આ દેશોના લોકો વિઝા અને પાસપોર્ટ વગર ભારત આવી શકે છે, ભારતીયોને પણ મળે છે સુવિધા
દુનિયાભરના દેશોમાં પ્રવાસ કરવા માટે પાસપોર્ટ અને વિઝાની જરૂર પડે છે. જો કે કેટલાક દેશો વચ્ચેના સારા સંબંધોને કારણે વિઝા ઓન અરાઈવલ અને વિઝા તેમજ પાસપોર્ટ વગર પણ પ્રવાસ કરવાની મંજુરી અપાય છે.
અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ક્યા દેશોના લોકો વિઝા વિના ભારત આવી શકે છે. આ સાથે અમે તમને જણાવીશું કે ભારતીય લોકો વિઝા વગર કેટલા દેશોમાં જઈ શકે છે.

ગૃહ મંત્રાલયની વેબસાઈટ પર અનુસાર, ફક્ત બે જ દેશ એવા છે જ્યાંના લોકો વિઝા પાસપોર્ટ વગર ભારત આવી શકે છે. આ બંને દેશોના લોકોને, જમીન, હવાઈ કે જળ માર્ગે, ભારત આવવા માટે વિઝા કે પાસપોર્ટની જરૂર નથી.
આ બંને દેશો ભારતના પડોશી છે અને તેમની સાથે ભારતના સંબંધો દાયકાઓથી સૌહાર્દપૂર્ણ રહ્યા છે. જો કે આ લોકો પાસે વિઝા અથવા પાસપોર્ટ ન હોય તો પણ તેમની પાસે તેમના દેશનું નાગરિકતા પ્રમાણપત્ર અથવા મતદાર આઈડી કાર્ડ હોવું આવશ્યક છે.
કેટલીક પરિસ્થિતિઓમાં આ દેશોના લોકો પાસે માન્ય પાસપોર્ટ હોય તો જ તેઓ ભારતમાં પ્રવેશ મેળવે છે.
ગૃહ મંત્રાલય અનુસાર, નેપાળ અથવા ભૂટાનનો કોઈ વ્યક્તિ ચીન, મકાઉ, હોંગકોંગ, પાકિસ્તાન અથવા માલદીવથી ભારત આવે તો તેને ભારતમાં પ્રવેશવાની મંજૂરી ત્યારે જ આપવામાં આવશે જો તેની પાસે તેના દેશનો માન્ય પાસપોર્ટ હશે.
જો આપણે વિઝા વિના ભારતીયોના અન્ય દેશોમાં પ્રવેશની વાત કરીએ તો 57 દેશો એવા છે જ્યાં ભારતીયો વિઝા વિના પ્રવેશ કરી શકે છે.












Click it and Unblock the Notifications
