For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News in Pics: તસવીરો જૂઓ આ સપ્તાહની ઝલક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 ઑગસ્ટઃ તેલંગણા અને દુર્ગા શક્તિ. દેશમાં આ બન્ને આ સપ્તાહમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યા. દુર્ગા શક્તિ એ આઇએએસ અધિકારીનું નામ છે, જેને અખિલેશ યાદવના કથિત રીતે ખનન માફિયાઓના દબાણમાં આવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. નોએડાથી ઉઠેલી આ ચિંગારી આખા દેશમાં ફેલાઇ અને સપા સરકારની ચારેકોર થૂ-થૂ થવા લાગી. સૌથી મોટી બદનામી તો ત્યારે થઇ જ્યારે સપા નેતા નરેન્દ્ર ભાટીએ એમ કહ્યું કે, તેમણે માત્ર 41 મીનીટમાં દુર્ગા શક્તિને સસ્પેન્ડ કરાવી દીધા. દેશભરમાં યુવાઓ વચ્ચે ચર્ચા એ વાતની થઇ રહી છે કે, શું નેતા બનવા માટે કોઇ ક્રાઇટએરિયા નિર્ધારિત કરવા જોઇએ.

બીજો વિષય તેલંગણા છે, જેને અલગ રાજ્ય તરફથી કેન્દ્રએ લીલી ઝંડી મળી ગઇ. આ નિર્ણયથી જ્યાં તેલંગણાના લોકો ખુશ છે, તો તટીય આંધ્ર પ્રદેશના લોકો નાખુશ છે. અડધાથી વધુ લોકો નથી ઇચ્છતા કે, રાજ્યના ભાગલા પડે. આ કારણ છે કે, તેલંગણા, રાયલસીમા અને સીમાંધ્રા ક્ષેત્રોમાં આ સપ્તાહ જોરદાર વિરોધ થયો. રાજીવ ગાંધી સહિત ગાંધી પરિવારના અનેક દિવંગત સભ્યોની મૂર્તિઓ તોડી નાંખી.

ઉત્તર પ્રદેશમાં રમજા જુલૂસ દરમિયાન હિંસક ઝડપ, વારાણસી, અલ્હાબાદ, શ્રાવસ્તી દેવરિયા સહિત અનેક જિલ્લામાં પૂરનું સંકટ, જમ્મૂ કાશ્મિરમાં હિંસા, બોર્ડર પર આતંકવાદીઓ સાથે અથડામણ મોટી સમાચારોના રૂપમાં સામે આવી. આ ઉપરાંત આમ આદમી પાર્ટીને ચૂંટણી ચિન્હના રૂપમાં ઝાડૂ મળ્યું તો લોકોએ કહ્યું કે આ ઝાડૂથી કેજરીવાલ ભ્રષ્ટાચારનો સફાયો કરશે. દેશમાં રાજકીય દળોમાં આરટીઆઇના દાયરામાં લેવાની સાથે જ સીબીઆઇને સરકારના દાયરામાં જ રહેવું પડશે તે ખાસ રહ્યું. ઉત્તરાખંડમાં એસટીએમ વહ્યા, નવા રાજ્યોની રચનામાં બંગાળ અને અસમની હિંસા થઇ. જેએનયૂમાં બિહારના એક છાત્રને કક્ષામાં ઘૂસીને એક છાત્રા પર હુમલો કર્યો અને પોતે પણ આત્મહત્યા કરી લીધી.

દીવા 2013

દીવા 2013

બેંગ્લોરમાં રીજનલ ઓડીટોરિયમમાં ઇન્ડિરુન દીવા 2013નું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશભરની મોડલ્સે ભાગ લીધો.

સ્વતંત્રતા દિવસની તૈયારી

સ્વતંત્રતા દિવસની તૈયારી

દેશમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ વાત આ તસવીરને જોઇને સ્પષ્ટ થઇ જાય છે, જેમાં બાળકો ભારત માતાનો જય કરતા તિંરગા સાથે દોડી રહ્યાં છે.

જલમગ્ન હનુમાન મંદિર

જલમગ્ન હનુમાન મંદિર

અલ્હાબાદમાં પૂરનું જોખમ તોળાઇ રહ્યું છે. જોઇએ નદીના કિનારે બનેલુ હનુમાન મંદિર જલમગ્ન થઇ ગયું હતું.

ગંગા નદીમાં વધ્યુ પાણીનું સ્તર

ગંગા નદીમાં વધ્યુ પાણીનું સ્તર

વારાણસીમાં પૂરનો કહેર ત્યારે જોવા મળ્યો જ્યારે ગંગા નદીમાં પાણીનું સ્તર વધ્યું અને એક કાર ડુબી ગઇ.

સાવરણીનું વેચાણ વધી ગયું

સાવરણીનું વેચાણ વધી ગયું

આમ આદમી પાર્ટીને ચૂંટણી ચિન્હ સાવરણી મળી તો દિલ્હીમાં સાવરણીનું વેચાણ અચાનક વધી ગયું, કારણ કે હવે દરેક આમ આદમી રસ્તા પર સાવરણી લઇને ચાલી રહ્યો છે.

તીજ ફેસ્ટીવલ

તીજ ફેસ્ટીવલ

અમૃતસરમાં આયોજિત તીજ ફેસ્ટિવલમાં યુવતીઓએ ગિદ્દા નૃત્ય પ્રસ્તુત કર્યું. શ્રાવણના આ ત્હોવારમાં યુવતીઓ જુસ્સા સાથે નાંચી.

શાહરૂખ ખાન દરેક સ્થળે લુંગીમાં

શાહરૂખ ખાન દરેક સ્થળે લુંગીમાં

બૉલીવુડ અભિનેતા શાહરૂખ ખાન આજસુધી દરેક સ્થળે લુંગીમાં જોવા મળી રહી છે, કારણ કે તેમની ચેન્નાઇ એક્સપ્રેસ આગામી સપ્તાહે સ્ટેશનમાંથી છૂટવાની છે.

જુમાત અલ વિદાની નમાજ

જુમાત અલ વિદાની નમાજ

દિલ્હીમાં જામા મસ્જિદ પર રામજાન દરમિયાન જુમાત અલ વિદાની નમાજ અદા કરતા મુસ્લિમ.

આંધ્ર પ્રદેશમાં ભડકો

આંધ્ર પ્રદેશમાં ભડકો

તેલંગણાને અલગ રાજ્ય બનાવવાની મંજૂરી મળ્યા બાદ આંધ્ર પ્રદેશમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. દરેક સ્થળે વિરોધ પ્રદર્શન, તોડફોડ અને આગ લગાડવાની ઘટનાઓ બની રહી છે. દક્ષિણ તરફથી આવનારી તમામ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે.

શ્રીનગરમાં બબાલ

શ્રીનગરમાં બબાલ

કુદ્સ દિવસને લઇને જમ્મૂ-કાશ્મીરમાં સરકાર વિરુદ્ધ મોટી બબાલ થઇ. હિંસા ભડકી અને લોકોએ જોરદાર હંગામો કર્યો.

ઘુસણખોરીના પ્રયત્નો

ઘુસણખોરીના પ્રયત્નો

આ સપ્તાહ સરહદ પર અનેક ગોળીબાર થયો. પાકિસ્તાની આતંકવાદીઓએ ઘુસણખોરીનો પ્રયત્ન કર્યો, પરંતુ આપણા જાબાજ સૈનિકોએ તેમને ખદેડી મુક્યા.

મંદિર ડુબી ગયા

મંદિર ડુબી ગયા

નાસિકમાં ગંગા-ગોદાવરી મંદિરમાં ભારે વરસાદના કારણે મંદિર ડુબી ગયા, વરસાદ આખા મહારાષ્ટ્રમાં પડી રહ્યો છે.

તેલંગણા વિરુદ્ધ પ્રદર્શન

તેલંગણા વિરુદ્ધ પ્રદર્શન

તિરુપતિમાં તેલંગણા વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન કેન્દ્ર સરકાર પુતળા સળગાવવામાં આવ્યા.

ગંગા નદીનું સ્તર વધ્યુ

ગંગા નદીનું સ્તર વધ્યુ

ગંગા નદીનું જલસ્તર વધ્યુ, જેના કારણે અલ્હાબાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા અને ઘરો તબાહ થઇ ગયા.

ગંગા નદી બની તોફાની

ગંગા નદી બની તોફાની

વારાણસીમાં ગંગા નદીમાં પાણીનું સ્તર વધ્યુ છે, જેના કારણે અનેક સ્થળોમાં હાલાત બેકાબુ હોવાનું જણાઇ રહ્યું છે.

લખનઉમાં રમજાનમાં જુલૂસ દરમિયાન રમખાણ

લખનઉમાં રમજાનમાં જુલૂસ દરમિયાન રમખાણ

લખનઉમાં રમજાનમાં જુલૂસ સમયે રમખાણ થયા, જેના કારણે પોલીસે લાઠીચાર્જ અને આંસૂ ગેસના ગોળા છોડવા પડ્યા.

લખનઉમાં રમખાણ

લખનઉમાં રમખાણ

લખનઉમાં રમજાનના જુલૂસ દરમિયાન રમખાણ ભડકી ગયા હતા.

કુરનૂલમાં રાજીવ ગાંધએ મૂર્તિ તોડી

કુરનૂલમાં રાજીવ ગાંધએ મૂર્તિ તોડી

કુરનૂલમાં રાજીવ ગાંધીની મૂર્તિ તોડતી વખતે આ વ્યક્તિની અંદર તમને તેલંગણાના વિરોધમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.

જુમાત ઉલ વિદાની નમાજ

જુમાત ઉલ વિદાની નમાજ

શ્રીનગરમાં રમજાન દરમિયાન જુમાત ઉલ વિદાની નમાજ અદા કરતા મુસ્લિમ.

જુમાત ઉલ વિદા

જુમાત ઉલ વિદા

શ્રીનગરમાં રમજાન દરમિયાન જુમાત અલ વિદાની જમાન અદા કરી રહેલા મુસ્લિમો.

નમાજ

નમાજ

જયપુરમાં રમજાન દરમિયાન જુમાત ઉલ વિદાની નમાજ અદા કરતા મુસ્લિમો.

જુમાત ઉલ વિદા

જુમાત ઉલ વિદા

હૈદરાબાદમાં ચારમિનાર પાસે રમજાન દરમિયાન જુમાત ઉલ વિદાની નમાજ અદા કરતા મુસ્લિમો.

પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં પૂર

પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં પૂર

પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં પૂરની સ્થિતિ ઘણી ગંભીર થઇ ગઇ, જેના કારણે સેંકડો ગામો પાણીમાં ડુબી ગયા.

મિદનાપુરમાં પૂર

મિદનાપુરમાં પૂર

પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં પૂરની સ્થિતિ છે, જેના કારણે અનેક ગામો પાણીમાં ડુબી ગયા છે.

મોદક સાગર ઝીલ

મોદક સાગર ઝીલ

મુંબઇ, મોદક સાગર ઝીલ, જેનાથી આખા મુંબઇમાં જલની સપ્લાઇ થાય છે, જેમાં પાણી ઓવરફ્લો થઇ ગયું.

રમજાનના 21મા દિવસે પથ્થરમારો

રમજાનના 21મા દિવસે પથ્થરમારો

એક અથડામણ દરમિયાન રમજાનના 21મા દિવસે પથ્થરમારો કરી રહેલા લોકો.

ભુવનેશ્વરમાં પૂર

ભુવનેશ્વરમાં પૂર

ભુવનેશ્વર પાસે સ્થિત એક બેલિયંટાલા ગામના લોકો પૂરના પાણીમાંથી પસાર થઇ રહેલા લોકો.

પાણીમાંથી પસાર થતો આમ આદમી

પાણીમાંથી પસાર થતો આમ આદમી

માનેરના હલ્દી છપરામાં એક માણસ પૂરના પાણીમાંથી થઇને સુરક્ષિત સ્થાન પર જઇ રહ્યો છે.

પૂરમાંથી પસાર થતા માણસો

પૂરમાંથી પસાર થતા માણસો

માનેરના હલ્દી છપરામાં પાણીના પૂરમાંથી પસાર થઇને સુરક્ષિત સ્થળે જઇ રહેલા માણસો.

ફતેહગઢ સાહિબ

ફતેહગઢ સાહિબ

ફતેહગઢ સાહિબ- સરહિંદના પંજાબ રોડવેની એક બસ ભાકરા કેનાલમાં પડ્યા બાદ બચાવ કાર્ય કરતા લોકો.

હજરત અલીની શહાદત

હજરત અલીની શહાદત

રમજાનના 21માં દિન હજરત અલીની શહાદત અવસરે મોહમ્મદ સાહબને યાદ કરતા શ્રદ્ધાળુ.

રમજાનનો 21મો દિવસ

રમજાનનો 21મો દિવસ

રમજાનનો 21મો દિવસ હજરત અલીની શહાદતની તકે મોહમ્મદ સાહબને યાદ કરી રહેલા શ્રદ્ધાળુ.

ગંગામાં પૂર

ગંગામાં પૂર

ગંગામા પૂર આવવાના કારણે અલ્હાબાદનો એક મોટુ હનુમાન મંદિર પાણીમાં ઘેરાઇ ગયું.

ભોપાલમાં પ્રદર્શન

ભોપાલમાં પ્રદર્શન

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પર પાણીના ફુવારા મારીને રાજભવન સામેથી હટાવતા પોલીસકર્મી. કાર્યકર્તા વિશ્વવિદ્યાલયોમાં કુલપતિઓની નિયુક્તિમાં થયેલા ભ્રષ્ટાચારનો વિરોધ કરી રહ્યાં હતા.

લખનઉમાં રમખાણ

લખનઉમાં રમખાણ

લખનઉમાં રમખાણની એક ઝલક.

ગંગાજળ ભરતા કાંવડિયા

ગંગાજળ ભરતા કાંવડિયા

હરિદ્વાર, ભગવાન શિવનો અભિષેક કરવા માટે ગંગાજળ ભરતા કાંવડિયા.

કાંવડિયા

કાંવડિયા

ભગવાન શિવનો અભિષેક કરવા માટે જઇ રહેલા ગંગાજળ ભરી રહેલા કાંવડિયા.

ઇમરાન ખાન અને સોનમ કપૂર

ઇમરાન ખાન અને સોનમ કપૂર

બૉલીવુડ અભિનેતા ઇરમાન ખાન અને સોનમ કપૂર સ્ટાર ડસ્ટ મેગેઝીનને લોન્ચ કર્યું.

રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ

રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ

મુંબઇમાં એક કોલેજ ફંક્શન દરમિયાન એવરેસ્ટ પર ચઢનારા ગુરિબદલ સિંહને સન્માનિત કરતા પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ.

પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ

પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ

મુંબઇ સ્થિત એક કોલેજ ફંક્શન દરમિયાન એવરેસ્ટ પર ચઢનારા ગુરિબદલ સિંહને સન્માનિત કરી રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે એબ્દુલ કલામ.

તૃમમૂલ કોંગ્રેસ

તૃમમૂલ કોંગ્રેસ

પશ્ચિમ બંગાળના બીરહમ જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર પંચાયત ચૂંટણીમાં જીત્યા બાદ જશ્ન મનાવતા કાર્યકર્તા.

અકસ્માત

અકસ્માત

અકસ્માતમાં સંપૂર્ણ પણે ક્ષતિગ્રસ્ત ટ્રક પાસે ઉભા રહેલા લોકો.

શ્રીનગર

શ્રીનગર

પાવર ડેવલોપમેન્ટ વિભાગના શ્રમીકોને પણી બોછાર મારીને હટાવતા પોલીસકર્મીઓ.

બાળકના માથા પર ચંદન

બાળકના માથા પર ચંદન

મિર્જાપુરમાં શ્રાવણના પવિત્ર મહિનામાં ગંગા સ્નાન બાદ એક બાળક માથા પર ચંદનનો પાઉડર લગાવતી એક મહિલા.

બાઇક પર ઘુમતો ઇમરાન

બાઇક પર ઘુમતો ઇમરાન

મુંબઇમાં ઇમરાન ખાન આજકાલ બાઇક પર ફરી રહ્યો છે. આ દરમિયાન શુક્રવારની સાંજે ઇમરાન એક ઇફ્તાર પાર્ટીમાં કંઇક આ રીતે પહોંચ્યો.

અમદાવાદમાં વરસાદ

અમદાવાદમાં વરસાદ

શનિવારે અમદાવાદમાં ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

બેંગ્લોરમાં ભારતીય હોકી ટીમ

બેંગ્લોરમાં ભારતીય હોકી ટીમ

બેંગ્લોરમાં ભારતીય હોકી ટીમ-પ્રશિક્ષણ કેમ્પમા ભાગ લઇ રહેલા ખેલાડીઓ.

English summary
If you talk about India this week IAS Durga Shakti Nagpal and Telangana were the hot topics of the country. Including these check out more news in Pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X