ભારત સાથે જોડાયેલ આ વાતો પર છે વિશ્વાસ તો આપનું નૉલેજ ચેક કરો
[સ્વતંત્રતા દિવસ] 15 ઓગસ્ટના રોજ દેશ 69મો સ્વતંત્રતા દિવસ ઉજવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. એવામાં અમે વિચાર્યું કે કેમ નહીં કેટલીક એવી વાતોને આપની સામે રાખવામાં આવે જે આપણે હંમેશા સત્ય માનતા આવ્યા છીએ.
આ કંઇક એવા મિથ્સ છે જેને હંમેશા વિદેશી પ્રવાસીઓ સત્ય માનવા લાગે છે. અહીં સુધી કે ભારતીય મૂળના એવા નાગરિક પણ ચર્ચા કરવા લાગે છે જેમણે ક્યારેક આ દેશમાં પગ પણ ન્હોતો મૂક્યો, આ વાતો પર વિશ્વાસ કરવા લાગીએ છીએ...
આવો તસવીરોમાં જોઇએ ભારત સાથે જોડાયેલ કેટલાંક મિથક...

ભારત એક ગરમ દેશ છે
ભૌગોલિક પરિસ્થિતિઓ પ્રમાણે જોવામાં આવે તો તે સત્ય છે. પરંતુ જો આપને લાગે છે કે ભારતમાં માત્ર ગરમી અને ગરમી જ રહે છે તો આપ ખોટા છો. અત્રે ઠંડી, વસંત, ગરમી, વરસાદ અને પાનખર ઋતુ પણ જોવા મળે છે.

માત્ર ઘરકામ જ કરે છે મહીલાઓ
લોકોના મનમાં એવી ધારણા છે કે ભારતીય મહિલાઓ માત્ર રસોડામાં ભોજન જ કરે છે અને પોતાનું ઘર જ સંભાળે છે. પરંતુ અહીં ચંદા કોચર અને અરુંધતિ ભટ્ટાચાર્ય જેવી મહિલાઓ પણ ઘર સંભાળવાની સાથે સાથે આઇસીઆઇસીઆઇ અને એસબીઆઇમાં સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર જેવા પદો પર પણ હોય છે.

હિંદી ભારતની રાષ્ટ્રીય ભાષા
ના, હજી સુધી હિંદીને ભારતની રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો મળ્યો નથી. ભારતમાં હિંદીની સાથે 22 ભાષાઓને અધિકારીક ભાષાઓનો દરજ્જો મળેલો છે.

અંગ્રેજી નહીં સમજનાર 'ઇંડિયંસ'
એવું પણ એક મિથક છે કે ભારતના લોકોનું અંગ્રેજી નબળું છે અથવા તેમનું ઉચ્ચારણ બગડી ગયું છે.

મદારી અને જાદુ-ટોનાનો દેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 15 ઓગષ્ટના રોજ પોતાના ભાષણમાં સ્પષ્ટ કરી દીધું હતું કે જે લોકો એ વિચારે છે કે ભારત માત્ર મદારી અને જાદુ ટોના કરનારાઓનો દેશ છે, તે ખોટું છે. ભારત હવે બદલાઇ ચૂક્યું છે. અને હવે તે ડિજીટલ ઇન્ડિયા બની ચૂક્યું છે.

એક રેપિસ્ટ નેશન નથી ભારત
એ માની લેવું ભારતમાં તમામ પુરુષ એક જેવા છે, તે સંપૂર્ણ રીતે ખોટું છે. અત્રે આજે પણ મોટી સંખ્યામાં એવા પુરુષ છે જે મહિલાઓના હકમાં અવાજ ઉઠાવવા અને બરાબરનો દરજ્જો આપવામાં વિશ્વાસ ધરાવે છે.

એરેંજ મેરેજ વિશે ખોટી માહિતી
મોટાભાગના વિદેશી પ્રવાસીઓની માનીએ તો ભારતમાં એરેંજ મેરેજ આજે પણ માતા-પિતા બાળકો પર દબાણ નાખીને એટલે કે જબરદસ્તી કરાવવામાં આવે છે. જ્યારે વાસ્તવિકતા છે કે આજે દેશમાં લવ કમ એરેંજ મેરેજનો ટ્રેંડ વધારે છે.

ખરાબ રસ્તાઓ, અને ઇંફ્રાસ્ટ્રક્ચર
આ દેશમાં આપને માત્ર તૂટેલા રસ્તાઓ અથવા તો પાણી ભરેલા ખાડાઓ જ નહીં પરંતુ આપ ઇચ્છો તો મુંબઇમાં બનેલ બાંદ્રા-વર્લી સી લિંક, નવી દિલ્હી સ્થિત ઇંદિરા ગાંધી ઇંટરનેશનલ એરપોર્ટ અથવા તો ગુજરાત સ્થિત સરદાર સરોવર બાંધની પણ મુલાકાત લઇ શકો છો.

ઇન્ડિયન ફુ઼ડનો અર્થ માત્ર ઓઇલી
મસાલા અને અથાણાની સાથે સાથે ભારતનો ખૂબ જ જૂનો સંબંધ છે, પરંતુ તેના દમ પર માની લેવું કે ભારતનું ભોજન મસાલેદાર અને ઓઇલી હોય છે તે ખોટું છે.

માત્ર રસાવાળી શાકભાજી ખાય છે ભારતીયો
નહીં ભારતમાં માત્ર મસાલેદાર કરીવાળી શબ્જી જ નથી સર્વ થતી. પરંતુ કરી વગરનું શાક પણ ભોજનનો સ્વાદ વધારે છે. પનીર ટિક્કા તેનું શાનદાર ઉદાહરણ છે.

ભારતીયો ઓછા સાક્ષર હોય છે
જો આપને પણ એવું લાગતું હોય તો 2011ની વસ્તી ગણતરીના આંકડા પર ફરી નજર ફેરવી લો. હાલમાં દેશની સાક્ષરતા દર 74.04 ટકા છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં પણ સાક્ષરતા દર 70 ટકાથી વધારે છે. સ્વતંત્રતા બાદથી સાક્ષરતા દરમાં લગભગ 12 ટકાનો વધારો આવ્યો છે.

ગરીબ છે ભારતના લોકો
જો એવું હોય તો પછી આપ ફોર્બ્સની લિસ્ટને જોઇલો. આ દેશમાં આપને મુકેશ અંબાણી, રતન તાતા, અને અજીમ પ્રેમજી અને તેમના જેવા ઘણા ઉદાહરણ પણ મળી જશે. દુનિયાના સૌથી મોંઘા કર ભારતમાં જ છે.

ભારતમાં ગંદકી વધારે છે
આ પણ એક પ્રકારનું મિથક જ છે કે ભારતમાં દરેક સ્થળે બસ ગંદગી જ છે, સાફ-સફાઇમાં આપને ઘણા શહેરો એવા પણ મળી જશે, તેના માટે આપે અમદાવાદ, બેંગલોર, મેસૂર, ચંદીગઢ જેવા શહેરોમાં આવું પડશે.

સ્લમડોગ મિલેનિયોરને સત્ય ના માનો
વર્ષ 2009માં ઓસ્કારમાં ધૂમ મચાવનારી ફિલ્મ સ્લમડોગ મિલેનિયોરે ભારતની એક અલગ જ ઇમેજ બનાવી દીધી હતી. પરંતુ એક વાર ભારત આવીને જુઓ તો આપને એ અહેસાસ થઇ જશે કે લગભગ ફિલ્મમાં કેટલીંક વસ્તુઓ હદ કરતા વધારે બતાવી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
