સચિનની ડિનર પાર્ટીમાં દિગ્ગજોનો મેળાવડો, જુઓ તસવીરોમાં
મુંબઇ, 19 નવેમ્બર: પોતાના જીવનના 24 વર્ષ ક્રિકેટને આપી દીધા બાદ સચિન તેંડુલકરે ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લઇ લીધો છે. સચિનને ભારત રત્નથી સન્માનિત કરવાનો પણ ભારત સરકારે નિર્ણય લીધો. સચિન તેંડુલકરે મુંબઇના અંધેરીમાં એક હોટલમાં શાનદાર ડિનર પાર્ટી આપી હતી. આ પાર્ટી મધરાત સુધી ચાલતી રહી.
સચિનની ડિનર પાર્ટીમાં રમતની દુનિયાની સાથે સાથે સિનેમા, રાજનીતિ અને ઉદ્યોગ જગતની જાણીતી હસ્તીઓ ઉમટી પડી હતી. સચિનની આ પાર્ટીમાં બોલિવુડના અમિતાભ બચ્ચન, આમિર ખાન, તેમની પત્ની કિરણ રાવ, અરશદ વારસી, સોનુ નિગમ જેવા દિગ્ગજોએ હાજરી આપી હતી. શરદ પવાર અને રાજ ઠાકરે જેવા કદ્દાવર નેતા પણ માસ્ટર બ્લાસ્ટરની પાર્ટીમાં આવ્યા હતા.
પાર્ટીમાં વેસ્ટઇન્ડિઝની ટીમના પૂર્વ ખેલાડી અને મહાન બેટ્સમેન બ્રાયન લારાને પણ ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સચિને 16 નવેમ્બરના રોજ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમીને ટેસ્ટ ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઇ લીધું.
સચિને પોતાની છેલ્લી 200મી ટેસ્ટ વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટઇન્ડિઝની સામે રમી. ભારત સરકારે સચિનને દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી સમ્માનિત કરવાની જાહેરાત કરી છે.
સચિનની ડિનર પાર્ટીમાં કોણે આપી હાજરી જુઓ સ્લાઇડરમાં...

સચિનની પોતાની જ પાર્ટીમાં એન્ટ્રી
સચિન તેંડુલકર પોતાની પાર્ટીમાં આવી પહોંચ્યો હતો, તેણે સોમવારે રાત્રે એક પાર્ટીનું આયોજન કર્યું હતું.

ધોની અને તેની પત્ની
ભારતીય ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સાક્ષી પાર્ટીમાં આવી પહોંચ્યા હતા.

હરભજન સિંહ
હરભજન સિંહ પાર્ટીમાં આવીર પહોંચ્યો હતો, જે સચિનની ફેરવેલ ટેસ્ટ શ્રેણીમાં ટીમનો ભાગ ન્હોતો.

વિરાટ કોહલી
વિરાટ કોહલી ફોન પર વાત કરતા કરતા હોટલ તરફ ગયો હતો

આમીર ખાન અને તેની પત્ની
આમીર ખાન અને તેની પત્ની કિરણ રાઓ પાર્ટીમાં આવતા નઝરે પડે છે.

યુવરાજ સિંહ
યુવરાજ સિંહ પોતાની કાર ચલાવીને હોટેલ તરફ જઇ રહ્યો છે, અને ફોટોગ્રાફરો તેની તસવીરો લેવામાં મસ્ત છે.

અમિતાભ બચ્ચન
બોલિવુડના શહેનશાહ પણ ક્રિકેટના ભગવાનની પાર્ટીમાં આવી પહોંચ્યા હતા.

સૌરવ ગાંગુલી
ભૂતપૂર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલી, જે સચિનનો ઘણા લાંબા સમય સુધી ટીમ-મેટ રહ્યો હતો.

ઐશ્વર્યા રાય બચ્ચન
બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પણ પાર્ટીમાં આવી પહોંચી હતી.

સારા તેંડુલકર
સચિન તેંડુલકરની દિકરી સારા.

અભિષેક બચ્ચન બોલિવુડ
બોલિવુડ એક્ટર અભિષેક બચ્ચન.

ગંભીર અને સેહવાગ
ગૌતમ ગંભીર અને વિજેન્દર સેહવાગ બંને ખેલાડીઓ સાથે પાર્ટીમાં આવ્યા હતા.

ધોનીની પત્ની સાક્ષી
મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની.

વિરાટ કોહલી
ભારતીય ક્રિકેટ ટીમનો વાઇસ કપ્તાન વિરાટ કોહલી.

ધોની અને પત્ની
મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સાક્ષી.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
