એક નહીં અધધ 500 લગ્ન, જાણો ભારતના એ રાજા વિશે જેને લગ્ન કરવાનો નવો રેકોર્ડ બનાવી દીધો
રાજા-મહારાજાઓ વિશે કહેવાય છે કે તે ગમે ત્યારે ગમે તે કન્યાઓ સાથે લગ્ન કરી લેતા હતા. ભારતના રાજાઓમાં આવુ ઘણી વખત જોવા મળ્યુ છે. આપણે ભારતના આવા જ એક રાજા વિશે વાત કરી રહ્યા છીએ.
ભારતમાં 100 લગ્નો કરનારા ઘણા લોકો જોવા મળે છે પરંતુ આ રાજાએ તેની લાઈફમાં 500 પત્નીઓ સાથે લગ્ન કર્યા. જો કે તેની ત્રણ મુખ્ય રાણીઓ હતી.

આપણે જે રાજાની વાત કરી રહ્યા છીએ તે મગધ સામ્રાજ્યના સમ્રાટ બિંબિસાર હતા. તેમણે જ હર્યક વંશની સ્થાપના કરી હતી. બિંબિસારના શાસન વિશે વાત કરીએ તો તે 558 બીસીથી 491 બીસી સુધી સત્તામાં રહ્યા.
ઈતિહાસમાં બિંબિસારને શ્રેણિક નામથી પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે અગાઉ તે બૌદ્ધ ધર્મના અનુયાયી હતા પરંતુ છેલ્લી ક્ષણે તેમની પત્ની ચેલ્લામાના ઉપદેશોથી પ્રભાવિત થઈને તેમણે જૈન ધર્મ અપનાવ્યો.
બિંબિસારને ત્રણ મુખ્ય પત્નીઓ હતી. તેમની પ્રથમ પત્ની ચેલ્લામા હતી. બીજી મુખ્ય પત્ની ખેમા અને ત્રીજી મુખ્ય પત્ની કોશલા દેવી હતી. ઘણા ઇતિહાસકારો માને છે કે બિંબિસારે તેમના જીવનકાળમાં 500 થી વધુ લગ્ન કર્યા હતા.
બૌદ્ધ ગ્રંથ મહાવગ્ગા અનુસાર, બિંબિસારે તેના જીવનકાળ દરમિયાન લગભગ 500 રાજકુમારીઓ સાથે લગ્ન કર્યા હતા. તેમણે પોતાના સામ્રાજ્યને વિસ્તારવા માટે આ કર્યું હતું.
સમ્રાટ બિંબિસારના ધર્મ પરિવર્તનની વાત કરીએ તો તેઓ શરૂઆતથી જ બૌદ્ધ ધર્મમાં માનતા હતા. તેમણે આ ધર્મનો પ્રચાર કરવામાં કોઈ કસર છોડી નથી. બિંબિસારે ગૌતમ બુદ્ધને પહેલીવાર પાંડવ પર્વતની નીચે જોયા હતા અને તેમના મહેલમાં આમંત્રણ આપ્યું હતું.
જો કે, ગૌતમ બુદ્ધે તેમનું આમંત્રણ સ્વીકાર્યું નહીં અને પોતાના માર્ગ પર આગળ વધ્યા. આ પછી બિંબિસારે બૌદ્ધ ધર્મના પ્રસાર માટે શક્ય તેટલું કર્યું. આ સમય દરમિયાન તે ચેલ્લામાને મળ્યા જે પાછળથી તેની પત્ની બની.
ચેલમ્મા જૈન ધર્મમાં માનતી હતી અને ધર્મના ઉપદેશો દરરોજ વાંચતી હતી. સમ્રાટ બિંબિસાર આ ઉપદેશોથી એટલા પ્રભાવિત થયા કે તેમણે જૈન ધર્મ સ્વીકાર્યો અને બાદમાં તેમની રાજધાની મગધથી ઉજ્જૈનમાં સ્થળાંતર કરી દીધી.












Click it and Unblock the Notifications
