Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પાકિસ્તાની ચા વાળા પછી સોશિયલ મીડિયા પર છવાયો બાંગ્લાદેશી મજૂર

થોડા સમય પહેલા પાકિસ્તાની ચા વાળાનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. તેના થોડા સમય પછી તેને મોડલિંગ કરવાની તક પણ મળી હતી.

થોડા સમય પહેલા પાકિસ્તાની ચા વાળાનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. તેના થોડા સમય પછી તેને મોડલિંગ કરવાની તક પણ મળી હતી. એ જ રીતે બાંગ્લાદેશી મજૂરનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. કૅમેરાને લીલી સુંદર આંખોથી જોતો આ વ્યક્તિ કદાચ જાણતો પણ નથી કે કેવી રીતે સમગ્ર દુનિયામાં તેની સુંદરતાની ચર્ચા થઇ ગઈ છે.

આ પણ વાંચો: ભારતીયનો કમાલ, લંડનમાં પોલીસ હેડક્વાર્ટરને બનાવી હોટલ, રોજ 9 લાખ વસુલશે

પરફેક્ટ ફોટો લેવામાં થઇ મુશ્કેલી

પરફેક્ટ ફોટો લેવામાં થઇ મુશ્કેલી

આ ફોટો કુઆલાલંપુરના ફોટોગ્રાફર એબેદનમૂંગએ ક્લિક કર્યો છે. તેમણે ફોટોને ટ્વિટ કર્યો અને કૅપ્શનમાં લખ્યું: "આ સુંદર વ્યક્તિ ખૂબ શરમાળ હતો. તેને ફોટો ક્લિક કરતા સમયે તેને ક્યાં જોવાનું છે તે તેને સમજાતું ન હતું. કદાચ આ ફોટા ફોન દ્વારા ખેંચવામાં આવી રહ્યા હતા તેથી જ. મેં ઘણી વખત કૅમેરા તરફ ધ્યાન દોર્યું, ઘણા શોટ ખરાબ પણ આવ્યા. અંતે તેણે કૅમેરા તરફ જોયું અને મેં એક ફોટો લઇ લીધો. છે ને સુંદર?

લોકો ફોટાની ખુબ પ્રશંસા કરી રહ્યા છે

ફોટોગ્રાફર અબેદનમંગુ 21 માર્ચ, 2019 ના રોજ તેના Twitter પર ફોટો શેર કર્યો હતો. ત્યારથી તેને 24,500 વખત રીટ્વીટ કરવામાં આવ્યો છે અને 68,700 લોકોએ તેને લાઈક કર્યો છે. કોઈ મજૂરની સુંદરતાની પ્રશંસા કરી રહ્યું છે તો કોઈ ફોટોગ્રાફરની. હાલમાં આ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ છવાઈ છે.

ફોટો જોઈ અફઘાની છોકરી શરબત ગુલા યાદ આવે છે

વર્ષ 1984 માં, શરબત ગુલા નામની છોકરીની એક ફોટોગ્રાફ નેશનલ જિયોગ્રાફિક મેગેઝિનના કવર પર લગાવામાં આવી હતી. લીલી આંખો, વિખરાયેલા વાળ અને તેના માથા પર લાલ રંગના સ્કાર્ફમાં કોઈ શરબત ગુલાને જોઈને કોઈ પણ તેને ભગવાનની ભવ્ય કળા કહેશે. તે જ શરબત ગુલા વર્ષ 2002 માં 30 વર્ષની ઉંમરે મળી હતી તો પણ તેટલી જ સુંદર. તેમના ફોટાઓએ ઘણા લોકોના દિલ જીત્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X