એપ્પલની 10 ક્યારેય ના ભુલી શકાય તેવી એડ!
એપ્પલ પ્રોડેક્ટની પોતાની એક અલગ જ તાસીર રહી છે, પછી ભલે તે મેકબુક હોય આઇપોડ હોય અથવા આઇફોન હોય. અત્યાર સુધી એપ્પલની મોટા ભાગની ટીવી એડ કેમ્પેઇનમાં કંઇકને કંઇક એવું દેખાડવામાં આવ્યું છે જે આપને એ વિચારવા પર મજબૂર કરી દેશે કે આઇફોનમાં કંઇક ખાસ વાત છે.
અમે આપને આજે એપ્પલની કેટલી એવી એડ્સ અંગે જણાવીશું જે સૌથી વધારે ચર્ચામાં રહી. શરૂઆત કરીએ એપ્પલ-2ને પ્રમોટ કરનાર પ્રચારથી જેને 1977માં બનાવવામાં આવી હતી. જેને સ્ટીવ વોજેનિકે બનાવી હતી, એપ્પલ-2 પહેલું એવું માઇક્રો કમ્પ્યુટર હતું જે સામાન્ય લોકોની વચ્ચે ખૂબ જ ચર્ચામાં રહ્યું.
આવો એક નજર નાખીએ એપ્પલની આવી જ કેટલીક એડ પર...

એપ્પલ-2 (1977)
70ના દાયકામાં એપ્પલ 28 બિટ હોમ કમ્પ્યુટર માર્કેટમાં આવ્યું હતું, જેને સ્ટીવ વોઝોનિકે ડિઝાઇન કર્યું હતું. તેની એડમાં એક યુવતીને કિચનમાં કામ કરતા કરતા બતાવવામાં આવી છે, સાથે સાથે કોફી મગની સાથે એપ્પલ-2માં કામ કરતો એક બિઝનેસમેન પણ હોય છે.

એ ઇઝ ફોર એપ્પલ (1977)
જ્યાં આજે પર્સનલ કમ્પ્યુટરનો જમાનો આવી ચૂક્યો છે ત્યાં, 1977માં એપ્પલ પોતાના પ્રોડક્ટનું પ્રચાર કરવા માટે એ શબ્દનો પ્રયોગ કર્યો હતો. એપ્પલની એક જાહેરાતમાં 'એ'ને કમ્પ્યુટિંગ સાથે જોડીને બતાવવાની કોશિશ કરવામાં આવી હતી કે જો આપની પાસે 'એ' છે તો બીજા અક્ષરોની કોઇ જરૂરત નથી.

એડમ (1979)
એડમ બાદ એપ્પલનો સાચો ઉપયોગ હવે થઇ રહ્યો છે (1979), જો આપની પાસે એપ્પલ બ્રાંડ છે તો લગભગ આપની પાસે બધુ જ છે. 1979માં એપ્પલના એક પ્રચારમાં એડમને એપ્પલ પીસીને યુઝ કરતા બતાવવામાં આવ્યો હતો. પ્રચારમાં એક ન્યૂ઼ડ વ્યક્તિને એપ્પલના પ્રોડેક્ટ દ્વારા પોતાના શરીરને ઢાંકતા દર્શાવવામાં આવ્યો છે.

કેવા પ્રકારના લોકો પાસે પોતાનું કમ્પ્યુટર હોય છે. (1980)
એપ્પલ દ્વારા બનાવવામાં આવેલ 1980ની આ એડમાં બેંઝામિન ફ્રેંકલિનને એપ્પલ કમ્પ્યુટરનો પ્રયોગ કરતા બતાવવામાં આવ્યા છે. આ પ્રચારમાં એ બતાવવાની કોશિશ કરવામાં આવી છે કે પ્રકારના લોકો એપ્પલ પ્રોડેક્ટનો પ્રયોગ કરે છે.

લીવ યોર માર્ક (1997)
1997માં બનાવવામાં આવેલ એપ્પલની આ એડ સિમ્પ્લીસિટીને દર્શાવતું હતું, જેમાં એક પેપરને કેટલીક ચીઝોને ખાલી મૂકી દેવામાં આવી હતી. એડમાં એપ્પલને એક એવી પ્રોડક્ટના રૂપમાં બતાવવામાં આવી હતી જેના માટે કંઇપણ ઇમ્પોસીબલ નથી.

ચિક નોટ ગીક(1998)
1998માં જ્યારે આઇમેક લૉંચ થયો હતો, તેને એપ્પલે કંઇક નવા અંદાજમાં પ્રચાર કરવાની શરૂઆત કરી હતી. આઇમેકની સાઇઝ આજકાલના પીસી કરતા ખૂબ જ મોટી હતી.

થિંક ડિફ્રેન્ટ (1998)
થિંક ડિફ્રેન્ટ કેમ્પેઇન એપ્પલે 1998માં શરૂ કર્યું હતું, આ એડમાં એલર્બટ આઇન્સ્ટાઇનથી લઇને માર્ટિન લ્યૂથર કિંગ સુધીના તમામ મહાન લોકોને બતાવવામાં આવ્યા છે. પ્રચારમાં એવું બતાવવાની કોશીશ કરવામાં આવી હતી કે જો આપમાં કોઇ અલગ વિચાર રાખવાની ક્ષમતા હોય તો આપ દુનિયાને બદલી શકો છો.

બ્લેક ટાઇ ઓપ્શનલ (2000)
21મી સદીમાં એપ્પલની જાહેરાતો થોડી બદલાઇ ગઇ હતી. હવે એપ્પલ પોતાના ઉત્પાદનોને વધારે પ્રોફેશનલ તરીકે રજૂ કરવાનું વિચારી રહ્યું હતું, જેના માટે તેણે 2000માં પોતાના આઇબુક જી 3ના પ્રચારમાં બ્લેક ટાઇ ઓપ્શનલ ટેક્ટની સાથે લોકોને પોતાની તરફ આકર્ષિત કરવાનું શરૂ કર્યું હતું.

આઇપૉડ (2006)
એપ્પલે 2006માં પોતાના આઇપોડનો પ્રચાર સૌથી કલરફૂલ તરીકે કર્યો હતો. પ્રચારમાં આપ કેવી રીતે મ્યુઝિકની મજા લઇ શકો છો, કેવી રીતે ડાંસ કરી શકો છો. આ તમામ ફિચરને બતાવવામાં આવ્યા હતા.

થેંક્સ બિલિયન (2009)
2009 માં બતાવવામાં આવેલા એપ્પલની આ જાહેરાતમાં એપ્પ સ્ટોરને દર્શાવવામાં આવ્યું હતું, એડમાં 9 મહિનાની અંદર કરોડો ડાઉનલોડ્સ અંગે જણાવવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
