
Pics: ચીયરલીડર્સના ગોરા બદનની 'કાળી' હકિકત
બેંગ્લોર, 5 મે: કહેવામાં આવે છે જ્યારે ક્રિકેટમાં ગ્લેમરનો તડકો લાગ્યો, તેની લોકપ્રિયતામાં ઝડપથી વિકાસ શરૂ થઇ ગયો. આજે જમાનો છે ધન, નામના અને ચીયર્સનો. મંડે હોય કે સંડે, આઇપીએલ હોય કે વનડે, આજે ક્રિકેટ આધુનિકતાની તે ચાસણીમાં ડૂબી ચૂકી છે, તેનો સ્વાદ મીઠો જ નહી, પરંતુ આકરો પણ છે. આજે વાત કરીએ ચીયર્સલીડર્સની. જી હાં તે જ ચીયરલીડર્સ જે સોનેરી તનને લહેરાવીને ક્રિકેટપ્રેમીઓને રોમાંચિત કરી દે છે.
ચીયરલીડિંગ ક્યાંથી, ક્યારે અને કેવી રીતે શરૂ થઇ. શું છે આ ગ્લેમર અવતારના શરૂ થવાનું કારણો. કેમ વધતો ગયું ચીયરલીડિંગનું ચલણ. આ સોનેરી સચ્ચાઇઓને જાણવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ અને જાણો એવી હકિકત, જેને સાંભળીને તમે 'ચીયર્સ' કહ્યા વિના રહેશો નહી-

અહીં સૌથી પહેલાં આવી ચીયરલીડર્સ
ચીયરલીડર્સના નામથી તો હવે દરેક પરિચિત છે. ક્રિકેટમાં માત્ર ટ્વેંટી-ટ્વેંટીની રમતોમાં ચીયરલીડર્સનો ઉપયોગ કરે છે. તેની શરૂઆત દક્ષિણ આફ્રીકાથી થઇ હતી. દુનિયામાં ચીયરલીડર્સ દ્વારા કોઇ ટીમનો ઉત્સાહ વધારવાનો ઇતિહાસ લગભગ 11 વર્ષ જૂનો છે. દક્ષિણ આફ્રીકામાં આયોજિત પહેલાં ટ્વેંટી-ટ્વેંટી વર્લ્ડકપ દરમિયાન ચીયરલીડર્સનો પ્રયોગ શરૂ થયો હતો.

વિવાદોથી લીડર્સ-ચીયરલીડર્સ
ટી-ટ્વેંટી ક્રિકેટમાં ચીયરલીડર્સની શરૂઆત બાદ ખૂબ વિવાદ થયો હતો પરંતુ હવે આ ક્રિકેટનો મહત્વપૂર્ણ અને રસપ્રદ ભાગ બનતી જાય છે. હવે તો દર્શકોનો મોટો વર્ગ મેચ નહી, બસ તેમને જોવા માટે જાય છે.

રમતોની 'સુંદરીઓ'
બેંગ્લોરમાં જ્યારે વિજય માલ્યાની વેરસિટી ચીયરલીડર્સ ગ્રુપની સુંદરીઓએ રોડ પર પરેડની તો લોકો તેમને જોવા માટે ઉત્સાહિત થઇ ઉઠ્યા. આઇપીએલ 2008માં માલ્યાએ અમેરિકા વ્હાઇટચીફ ગ્રુપની ચીયરલીડર્સને મેચો દરમિયાન મનોરંજન માટે બોલાવી.

દિલ્હીએ બતાવી દિલેરી
આઇપીએલના પ્રથમ સત્રમાં ચીયરલીડર્સની ભાવ-ભંગિમાઓ પર ખૂબ બબાલ મચી હતી. દિલ્હી ડેયરડેવિલ્સે ચાલુ સત્રમાં પોતાની ચીયરલીડર્સને પરત મોકલી દિધી હતી.

...અહીં સુધી પહોંચી ગઇ હતી વાત
એક વિદેશી ચીયરલીડરે આરોપ લગાવ્યો હતો કે ભારતીય દર્શક ખૂબ વંશીય ટિપ્પણી કરે છે. બે અશ્વેત ચીયરલીડર્સે પોતાના ફ્રેંચાઇઝી પર જ આરોપ લગાવ્યો કે તેમને ફક્ત એટલા માટે તક ન મળી કારણ કે તે અશ્વેત છે. આ ઉપરાંત નૈતિકતાના ઝંડા રસ્તા પર ઉતરી આવ્યા હતા.

દરેક રમતમાં હશે ચીયરલીડિંગ
હવે દેશમાં ક્રિકેટની માફક અન્ય ભારતીય રમતોમાં પણ ચીયરલીડર્સનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આજે 97 ટકા ચીયરલીડર્સ મહિલાઓ જ હોય છે. આજે બાસ્કેટબોલ, આઇસહૉકી, રગ્બી, અમેરિકન ફુટબોલ અને હવે ટ્વેંટી ટ્વેંટી ક્રિકેટમાં ચીયર્સલીડર્સનો પ્રયોગ થાય છે.