For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા વર્ષે લોકોએ કર્યા આ ગજબના સંકલ્પો અને તમે!

|
Google Oneindia Gujarati News

નવું આવતાની સાથે જ લોકો પોતાના જીવનને શાનદાર બનાવવા માટે અવનવા સંકલ્પો લે છે. મોટાભાગે આ સંકલ્પો ખોટી આદતોને છોડવા માટે અને સારી આદતોની શરૂઆત કરવાના સંબંધિત હોય છે. સારી આદતોવાળા સંકલ્પોથી લોકોને પોતાની જીંદગીને વ્યવસ્થિત, અનુશાસિત અને પ્રેરિત કરવામાં મદદ મળે છે.

નવા વર્ષની શરૂઆતમાં લોકો મોટેભાગે આવનાર વર્ષ દરમિયાન વધારે રૂપિયા કમાવવાનો સંકલ્પ કરે છે. લોકોની પાસે ભલે ગમે તેટલું ધન હોય પરંતુ તેમને હંમેશા ધનની ઊણપ વર્તાતી રહે છે, અને તેઓ તેમના ધંધામાં બરકત કરવાના ઉપાયોને તેજ કરી દે છે. દરેક વ્યક્તિ આર્થિક રીતે સમૃદ્ધ થવા માગે છે અને તેઓ નવા વર્ષે વધુ રૂપિયા કમાવવાનો સંકલ્પ કરે છે.

ઘણા લોકો એવા હોય છે જે નવા વર્ષ પર જીવનને નવા અને શાનદાર રીતથી શરૂ કરવાનો સંકલ્પ લે છે, તો કેટલાંક એવા પણ છે જે પોતાના સંકલ્પોનું વધારે દિવસો સુધી અનુપાલન કરી શકતા નથી. વર્ષ 2014નું આગમન થઇ રહ્યું છે. એવામાં આ પાંચ સંકલ્પો પર નજર નાખીએ જેને નવ વર્ષના અવસરે પોતાના જીવનમાં ઉતારવાનો સંકલ્પ લે છે.

વજન ઓછુ કરવું:

વજન ઓછુ કરવું:

ઘણા લોકો એવા હોય છે જેઓ પોતાના મેદસ્વીપણાથી ત્રાસેલા હોય છે. માટે તેઓ નવા વર્ષે એવો સંકલ્પ કરે છે કે તેઓ નિયમિતપણે વ્યાયામ કરશે અને પોતાના શરીરમાંથી બિનજરૂરી ચરબીને ઓછી કરશે તથા સ્લિમ અને ફિટ રહેશે. નવા વર્ષની શરૂઆતથી જીંદગીમાં નવા ઉમંગ અને ઉત્સાહનો સંચાર થાય છે.

કમાણીની ચાહત:

કમાણીની ચાહત:

નવા વર્ષની શરૂઆતમાં લોકો મોટેભાગે આવનાર વર્ષ દરમિયાન વધારે રૂપિયા કમાવવાનો સંકલ્પ કરે છે. લોકોની પાસે ભલે ગમે તેટલું ધન હોય પરંતુ તેમને હંમેશા ધનની ઊણપ વર્તાતી રહે છે, અને તેઓ તેમના ધંધામાં બરકત કરવાના ઉપાયોને તેજ કરી દે છે. દરેક વ્યક્તિ આર્થિક રીતે સમૃદ્ધ થવા માગે છે અને તેઓ નવા વર્ષે વધુ રૂપિયા કમાવવાનો સંકલ્પ કરે છે.

નવા વિચારોનું સ્વાગત:

નવા વિચારોનું સ્વાગત:

નવા વર્ષે લોકો ભૂતકાળની કડવી વાતો અને ઘટનાઓને ભૂલાવી દેવી જોઇએ. તેઓ નવા વિચારોનું ખુલ્લા દિલથી સ્વાગત કરવા માગે છે. નવા વર્ષ પર લોકો સંકલ્પ લે છે કે તેઓ ખોટા વિચારોને પોતાની લાઇફમાં સ્થાન નહી આપે અને જીંદગીને મોજથી જીવવાનો સંકલ્પ કરશે.

સફળતાની ઉંચી ઉડાન:

સફળતાની ઉંચી ઉડાન:

આજનો સમય ગળાકાપ પ્રતિસ્પર્ધાનો છે. કોર્પોરેટ જગતમાં ભયંકર પ્રતિસ્પર્ધા છે અને નવી પીઢી આ કોર્પોરેટ જગતની શક્તિ છે. કડક પ્રતિસ્પર્ધાના આ દૌરમાં યુવા પીઢી પોતાને પાછળ રહેવા દેવા નથી માંગતી. તે સફળતાના નવા કિર્તીમાન રચવા માગે છે. નવા વર્ષ પર તેઓ સફળતાની નવી ઊંચાઇ હાસલ કરવાનો સંકલ્પ કરે છે.

આધ્યાત્મિક અને આત્મીય બનવાની ચાહત:

આધ્યાત્મિક અને આત્મીય બનવાની ચાહત:

નવા વર્ષના અવસરે લોકો આધ્યાત્મિકતા પર ભાર મૂકે છે. તેઓ નવા વર્ષે પર ઇશ્વર, ધાર્મિક અનુષ્ઠાનો અને ભક્તિને પોતાના જીવનમાં વધુ સ્થાન આપવાનો સંકલ્પ લે છે. જ્યારે કેટલાંક લોકો પોતાના પરિવાર અને પ્રિયજનોની નજીક જવાનો સંકલ્પ લે છે.

કનૈયા કોષ્ઠી

કનૈયા કોષ્ઠી

રાકેશ શુક્લા

રાકેશ શુક્લા

અનુજ પ્રજાપતિ

અનુજ પ્રજાપતિ

ઈશ્વર આશિષ

ઈશ્વર આશિષ

English summary
People taken such 5 wonder Pledge in New Year, Did you?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X