટ્યુબ સબ્સ્ક્રાઇબર્સ અને 59,000 ગૂગલ સર્ચ છે.
ટેમી હેમ્બ્રો
ટેમી હેમ્બ્રો એક ઓસ્ટ્રેલિયન ફિટનેસ મોડલ, સોશિયલ મીડિયા પ્રભાવક અને ઉદ્યોગસાહસિક છે, ફિટનેસ-સંબંધિત સામગ્રી અને જીવનશૈલી પોસ્ટ્સ ઑનલાઇન શેર કરે છે. તેના 17 મિલિયન ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ, 1.9 મિલિયન ટિકટોક ફોલોઅર્સ, 1.3 મિલિયન યુટ્યુબ સબસ્ક્રાઇબર્સ અને 76,000 ગૂગલ સર્ચ છે.












Click it and Unblock the Notifications
