For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વનું સૌથી ખતરનાક સ્થળ, અહી જતા છૂટી જશે પરસેવો

|
Google Oneindia Gujarati News

અચાનક તમારી નિંદર ઉડે અને જુઓ કે તમે એક એવા સ્થળ પર છો, જ્યાં ચારે તરફ પાણી છે, ગાઢ જંગલ છે અને એક એવો જીવ તમારી આસપાસ ફરી રહ્યો છે, કે જેના ફૂંફાડા માત્રથી લોકોના દિલની ધડકન એક સેકન્ડ માટે ધડકવાનું ભૂલી જાય, જી હાં, વિશ્વમાં આવા અનેક સ્થળો છે કે, જ્યાં જઇને ભલભલા હિમંતવાન માનવીઓની હિંમતને પરસેવો છૂટી જાય છે. આવું જ એક સ્થળ બ્રાઝીલમાં આવેલું છે, જેને વિશ્વનું સૌથી ખતરનાક સ્થળ તરીકે સંબોધવામાં આવે છે. તેની પાછળનું કારણ આ આઇલેન્ડમાં રહેતા સાપો છે, અહી એટલી બધી માત્રામાં સાપ છે કે, આ સ્થળને સ્નેક આઇલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ વિસ્તારના વિકાસ માટે માનવી દ્વારા કોઇપણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી નથી, તેની પાછળનું એક કારણ પણ છે. આ સ્થળ માટે સંશોધકો દ્વારા એવું કહેવામાં આવે છે કે, જો તમારે આ આઇલેન્ડમાં રહેવું હોય તો તમારે દર સ્ક્વેર મીટર પર તમારે એક કે પાંચ સાપ જોવા મળી શકે છે. આ સાપોને અહી જીવીત રહેવા માટે બહારથી આવતા પંખીઓ પર નિર્ભર રહેવું પડે છે, કે જેઓ આરામ કરવા માટે આ આઇલેન્ડનો ઉપયોગ કરે છે. તો ચાલો તસવીરોમાં જાણીએ વિશ્વના આ ખતરનાક સ્નેક આઇલેન્ડ વિશે.

ગમે તે સમયે નથી લઇ શકતા મુલાકાત

ગમે તે સમયે નથી લઇ શકતા મુલાકાત

આ એક એવું આઇલેન્ડ છે કે, જેની મુલાકાત તમે ધારો ત્યારે લઇ શકતા નથી. કારણ કે, જો તમે અહી અચાનક જ પહોંચી જાઓ તો તમારો જીવ જોખમમાં પણ મુકાઇ શકે છે. આ એક સ્નેક આઇલેન્ડ છે અને તેથી તે વિશ્વનું સૌથી ડરામણું સ્થળ પણ છે. તેમજ આ આઇલેન્ડ માત્ર બ્રાઝીલના કોસ્ટ ગાર્ડ માટે પ્રતિબંધિત નથી. તેમજ આ આઇલેન્ડને ગોલ્ડન લાન્સહેડ વાઇપર અથવા તો બોર્થરોપ્સ ઇનસુલારિસના ઘર તરીકે પણ માનવામાં આવે છે.

અહી સાપોની સંખ્યા ચાર લાખની આસપાસ

અહી સાપોની સંખ્યા ચાર લાખની આસપાસ

ગોલ્ડન લાન્સહેડ વાઇપર વિશ્વમાં દરકે સ્થળે જોવા મળતા નથી. પરંતુ આ આઇલેન્ડ તમને પસંદ પડી ગયું છે. કેટલાક લોકોનું કહેવું છે કે, અહી પર સ્ક્વેર આપણને એક સાપ જોવા મળે છે. તેથી જો એ અંદાજે ગણતરી કરવામાં આવે તો અહી સાપની સંખ્યાનો આંકડો વધી જાય છે. આ આઇલેન્ડ 430,000 સ્ક્વેર મીટરમાં વિસ્તરેલું છે, તેથી અહી ઓછામાં ઓછા 430,000 સાપ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સાપની એવરેજ લંબાઇ 30 ઇંચ

સાપની એવરેજ લંબાઇ 30 ઇંચ

એવું નથી કે આ સ્નેક આઇલેન્ડ છે અને તેથી અહી નાના-નાના સાપ જોવા મળતા હશે, પરંતુ લોકોના કહેવા અનુસાર અહીના સાપની એવરેજ લંબાઇ 30 ઇંચ છે અને કેટલાક સાપની લંબાઇ તો 46 ઇંચ સુધીની છે. તેથી એ વાતથી જરા પણ આશ્ચર્ય થઇ શકે તેમ નથી કે આ સ્થળનો ઉપયોગ અન્યો દ્વારા કેમ કરવામાં આવી રહ્યો નથી.

English summary
most dangerous place in the world. A Brazilian island teeming with vipers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X