ધોનીએ ભારતીય યુથને લગાડ્યું મોહૉક હેરસ્ટાઇલનું ઘેલું
ભારતમાં યુથ સૌથી વધારે ઝડપથી ચેન્જીસને સ્વીકારતા હોય છે. આ ચેન્જીસ પછી કરિયરમાં હોય કે નવા ફેશન ટ્રેન્ડના, તેને અપનાવતા વાર નથી લાગતી. તાજેતરમાં ભારતના કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીની હેરસ્ટાઇલે યુવાનોને ઘેલા કર્યા છે. આ ધેલછા હવે બિગ બોસ 7ના ઘરમાં પણ પહોંચી ગઇ છે.
આપને પ્રશ્ન થશે કે અહીં શેની વાત થઇ રહી છે. અહીં વાત થઇ રહી છે નવી મોહૉક હેરસ્ટાઇલની. તાજેતરમાં જ બિગ બોસ 7ના બે પ્રતિભાગીઓ પર આ હેરસ્ટાઇલ કરવામાં આવી છે. જી હા, અપૂર્વ અગ્નિહોત્રી અને સંગ્રામ સિંહ.
ક્યાંથી આવી આ હેરસ્ટાઇલ
આપને જાણવાની ઇચ્છા હશે કે આ હેરસ્ટાઇલ આવી ક્યાંથી? આ હેરસ્ટાઇલનું નામ ન્યુ યોર્કની મોહૉક ઘાટી પરથી પાડવામાં આવ્યું છે. ઉત્તરી અમેરિકાના લોકોની એક પ્રજાતિનું નામ મોહૉક છે. આ હેરસ્ટાઇલ અંગે હેર સ્ટાઇલ એક્સપર્ટ સ્વીવ માઇકનું કહેવું છે કે "મોહૉક લૂક તમને સુપરકૂલ કૂક આપે છે. તે ઘણી ક્રિએટિવ હેરસ્ટાઇલ છે. છતાં તે બધાને સૂટ કરતી નથી. વળી તેને મેન્ટેઇન પણ કરવી પડે છે."
આવો જાણીએ મહેન્દ્ર સિંધ ધોની ઉપરાંત વિશ્વમાં કોણે કોણે આ હેરસ્ટાઇલ અજમાવી જોઇ છે...

મહેન્દ્ર સિંહ ધોની
ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન

અપૂર્વ અગ્નિહોત્રી
એક્ટર, બિગ બોસ 7 કોન્ટેસ્ટન્ટ

સંગ્રામ સિંહ
બિજ બોસ 7 કોન્ટેસ્ટન્ટ

ડેવિડ બેકહમ
ફૂટબોલર

ડોમિનો ઓડૂરો
ફૂટબોલર

મારિયો બેલોટેલી
ફૂટબોલર

નેયમર
ફૂટબોલર

રોબર્ટ ડી નિરો
એક્ટર












Click it and Unblock the Notifications
