એટીએમનો ઉપયોગ કરનારાઓ વર્તે આટલી સાવધાની
કદાચ તમે પૈસા લઇને ચાલવાના બદલે એટીએમ કાર્ડ લઇને ચાલવાનું પસંદ કરતા હશો. કદાચ તમારું માનવું હશે કે આજે કેશ લઇને ચાલવું પોકેટમારોને પૈસા ચોરવા માટેનું આમંત્રણ આપવા જેવું છે અને એટીએમ તમારા પૈસા ચોરી થતાં બચાવી શકે છે. તો અમે તમને જણાવી દઇએ કે જનાબ એટીએમ કાર્ડ લઇને ચાલવા કરતાં કેશ લઇને ચાલવું વધુ સુરક્ષિત છે.
અમે એમ નથી કહી રહ્યાં કે કેશ તમારા પોકેટમાંથી ચોરી થઇ ન શકે, જો ચોરો નજર પડી તો જરૂર થઇ શકે છે પરંતુ અમારો કહેવાનો મતલબ એ છે કે તમારા પોકેટમાં જેટલા પૈસા હશે એટલા જ ચોરી થશે પરંતુ વારંવાર ગમે ત્યાંથી એટીએમમાંથી પૈસા કાઢવા તમારા એકાઉન્ટમાં જમા બધા પૈસાની ચોરી કરાવી શકે છે. તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ચોરીની એક ઘટનામાં 27 દેશોના હજારો એટીએમમાંથી 4.5 કરોડ ડોલર (2.45 અરબ રૂપિયા)ની ચોરી કરવામાં આવી હતી. આ ઘટનામાં આઠ લોકો સામેલ હોવાના સમાચાર છે. ચોરોએ એકદમ સફાઇ પૂર્વક કાર્ડ પ્રોસેસ કરનાર ભારતીય અને અમેરિકી કંપનીઓના સર્વર પરથી પિન ચોરીને ઘટનાને અંજામ આપ્યું હતું.
તમે અંદાજો લગાવી શકો છો કે જો નાણાંકીય સંસ્થાઓની આટલી સુરક્ષા વચ્ચે પણ હેકિંગનો ભોગ બની શકે છે તો સામાન્ય માણસ માટે સુરક્ષાનો ખતરો કેટલી હદે હોય શકે. તાજેતરમાં જ બેંગ્લોરમાં એટીએમ મશીનમાં પૈસા નિકાળવા ગયેલી મહિલા પર હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી છે. એટલા માટે અમે અહીં એટીએમ કાર્ડનો ઉપયોગ કરનારાઓ માટે કેટલીક સાવધાનીઓ અને સલાહ આપી રહ્યાં છીએ જે તમારા એટીએમ કાર્ડ દ્વારા એકાઉન્ટની સુરક્ષા કેટલીક હદે વધારી દેશે.

ભીડભાળા વિસ્તારોવાળા એટીએમ મશીનનો ઉપયોગ કરો
ભીડભાડથી દૂર કોઇ ઝાડ અથવા મકાનના છાંયડા, કોઇ અંધકારમય જગ્યા અથવા એવી જગ્યાએ જ્યાં લોકોની નજર પડતી નથી, લોકો જતા નથી. એવી જગ્યાઓ પર બનેલા એટીએમ મશીનનો ઉપયોગ ના કરો. એવી જગ્યાએ મોટાભાગે મશીનો સાથે છેડછાડ થઇ હોવાની સંભાવના રહે છે કારણ કે અહી આવતા-જતાં લોકો વધુ ધ્યાન આપતા નથી અને ચોરોને તેની સાથે છેડછાડ કરવાની તક મળી જાય છે.

એટીએમ મશીનના કિબોર્ડ ઉપર કેમેરો હોય શકે છે
એટીએમ મશીનનો ઉપયોગ કરતાં પહેલાં ત્રાંસી નજરે ચકાસણી કરો કે મશીનનો ઉપયોગ કરતી વખતે તમારા પાસવર્ડને રેકોર્ડ કરવા માટે કિબોર્ડ પર કેમેરો તો નથી લાગેલોને, નવાઇ પામશો નહી આવું પણ બની શકે છે. ચોર ઘણીવાર તમારો પાસવર્ડ ચોરવા માટે કિબોર્ડ ઉપર એકદમ નાનકડો જાસૂસી કેમેરો લગાવી દે છે. કદાચ તમારી નજર તેના પર ના પડે પરંતુ તમે ટાઇપ કરેલો પાસવર્ડ અહીં રેકોર્ડ કરી લેશે અને તમારા એકાઉન્ટ સાથે છેડછાડ થવાની આશંકા ઉત્પન્ન થાય છે.

કાર્ડ સ્વેપ કરવા અથવા નાખતાં પહેલાં ધ્યાન આપો
ઘણીવાર હેકર એટીએમ સાથે જોડાયેલી જાણકારીઓ કોપી કરવા માટે મશીનની ઉપર અથવા આસપાસ કેટલાક ડિવાઇસ લગાવી દે છે. આ ડિવાઇસોનું કામ એટીએમ સાથે જોડાયેલી જાણકારી કોપી કરવાનું હોય છે. કાર્ડ સ્લોટ (કાર્ડ નાખવા માટે બનાવવામાં આવેલી જગ્યા) સાથે લાગેલી કોઇપણ વસ્તુ, મશીન પર કોઇ ચિકણો પદાર્થ અથવા કીપેડ દબાવતી વખતે કોઇપણ પ્રકારનો જોરદાર અવરોધ એટીએમ મશીન સાથે કરવામાં આવેલી છેડછાડના લક્ષણ છે. આવી પરિસ્થિતીમાં તાત્કાલિક બેંક ઓથોરિટીને જાણ કરો અને એવામાં એટીએમ બૂથનો ઉપયોગ કરવો જોઇએ નહી.

એટીએમ બૂથમાં વધુ સમય સુધી રહેવાથી બચો
એટીએમમાંથી પૈસા નિકાળીને વધુ સમય સુધી ત્યાં રોકાશો નહી. કેટલાક લોકોની આદત હોય છે કે પૈસા પણ ગણે છે. જો કે આ મશીનમાંથી નિકળેલા પૈસાની ખરાઇ કરવા માટે જરૂરી છે પરંતુ બની શકે છે કે ચોરની તમારા પર નજર પડે અને તે તમારી ગતિવિધીઓને ફોલો કરતાં તમારા એટીએમમાં ઘૂસણખોરી કરી દે. એટલા માટે પ્રયત્ન કરો કે પૈસા નિકાળીને જલદીથી ત્યાંથી નિકળી જાવ. પૈસાની ખરાઇ અને મશીન દ્વારા કોઇપણ જાતની ગડબડ માટે તમે સ્લિપ સંભાળીને રાખી લો અને ઘરે જઇને યોગ્ય રીતે ચેક કરો.

બેંકના પરિસરમાં સ્થિત એટીએમ મશીનનો ઉપયોગ કરો
ભલે 200 રૂપિયા હોય કે 15,000 પ્રયત્ન કરો કે કોઇપણ બેંકના પરિસર અથવા તેની નજીક આવેલા એટીએમ મશીનમાંથી પૈસા નિકાળવા માટે ઉપયોગ કરો. કારણ કે બેંક પરિસરમાં આવેલા મશીન સાથે છેડછાડની સંભાવના ઓછી હોય છે. જો કોઇ આકસ્મિક જરૂરિયાત માટે વધુ પૈસા સાથે રાખવાના બદલે તમને એટીએમ કાર્ડ સાથે રાખવાની આદત છે તો તેને બદલવાનો પ્રયત્ન કરો કારણ કે આનાથી જરૂરિયાતના સમયે નજીકના એટીમએમ મશીનમાંથી નિકાળવા સિવાય કોઇ વિકલ્પ બચતો નથી.

એટીએમ મશીન સાથે જોડાયેલી જરૂરી જાણકારી
જો તમારું કોઇ એટીએમ સાથે અપહરણ કરી લે તો તમે ગભરાશો નહી અને તેનો વિરોધ પણ ના કરશો. બસ તમે અપહરણકર્તાના અનુસાર એટીએમ કાર્ડ મશીનમાં નાખો અને પોતાના એટીએમ કાર્ડનો પિન કોર્ડ રિવર્સમાં નાખો જેમ કે તમારો પિનકોડ છે 1234 તો તમે 4321 નાખો. આમ કરવાથી એમટીએમ ખતરો સમજીને પૈસા તો કાઢશે પરંતુ પૈસા વચ્ચે જ ફસાઇ જશે અને એટીએમનો દરવાજો પણ બંધ થઇ જશે અને એટીએમ ખતરો સમજીને જલદી જ બેંક અને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરી દેશે. તમારી સુરક્ષા તમારા હાથમાં છે ચોર ચોરીઓ કરવા નવા-નવા માર્ગ શોધતા રહેશે પરંતુ જો તમે જાગૃત રહેશો તો તેમને આ તક નહી મળે.
-
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
Middle East Conflict: ગલ્ફ દેશોમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જારી, ફોટો-વીડિયો લેવા પર પ્રતિબંધ






Click it and Unblock the Notifications
