For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અત્યાર સુધીના સૌથી અનોખા અને વિચિત્ર સ્માર્ટફોન પર એક નજર

|
Google Oneindia Gujarati News

આપ વિચારી રહ્યા હશો કે શું કોઇ સ્માર્ટફોન કદરૂપો પણ હોઇ શકે છે, એક સમય હતો જ્યારે મોટોરોલાનો રેજર પોતાની સ્લીક ડિઝાઇન, ક્રોમ ફિનિશિંગ અને ફોલ્ડેબલ સ્ક્રીન માટે જાણીતો હતો પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો, તેમ તેમ નવી ડિઝાઇન અને લૂકના ફોન બજારમાં આવતા ગયા.

પરંતુ કેટલીંક કંપનીઓએ આની વચ્ચે એવા ફોન બજારમાં ઉતાર્યા જે દેખાવમાં ભળે અન્ય ફોનોથી અલગ લાગતા હોય પરંતુ લોકોને તે વધારે પસંદ આવ્યા નહીં. વનઇન્ડિયા આજે આપના માટે 10 એવા ફોન્સ લાવ્યા છે જે દુનિયાના સૌથી કદરૂપા ફોનની લિસ્ટમાં સામેલ છે. આ હેંડસેટોમાં નોકીયા, સેમસંગ, એલજી ઉપરાંત એચટીસી જેવી મોટી કંપનીઓના ફોનનો પણ સમાવેશ થાય છે.

તો આવો જોઇએ આ ફોનમાં આપવામાં આવેલા ફીચર્સ...

બેંગ એંડ ઓલૂફસન સીરીન

બેંગ એંડ ઓલૂફસન સીરીન

બેંગ એંડ ઓલૂફસન સીરીનના ડિઝાઇનરોએ ઓડિયોના હિસાબે એક શાનદાર પ્રોડેક્ટ બનાવી પરંતુ ફોનના હિસાબે આ માર્કેટમાં ચાલી શકી નહીં. ઉપરથી જ્યારે આ ફોન લોંચ થયો હતો ત્યારે તેની કિંમત 75512 રૂપિયા હતી. જે તેના ફીચર્સની સરખામણીએ ખૂબ જ વધારે માનવામાં આવી, અને તેની ડિઝાઇન પણ એટલી ફ્રેંડલી ન્હોતી.

રિમ બ્લેકબેરી પોર્શે ડિઝાઇન P'9981

રિમ બ્લેકબેરી પોર્શે ડિઝાઇન P'9981

પી 9981 બ્લેકબેરી પોર્શે સ્માર્ટફોન ભલે ધનિકો માટે બનાવવામાં આવ્યો હોય પરંતુ તેની ડિઝાઇન સ્માર્ટફોન લવર્સને પોતાની તરફ આકર્ષિત કરવામાં નિષ્ફળ રહી. પોર્શે જોવામાં એક બોક્સ જેવું લાગતું હતું, તેના કિનારા પણ પાતળા હતા.

એરસર કોપેનહેગન

એરસર કોપેનહેગન

483280 રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ જો આપને એ બધુ ના મળી શકે જે અંગે આપ વિચારી રહ્યા હોવ તો તેવા ફોનને લઇને શું ફાયદો. એયસર એક લક્ઝરી સ્માર્ટફોન છે પરંતુ ડિઝાઇનના મામલામાં તે એટલું લક્ઝુરીઅસ નથી દેખાતું જેટલી તેની કિંમત છે.

ગોલ્ડન બુદ્ધા ફોન

ગોલ્ડન બુદ્ધા ફોન

આ ફોન ધર્મ અને ટેકનોલોજીનો સમન્વય છે. જેમાં ડિઝાઇનના મામલામાં તે અન્ય ફોન કરતા પાછળ રહી ગયું છે. આમા ડ્યુઅલ સિમ સપોર્ટની સાથે એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે.

મોટોરોલા ફ્લિપઆઉટ

મોટોરોલા ફ્લિપઆઉટ

બોક્સ ટાઇપ દેખાતા મોટોરોલાના ફ્લિપઆઉટને તેની ડિઝાઇનના કારણે પસંદ ના કરાઇ, જોકે કંપનીએ તેમાં ફ્લિપ ટાઇપ ક્વાર્ટી કીબોર્ડ આપ્યું હતું જે તેને થોડું યૂનિક બનાવે છે.

એફ 88 રિસ્ટ ફોન

એફ 88 રિસ્ટ ફોન

આ કોઇ હોલિવુડ મૂવીમાં બતાવાતા ફિક્શન વોચથી ઓછુ નથી લાગતું, જેના કારણે વાસ્તવિક જીવનમાં તેની ડિઝાઇન લોકોને પસંદ પડતી નથી.

તોશીબા જી 450

તોશીબા જી 450

તોશીબા જી 450ને પબ્લિકમાં યૂઝ કરવા કરતા સારુ છે આપ તેને સંતાડીને યૂઝ કરો કારણ કે તેની ડિઝાઇન કોઇ રિમોટ કંટ્રોલ જેવી છે જે જોવામાં ખૂબ જ અજીબ લાગે છે.

વર્જિન લોબસ્ટર 700

વર્જિન લોબસ્ટર 700

વર્જિન લોબસ્ટર 700 નામથી આપને આ ફોન ખૂબ જ ખરાબ લાગી રહ્યો હશે. 2006માં લોંચ થયેલો વર્જિન લોબસ્ટરના ટેકનિકલ ફીચર્સ પર નજર નાખીએ તો તેમાં કેમેરા અને મોબાઇલ ટીવીનું ફીચર્સ આપવામાં આવ્યું છે. પરંતુ ડિઝાઇનના મામલામાં આ લોકોને પસંદ આવ્યો નહીં.

કંપૂલેબ એક્સીડા

કંપૂલેબ એક્સીડા

કંપૂલેબ એક્સીડા ડ્યૂલ બૂટ સ્માર્ટફોન છે જેમાં એડ્રોઇડ અને વિંડો બંનેનું ભેળસેળીયું રૂપ આપવામાં આવ્યું છે. તેમાં 3.5 ઇંચની સ્ક્રીન અને ક્વાર્ટી કીબોર્ડ પણ લાગેલી છે.

English summary
Over the years, we've had the pleasure to check out a great deal of well-designed, feature rich phones: the Samsung Galaxy S III, the iPhone 4S, the Motorola DROID RAZR, to name a few.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X