માઇક્રોમેક્સ લોન્ચ કરશે 5.5 ઇંચનો નવો સ્માર્ટફોન
ઝિઓમીના એમઆઇ3ના વેચાણને પગલે માઇક્રોમેક્સની ચિંતા ધીરે-ધીરે વધતી જઇ રહી છે. જેના પગલે માઇક્રોમેક્સ ટૂંક સમયમાં 5.5 ઇંચ નવો કિટકેટ સ્માર્ટફોન બજારમાં લોન્ચ કરશે. કેપેસિટિવ ટચ સ્ક્રીનવાળા માઇક્રોમેક્સ એલમાં કિટકેટ ઓએસની સાથે ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે.
અમે આપને બતાવી દઇએ કે હાલમાં જ માઇક્રોમેક્સને કેનવાસ બીટ નામથી 9999 રૂપિયામાં એંડ્રોઇડ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે જેમાં ખાસ પ્રકારે એરસેલ ઓફરોની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

જો આપ ફોનના કનેક્ટિવિટી ફીચર્સ પર નજર નાખો તો એલમાં 3જી, વાઇફાઇ, બ્લૂટૂથ, જીપીએસ જેવા ફીચર્સ આપને મળી જશે. ફોનની ઇંટરનલ મેમરી 8 જીબી છે જેમાં માઇક્રો એસડી કાર્ટ સ્લોટની મદદથી 32 જીબી સુધી એક્સપેંડ કરી શકાય છે.












Click it and Unblock the Notifications
