• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વર્ષ 2014માં રાજનીતિમાં ચમક્યા આ નવા ચહેરા

|

નવી દિલ્હી, વર્ષ 2014 રાજનૈતિક ઉથલ-પાથલ વાળુ રહ્યું. આ વર્ષ જ્યાં લોકસભા ચૂંટણીના પરિણામોએ ભારતીય જનતા પાર્ટીના સિતારાઓ બુલંદ કરી દીધા તો ત્યાં જ કોંગ્રેસના ડબ્બા ગુલ થઇ ગયા. લોકસભા ચૂંટણી બાદ આવેલા પરિણામોએ કોંગ્રેસનું સંપૂર્ણ રીતે ક્લીન સ્વીપ કરી દીધું.

ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે લોકસભાની ચૂંટણી લડી અને એકલા હાથે 282 બેઠકોનો આંકડો પાર કરી કેન્દ્રમાં પોતાની સુદ્રઢ સરકાર બનાવી લીધી. આ વર્ષે ઘણા નવા ચહેરાઓએ રાજનીતિમાં પગરણ કર્યું. આ વર્ષે જે ચહેરાઓ સૌથી વધારે ચમક્યા તેમાંથી કેટલાંક અંગે અમે આપને જણાવી રહ્યા છીએ.

આવો એક નજર કરીએ 2014માં રાજનીતિમાં પગરણ કરનારા નેતાઓ પર....

ભાજપની સાથે રાજનીતિની શરૂઆત

ભાજપની સાથે રાજનીતિની શરૂઆત

બોલીવુડ અભિનેત્રી કિરણ ખેરે ભાજપની સાથે રાજનીતિક જીવનની શરૂઆત કરી અને તેમણે ચંદીગઢથી ચૂંટણી લડ્યા હતા. તેમણે આમ આદમી પાર્ટીની ઉમેદવાર ગુલ પનાગ, કોંગ્રેસના પવન કુમાર બંસલને 69,000થી પણ વધારે વોટોથી હરાવ્યા હતા.

પ્રથમ ચૂંટણી જીત્યા પરેશ રાવલ

પ્રથમ ચૂંટણી જીત્યા પરેશ રાવલ

ભાજપની સાથે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા અભિનેતા પરેશ રાવળ અમદાવાદ ઇસ્ટથી ચૂંટણી જીતી ગયા.

વસુંધરા રાજેની પુત્રવધુ નિહારિકા રાજે

વસુંધરા રાજેની પુત્રવધુ નિહારિકા રાજે

વસુંધરા રાજેની પુત્રવધુ નિહારિકા રાજે ગઇ ચૂંટણીમાં કેટલાંક સ્થળો પર રાજેની સાથે ગઇ હતી પરંતુ આ વખતે તેમણે ધૌલપુરમાં મોરોલી, બસેડીમાં તાજપુર, હિંડોનમાં મહમપુરા અને ટોડાભીમમાં મૂંડિયામાં એકલા સભાઓ કરી.

પિતાના બદલે લડી ચૂંટણી

પિતાના બદલે લડી ચૂંટણી

યશવંત તેમના માટે મેનેજરની ભૂમિકામાં છે. યશવંતે ઉંમરનું બહાનું કરીને ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો, તો જયંતનો ચૂંટણી લડવાનો માર્ગ મોકળો બની ગયો. આઇઆઇટી અને હાવર્ડ જેવી સંસ્થાઓમાંથી અભ્યાસ કર્યો છે.

સિંગરમાંથી મળ્યા મંત્રી

સિંગરમાંથી મળ્યા મંત્રી

લોકસભા ચૂંટણીમાં બંગાળમાં ભાજપની જીત મુશ્કેલ જ નહીં અશક્ય દેખાતી હતી, પરંતુ બાબુલ સુપ્રિયો બંગાળમાં ઇતિહાસ રચી તેઓ યુવા શક્તિનો ચહેરો બની ચૂક્યા છે.

આપની સાથે માન

આપની સાથે માન

સંગરૂરથી આમ આદમી પાર્ટીના ભગવત માને પાર્ટીને જીત અપાવી. તેઓ પંજાબથી એકલા આપના વિજયી ઉમ્મેદવાર છે.

આપની પનાગ

આપની પનાગ

બોલીવુડના સૌથી ક્યૂટ ડિંપલવાળી અભિનેત્રી અને પૂર્વ મિસ ઇન્ડિયા ગુલ પનાગે રાજનીતિમાં પોતાનું પગરણ કરી દીધું છે. અભિનેત્રી ગુલ પનાગ આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચંદીગઢથી ચૂંટણી લડ્યા, પરંતુ તેઓ હારી ગયા.

ભાજપમાં ના ગળી દાળ

ભાજપમાં ના ગળી દાળ

બોલીવુડની આઇટમ ગર્લ રાખી સાવંત રાજનીતિમાં ખૂબ જ ઝડપથી ભાગી રહી છે. લોકસભા ચૂંટણીથી પહેલા રાખી ભાજપની બેટી બનીને દિલ્હી સુધી પહોંચી ગઇ હતી, પરંતુ જ્યારે ભાજપમાં વાત ના બની તો રાખીએ રાષ્ટ્રીય આમ પાર્ટીના નામથી પોતાની અલગ પાર્ટી બનાવી.

બિહારની રાજનીતિમાં ઉતરી મીસા

બિહારની રાજનીતિમાં ઉતરી મીસા

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મોટી દિકરી મીસા ભારતીએ વર્ષ 2014માં લોકસભા ચૂંટણીની સાથે પોતાના રાજનૈતિક કરિયરની શરૂઆત કરી.

મોદી સરકારમાં બન્યા મંત્રી

મોદી સરકારમાં બન્યા મંત્રી

સેનામાંથી નિવૃત્ત કર્નલ અને પૂર્વ ઓલંપિયન રાજ્યવર્ધન સિંહ માટે પણ 2014નું વર્ષ ભાગ્યશાળી રહ્યું. રાજ્યવર્ધન સિંહ રાઠોડે જયપુર ગ્રામીણથી લોકસભાની ચૂંટણી લડી અને જીત હાસલ કરી.

મોદીએ બતાવ્યો આમની પર વિશ્વાસ

મોદીએ બતાવ્યો આમની પર વિશ્વાસ

સેનાધ્યક્ષ પદથી નિવૃત્ત થયા બાદ જનરલ વીકે સિંહે રાજનીતિમાં ઝંપલાવ્યું. વીકે સિંહે ભાજપનો હાથ પકડીને પોતાના રાજનૈતિક કરિયરની શરૂઆત કરી, અને ગાઝિયાબાદ બેઠકથી ચૂંટણી જીતી.

રાજનીતિમાં પ્રથમ પગલું

રાજનીતિમાં પ્રથમ પગલું

બોલીવુડ અને બાંગ્લા અભિનેત્રી મુનમુન સેને પણ સામાન્ય ચૂંટણી 2014માં રાજનીતિમાં પગરણ કરી દીધું છે. તેમણે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા.

English summary
2014 is the year of political changes. Many New Political faces came into light. Here is the list of few New political faces of the year 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more