તમારા પૉકેટમાં રાખેલી નોટ તમને કરી રહી છે બીમાર, થઇ શકે છે ટીબી, અલ્સર અને સેપ્ટીસીમિયા જેવા રોગો, વાંચો સંપૂર્ણ રિપોર્ટ
તમારા પૉકેટમા રાખેલી નોટ તમને બીમાર કરી રહી છે. પૉકેટમાં રાખવામાં આવેલી નોટો તમને ગંભીર બીમારીઓથી પીડિત કરી શકે છે.
તમારા પૉકેટમા રાખેલી નોટ તમને બીમાર કરી રહી છે. પૉકેટમાં રાખવામાં આવેલી નોટો તમને ગંભીર બીમારીઓથી પીડિત કરી શકે છે. આ અમે નથી કહી રહ્યા, પરંતુ તાજેતરની રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. ઇન્સ્ટિટ્યુટ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના અહેવાલ મુજબ ચલણી નોટ તમને બીમાર કરી શકે છે. રિપોર્ટ અનુસાર પૉકેટમાં રાખેલી નોટના કારણે તમે ટીબી, અલ્સર, સેપ્ટીસીમિયાથી અને વાયરલ બીમારીઓની ચપેટમાં આવી શકો છો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચલણી નોટોથી 78 પ્રકારના રોગો થવાની સંભાવના છે. ચાલો જાણીએ રિપોર્ટ વિશે વધુ વિસ્તારથી....

શું કહે છે રિપોર્ટ
ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટીવ બાયોલોજી (આઈજીઆઈબી) ની રિપોર્ટ મુજબ ચલણી નોટ લોકોને બીમાર કરી રહી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કીટાણું ચલણી નોટ મારફતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. આ કારણે રોગ લોકો સુધી પહોંચે છે. ચલણ નોટોની મદદથી ખતરનાક રોગો લોકો સુધી ફેલાય છે. માઇક્રોબોલોલોજી એન્ડ એપ્લાઇડ સાયન્સે 2016 માં આ રિપોર્ટ આપી હતી. આ રિપોર્ટ તિરુનેલવેલી મેડિકલ કોલેજ તમિલનાડુમાં કરવામાં આવેલા સંશોધનના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો. સંશોધકોએ આ દરમિયાન120 ચલણી નોટોની તાપસ કરી, જેમાં જોવામાં મળ્યું કે 86.4 ટકા નોટો કીટાણુંથી ભરેલી હતી અને રોગો ફેલાવાનું સંવાહન બન્યા હતા. સંશોધકોએ આ નોટો વેપારી, ડૉક્ટર, વિદ્યાર્થી-વિદ્યાર્થી અને સ્ત્રીઓ પાસેથી એકત્ર કરી હતી.

ડરેલા વેપારીઓએ માંગ્યો જવાબ
આ રિપોર્ટ આવ્યાં પછી રવિવારે કન્ફેડરેશ ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સએ નાણા મંત્રાલયને પત્ર લખ્યો છે. વેપારીઓ માટે કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ ખંડેલવાલએ આ બાબતે નાણા પ્રધાન અરૂણ જેટલીને પત્ર લખી પૂછ્યું છે કે મોટા ભાગનું ચલણ વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. આવામાં આ રિપોર્ટ મુજબ વેપારીઓને બીમાર થવાનું જોખમ સૌથી વધારે છે. તેઓએ નાણા મંત્રાલય અને આરોગ્ય મંત્રીને પત્ર લખી આનાથી બચવા માટેનો ઉપાય પૂછ્યો છે.

બચાવનાં ઉપાય
આ રિપોર્ટ પછી કન્ફેડરેશન ઓલ ઇન્ડિયા ટ્રેડર્સએ આરોગ્ય મંત્રી જેપી નડ્ડા અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી હર્ષવર્ધનને પત્ર લખી કહ્યું છે કે તેઓ આ બાબતને જલ્દી પ્રારંભિક નોટિસ લેવા વિનંતી કરી હતી. તેમણે અલગ અલગ રિપોર્ટ્સનો હવાલો લીધો છે. તેમણે રિપોર્ટ્સનો હવાલો લઇ જણાવ્યું હતું કે રોગાણુથી દુષિત નોટોના કારણે મૂત્ર અને શ્વાસ નલિકાના સંક્રમણ, સેપ્ટીસીમિયા, ત્વચાના રોગો, વારંવાર થતો મગજનો તાવ, ટૉક્સિક શૉક સિંડ્રોમ અને ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટીનલ બિમારીઓની સંભાવના વધી જાય છે.












Click it and Unblock the Notifications
