For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના આ 10 ધારદાર પ્રશ્નોના જવાબ આપે રાહુલ બાબા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ઓક્ટોબર: કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી હાલ સહાનુભૂતિના રાજકારણમાં લાગેલા છે. ઇન્દિરા ગાંધી અને તેમના પિતા રાજીવ ગાંધીની હત્યા પર લોકોની સહાનુભૂતિને વોટમાં ફેરવીને રાહુલ ફરી એકવાર કોંગ્રેસને સત્તા અપાવવા માંગે છે. પરંતુ તેમની આ નિવેદનબાજી હવે તેમના માટે જ મુસીબત બની ગઇ છે.

એટલું જ નહી ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગર રમખાણ પર સનીસનીખેજ નિવેદન આપી રાહુલ ગાંધી ખરાબ રીતે ફંસાય ગયા છે. રમખાણ પીડિતો સાથે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્ક હોવાની વાત કરી રાહુલ ગાંધી ટીકાકારોના ઘેરામાં આવી ગયા છે. વિપક્ષી દળ ભાજપ અને સાથી સપાએ તેમના વિરૂદ્ધ મોરચો ખોલી દિધો છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ મુજફ્ફરનગર રમખાણો પર આપેલા રાહુલ ગાંધીના નિવેદન બાદ તેમને માફી માંગવા માટે કહ્યું છે.

નરેન્દ્ર મોદીએ ઝાંસીની સભામાં પોતાના ભાથામાંથી કેટલાક એવા બાણ પણ છોડ્યા જે સીધા રાહુલ ગાંધીની છાતીમાં વાગ્યા છે. સ્પષ્ટ છે મોદી બોલે છે, શબ્દોના તાર જોડે છે. ઘણીવાર અનુપ્રાસ અલંકાર રચી નાખે છે તો લોકો સાંભળે છે. ઝાંસીમાં નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં રાહુલ ગાંધીને 10 પ્રશ્નો કર્યા હતા, જેનો જવાબ હવે રાહુલ ગાંધી આપી શકે છે કે નહી તે જોવાનું રહ્યું.

ISIને રોકવા માટે રાહુલ ગાંધીએ શું કર્યું?

ISIને રોકવા માટે રાહુલ ગાંધીએ શું કર્યું?

ઇન્દોરમાં રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મુજફ્ફરનગર રમખાણ બાદ પાકિસ્તાનની ખૂફિયા એજન્સી રમખાણ પીડિત યુવકોના સંપર્કમાં છે. રાહુલ ગાંધીના નિવેદન પર નરેન્દ્ર મોદીએ તેમને પ્રશ્ન કર્યો છે કે જો તમને આ જાણકારી છે તો તમે તેને રોકવા માટે શું કર્યું.?

ISI પર નિવેદનનો શું છે પુરાવો?

ISI પર નિવેદનનો શું છે પુરાવો?

નરેન્દ્ર મોદીએ પોતાની રેલી દ્વારા રાહુલ ગાંધી પર પ્રશ્ન કરતાં પૂછ્યું છે કે કોંગ્રેસના શહજાદા પાસે આ વાતનો શું પુરાવો છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી મુજફ્ફરનગરમાં રમખાણ પીડિત યુવકોના સંપર્કમાં છે?

રાહુલ ગાંધીને કેવી રીતે મળી જાણકારી?

રાહુલ ગાંધીને કેવી રીતે મળી જાણકારી?

નરેન્દ્ર મોદીએ ગુપ્ત જાણકારી પર પ્રશ્ન ઉપાડતાં કહ્યું કે જો રાહુલ ગાંધી પાસે આ વાતની જાણકારી છે તો તેમને કેવી રીતે મળી, જ્યારે તે ફક્ત એક સાંસદ છે. એવામાં રાજ્ય અને દેશ સાથે જોડાયેલી ગુપ્ત માહિતી તેમને કેવી રીતે મળી?

રાહુલ ગાંધી પાસે કેવી રીતે પહોંચી જાણકારી?

રાહુલ ગાંધી પાસે કેવી રીતે પહોંચી જાણકારી?

રાહુલ ગાંધીના અનુસાર તેમની પાસે આ જાણકારી ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળી છે. એવામાં નરેન્દ્ર મોદીએ ભારતના ગુપ્તચર વિભાગની ગોપનિયતા પર આંગળી ઉટઃઆવતાં કહ્યું હતું કે કોઇપણ એજન્સી આટલી મહત્વપૂર્ણ જાણકારી એક સાંસદને કેવી આપી શકે છે?

1984 રમખાણો પર રાહુલ ગાંધી મૌન કેમ?

1984 રમખાણો પર રાહુલ ગાંધી મૌન કેમ?

નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પ્રશ્ન કરતાં કહ્યું હતું કે જો રાહુલ ગાંધી રમખાણોની વાત કરે છે તો તે 1984ના સિખ રમખાણોની વાત કેમ નથી કરતા. સિખ રમખાણો પર મૌન કેમ?

દાદી-પપ્પાના મોત પર માંગી રહ્યાં છે વોટ

દાદી-પપ્પાના મોત પર માંગી રહ્યાં છે વોટ

નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર સહાનુભૂતિના રાજકારણનો આરોપ લગાવતાં કહ્યું હતું કે જો રાહુલ ગાંધી પોતાની દાદી ઇન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીના મોત પર આંસૂ વહાવી લોકો પાસે વોટ માંગી રહ્યાં છે તો તે 1984માં સિખ રમખાણોમાં મૃત્યું પામેલા લોકો પર મૌન કેમ છે. સિખ રમખાણોમાં મૃત્યું પામેલા લોકો પર તેમની આંખોમાંથી આંસુ કેમ નથી નિકળતા?

કોંગ્રેસે કરી હત્યાઓ

કોંગ્રેસે કરી હત્યાઓ

નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછતાં કહ્યું હતું કે શું 1984 સિખ વિરોધી રમખાણોમાં ઇન્દિરા ગાંધીની મોતનો બદલો લેવા માટે કોંગ્રેસીઓએ સિખોની હત્યાઓ કરી હતી?

સિખ રમખાણોમાં કોંગ્રેસીઓનું નામ

સિખ રમખાણોમાં કોંગ્રેસીઓનું નામ

રાહુલ પર આકરા સવાલ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના કેટલાક નેતાઓના નામ સિખ વિરોધી રમખાણોમાં સામેલ છે, એવામાં સિખોની મદદ માટે રાહુલ ગાંધીએ શું કર્યું છે?

સિખોની સુરક્ષા કેમ નહી?

સિખોની સુરક્ષા કેમ નહી?

રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોવાછતાં પણ 1984 રમખાણ દરમિયાન સિખોને સુરક્ષા કેમ ન આપવામાં આવી?

શું રાહુલ ગાંધી છે જવાબ?

શું રાહુલ ગાંધી છે જવાબ?

રાહુલ ગાંધીના ઇમોશન અત્યાચાર પર પ્રહાર કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ પોતાના આ ગુસ્સાનો જવાબ આપવો જોઇએ જેના કારણે 1984ના સિખ વિરોધી રમખાણોમાં હજારો સિખોની હત્યાઓ થઇ ગઇ.

English summary
BJP's prime ministerial candidate Narendra Modi continued to target Congress Vice President Rahul Gandhi, questioning him over the latter's claims on Pakistani intelligence agency ISI's role in Muzaffarnagar riots.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X