પડકારોનો સામનો કરવા માટે મોદીએ તૈયાર કર્યા 15 પ્લાન
નવી દિલ્હી, 26 મે: નરેન્દ્ર મોદી વડાપ્રધાન જઇ રહ્યાં છે. આજે સાંજે તે પીએમ પદની શપથ લેશે. પીએમ બનતાંની સાથે નરેન્દ્ર મોદીના ખભા પર ઘણી જવાબદારીઓ આવી જશે. નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલાં જે લોકોને વાયદા કર્યા હતા હવે તેને પુરા કરવાનો વાયદો સમય આવી ગયો છે. જે નરેન્દ્ર મોદી લહેરે રાજકીય હડકંપ મચાવી દેશની બાગડોર ભારતીય જનતા પાર્ટીના હાથમાં સોંપી દિધી હવે નરેન્દ્ર મોદીને તે લહેરની જેમ લોકોની આશાઓ પર ખરા ઉતરવાનું છે.
પીએમ બનવાની સાથે જ નરેન્દ્ર મોદીની જવાબદારીઓથી બંધાઇ જશે. એવામાં તેમની પાસે કેટલાક એવા પ્લાન છે જેથી તે લોકોને કરેલા પોતાના વાયદાને પુરી કરી તેમનો વિશ્વાસ જીતી શકે છે. તસવીરોના માધ્યમથી જોઇએ શું છે મોદીનો મેગા પ્લાન

પડકારોને કેવી રીતે પાર પાડશે મોદી
નરેન્દ્ર મોદી સૌથી પહેલો પડકાર છે દેશમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર અને ગોટાળાને રોકવા માટે નરેન્દ્ર મોદીએ ઇ-ગર્વેનેંસ યોજના શરૂ કરવાનું વિચાર્યું છે. નરેન્દ્ર મોદીનું માનવું છે કે ટેક્નોલોજીના ઉપયોગથી ભ્રષ્ટાચાર પર લગામ લગાવી શકાય છે.

નહી હોય બદલાનું રાજકારણ
નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર દરમિયાન ભલે વિરોધી પર પ્રહાર કરતાં હોય, પરંતુ વડાપ્રધાન બન્યા પછી તેમની વિચારધારા બદલાઇ ગઇ છે. તેમનું માનવું છે કે જનતા કોઇપણ સરકારને ગત સરકાર સાથે બદલો લેવાની ભાવના સાથે મોકલતી નથી.

દેશનું તાકતવર હોવું જરૂરી
નરેન્દ્ર મોદીનું માનવું છે કે દેશનું તાકાતવર હોવું જરૂરી છે. તેના માટે દેશના રક્ષા વિભાગને મજબૂત બનાવવું મોદીની પ્રાથમિકતાઓમાં છે. નરેન્દ્ર મોદીનું માનવું છે કે ભારતનું તાકાતવર હોવું જરૂરી છે પરંતુ કોઇ નબળાઇને દબાવવા માટે નહી પરંતુ પોતાની રક્ષા માટે.

નમીને નહી આંખો મિલાવીને થશે કામ
નરેન્દ્ર મોદીનું માનવું છે કે ભારતના કોઇપણ દેશને ભારતની તરફ આંખ બતાવવાની તક આપવી જોઇએ નહી. તેમનું માનવું છે કે બીજા દેશો સાથે સંબંધ એવા હોય કે તે આપણી સાથે આંખ મિલાવીને વાત કરે.

પાક સાથે મિત્રતાની વાતચીત થશે
નરેન્દ્ર મોદીનું માનવું છે કે સંઘર્ષનો રસ્તો યોગ્ય નથી એટલા માટે પાકિસ્તાનની સાથે પણ સારા સંબંધ બનાવવા પડશે. તેમનું માનવું છે કે બંને દેશોને મળીને કામ કરવું પડશે.

ચીન સાથે સંબંધમાં સુધાર
નરેન્દ્ર મોદી જ્યાં ચૂંટણી દરમિયાન ચીનની સાથે સંબંધોને લઇને નિશ્વિતપણે બોલતા હતા ત્યારે હવે તે ભારત-ચીનના સંબંધોને લઇને થોડા શાંત થઇ ગયા છે. નરેન્દ્ર મોદીનું માનવું છે કે ભારતના હિતોને સર્વોપરી માનતાં જ ચીન સાથે વાતચીત કરવી પડશે.

પોતાની સાથે થયેલા વર્તનનો અમેરિકાના સંબંધ પર અસર પડશે નહી
અમેરિકાની સાથે સંબંધોને લઇને નરેન્દ્ર મોદી ગંભીર છે. નરેન્દ્ર મોદીનું માનવું છે કે અમેરિકામાં સૌથી વધુ ગુજરાતી રહે છે અને અમેરિકાએ પણ ગુજરાતમાં રોકાણ કર્યું છે એટલા માટે સંબંધોમાં ખટાસની કોઇ વાત જ નથી.

બદલાશે નહી એફડીઆઇ પર નિતિ
એફડીઆઇને લઇને નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાતોરાત એફડીઆઇ પર નીતિ ક્યારેય બદલાશે નહી કારણ કે આમ કરવાથી જનતાને દગો આપવા જેવું છે.

ખતમ થશે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનું અંતર
નરેન્દ્ર મોદીનું માનવું છે કે જો કોઇ પણ રાજ્યનું સીએમ અને દેશના પીએમ ટીમની માફક કામ કરશે તો દેશ ખૂબ આગળ વધશે. નરેન્દ્ર મોદી રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેના અંતરને ઓછું કરવાનો પ્લાન તૈયાર કરી રહ્યાં છે જેથી દેશનો વિકાસ થઇ શકે.

કલમ 370 પર થશે ચર્ચા
નરેન્દ્ર મોદીનું માનવું છે કે લોકતંત્રમાં દરેક બાબત પર ચર્ચા થવી જોઇએ. નરેન્દ્ર મોદી શરૂઆતથી જ કલમ 370 પર ચર્ચાની વકિલાત કરી રહ્યાં છે.

પીઓકે પર પ્લાન
નરેન્દ્ર મોદી પાક અધિકૃત કાશ્મીરને ભારતનો ભાગ માને છે. તેમનું કહેવું છે કે પીઓકે ભારતનો ભાગ છે અને તેના પર ચર્ચાની જરૂરિયાત છે.

મહિલાઓનું થાય સન્માન
નરેન્દ્ર મોદી પોતાની ચૂંટણી ભાષાઓમાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવતાં રહ્યાં છે. તેમનું માનવું છે કે મહિલાઓને સુરક્ષા ન આપી શકવી આ દેશની માનવતા માટે કલંક છે એટલા માટે મહિલાઓને સુરક્ષા આપવી પ્રથમ પ્રાથમિકતા હશે.

મીડિયા બને તાકાતવર
નરેન્દ્ર મોદીની જીતમાં મીડિયા મહત્વપૂર્ણ ભાગ બન્યું છે. એટલા માટે નરેન્દ્ર મોદી મીડિયાને તાકાતવર બનાવવાની યોજના બનાવી રહ્યાં છે. નરેન્દ્ર મોદીનું માનવું છે કે દેશને તાકતવાર બનાવવામાં મીડિયાને ખૂબ મોટું યોગદાન હોય છે જેના માટે મીડિયાએ પોતે મજબૂત થવું પડશે.

સોશિયલ મીડિયાની તાકાત
નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયાને પોતાનું મુખ્ય હથિયાર માને છે. તેમનું માનવું છે કે દેશના યુવા ખૂબ ક્રિએટિવ છે જેના પર તેમને ગર્વ છે અને સોશિયલ મીડિયાની આ તાકાતનો ઉપયોગ દેશહિત માટે જરૂર કરવો જોઇએ.

ચૂંટણી માહોલની અસર કામ પર નહી
નરેન્દ્ર મોદીનું માનવું છે કે ચૂંટણીના માહોલ દરમિયાન કરવામાં આવેલી વાતોને કોઇ સ્થાઇ માનવી જોઇએ નહી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
