અઠવાડિયાનો આ દિવસ ગિનીસ વર્લ્ડ રેકૉર્ડસ દ્વારા જાહેર કરાયો સૌથી ખરાબ, જાણો કારણ

તમને જાણીને નવાઈ લાગશે કે ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડે પણ અઠવાડિયાના એક દિવસને સૌથી ખરાબ જાહેર કરી દીધો છે. જાણો વિગત.

Guinness World Records: ઘણા લોકો અઠવાડિયાના અમુક દિવસને લકી કે અનલકી માનતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડે પણ અઠવાડિયાના એક દિવસને સૌથી ખરાબ જાહેર કરી દીધો છે. આ દિવસ વિશે લોકો વિચારતા હોય છે એ કેમ આવ્યો. અઠવાડિયાનો આ દિવસ છે સોમવાર. વીકેન્ડ પછી સોમવાર આવતા જ લોકો લોકો વિચારે છે કે ફરીથી સોમવાર આવી ગયો.

ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડસે લખી આ વાત

ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડસે લખી આ વાત

સોમવારે જે રીતે અઠવાડિયાની શરુઆત થાય છે તેને ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડસે અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ જાહેર કર્યો છે. ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડસે અધિકૃત રીતે સોમવારને અઠવાડિયોનો સૌથી ખરાબ દિવસ ગણાવ્યો છે. પોતાના ટ્વિટર હેન્ડલ પર ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડસે લખ્યુ છે કે, 'અમે અધિકૃતક રીતે સોમવારને અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસનો રેકૉર્ડ આપી રહ્યા છે.' લોકો આ ટ્વિટ પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ગિનીસ બુકે સોમવારને ગણાવ્યો સૌથી ખરાબ દિવસ

ગિનીસ બુકે સોમવારને ગણાવ્યો સૌથી ખરાબ દિવસ

ગિનીસ બુકે આ દિવસને ખરાબ ગણાવ્યો છે કારણ કે આ દિવસ શનિવાર અને રવિવારના વીકેન્ડ પછી આવે છે. બે દિવસ આરામ કર્યા પછી વ્યક્તિ આળસુ બની જાય છે અને સોમવાર આવે ત્યારે ઉદાસ થઈ જાય છે. રવિવારના દિવસે વ્યક્તિ માનસિક રીતે હળવા રહે છે, તેને પોતાના પ્રોફેશનથી સંબંધિત કોઈ ટેન્શન નથી હોતુ. આટલા રિલેક્શન પછી જ્યારે પણ સોમવાર આવે છે ત્યારે બધા વિચારે છે કે કાશ, આ દિવસ ન આવે.

સોમવાર સાથે નફરત દશકો જૂની

જે સોમવારથી નવા સપ્તાહની શરૂઆત થાય છે તે સોમવારથી લોકોની નફરત આજથી નહિ પરંતુ દાયકાઓથી ચાલી આવે છે. આ કારણ છે કે આખા અઠવાડિયા દરમિયાન ઑફિસ અથવા કામ પર જતા લોકો દ્વારા સોમવારને અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ માનવામાં આવે છે. ઘણા ઉત્તર અમેરિકનો તેમની નોકરીઓને નફરત કરે છે. સાથે જ લોકો સાથે કરવામાં આવેલા કેટલાક સર્વેમાં પણ આ વાત સામે આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X