ભારતમાં અહીં થાય છે સૌથી વધુ સ્યુસાઈડ, જાણો શું છે કારણ?
ભારત જેવા વિકસતા દેશોમાં આત્મહત્યા એક મોટી સમસ્યા છે. વિદ્યાર્થીઓ અને ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આજે આપણે ભારતમાં થતી આત્મહત્યાઓ વિશે વાત કરવાના છીએ.
ભારતમાં કોટામાં વિદ્યાર્થીઓી આત્મહત્યા અને વિદર્ભ જેવા વિસ્તારોમાં ખેડૂતોની આત્મહત્યાની સતત ચર્ચા થતી રહે છે. જો ક તમે એ નહીં જાણતા હોય કે ભારતમાં સૌથી વધુ આત્મહત્યા ક્યાં થાય છે?

કોટા ભલે આત્મહત્યાને લઈને ચર્ચામાં રહે છે કિસ્સા ભલે હેડલાઇન્સમાં હોય પરંતુ રાજસ્થાનમાં એક શહેર છે જ્યાં સૌથી વધુ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. દૈનિક ભાસ્કરના એક અહેવાલ અનુસાર, જયપુરમાં આત્મહત્યાના સરેરાશ કેસ પર નજર કરીએ તો દરરોજ એક વિદ્યાર્થી આત્મહત્યા કરી રહ્યો છે. કોટામાં દર મહિને આવા ત્રણ કેસ નોંધાઈ રહ્યા છે.
અહેવાલ અનુસાર, આત્મહત્યાના અલગ-અલગ કારણો છે. કોટામાં જે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે તેની પાછળ સફળતાનું દબાણ છે. જ્યારે રાજસ્થાનના અન્ય સ્થળોએ વિદ્યાર્થીઓ માનસિક તણાવના કારણે આ પગલું ભરી રહ્યા છે.
NCRBના આંકડા અનુસાર, ભારતમાં દર વર્ષે લગભગ 13 હજાર વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે. જેમાં મહારાષ્ટ્રમાં આવા સૌથી વધુ કેસ નોંધાયા છે. આ પછી તામિલનાડુ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં આત્મહત્યાના સૌથી વધુ કેસ નોંધાયા છે.
ભારતમાં શહેરોની વાત કરીએ તો દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કાનપુર, નાગપુર, હૈદરાબાદ, અમદાવાદ, સુરત, ઈન્દોર, ભોપાલ અને પૂણે જેવા શહેરો સૌથી વધુ વિદ્યાર્થીઓની આત્મહત્યા કરનારા શહેરોની યાદીમાં આવે છે.
હાલમાં જ ઘણા અભ્યાસો બહાર આવ્યા છે, જેમાં તે દર્શાવવામાં આવ્યું છે કે 12 થી 25 વર્ષની વય જૂથના યુવાનો વધુ પડતો તણાવ લઈ રહ્યા છે અને ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે.












Click it and Unblock the Notifications
