For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS: દુર્ગા પૂજા બાદ દશેરાના રંગે રંગાયુ ભારત

|
Google Oneindia Gujarati News

નવરાત્રીના નવ દિવસ માં દુર્ગાની પૂજા બાદ ભારતભરમાં દશેરાનો ઉમંગ જોવા મળી રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં હાલમાં દશેરાની તૈયારીઓમાં લોકો વ્યસ્ત છે. અસત્ય પર સત્યના વિજયને લઇને દશેરાનો તહેવાર મનાવવામાં આવે છે.

રાવણની પાંચ ભૂલ, બની શકે છે તમારી સફળતાનો મંત્ર

આ દિવસે ભગવાન રામનો રાવણ પર વિજય થયો હતો તેના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવતો દશેરાનો તહેવાર અસત્ય પર સત્યની વિજયના પ્રતિક સમાન છે. આ પહેલા નવરાત્રિના દિવસોમાં અનેક સ્થળ પર રામલીલા પણ આયોજીત કરવામાં આવે છે. ખાસ કરીને ભારતભરમાં રામલીલાનું અને રાવણ દહનનું અનેરૂં મહત્વ છે. દક્ષિણ ભારતમાં તો કેટલાક સ્થળ પર રાવણની પૂજા પણ કરવામાં આવે છે.

નવરાત્રીમાં અહીં માં દુર્ગા કે રામ નહીં પણ રાવણની પૂજા થાય છે!

દશેરાના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો, એટલે દશેરાને અસત્ય પર સત્યના વિજયના રૂપમાં મનાવવામાં આવે છે. અને તેથી જ આ દશમને વિજયાદશમી કહેવાય છે. આ દિવસે જ લોકો નવા કાર્યની શરૂઆત કરે છે. અને શસ્ર પૂજા પણ કરે છે. વિજયાદશમી સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો જાણવા માટે નીચેની સ્લાઇડ્સ પર ક્લીક કરો.

રાવણ દહન

રાવણ દહન

માનવામાં આવે છેકે રાવણ દહનની સાથે જ બધી જ બુરાઇનો પણ નાશ થાય છે.

નવરાત્રિનું સમાપન

નવરાત્રિનું સમાપન

દેશભરમાં નવમીના દિવસે માઁના અંતિમ દર્શનની સાથે જ નવરાત્રિનું સમાપન થાય છે. મંદિરોમાં પણ ભીડ ઉમટે છે.

રાવણના પુતળા

રાવણના પુતળા

દેશના ખુણે ખુણે દશેરાનો ઉત્સાહ લોકોમાં જબરજસ્ત જોવા મળે છે. દેશમાં અનેક સ્થળે રાવણ, કુંભકર્ણ, અને મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવે છે.

દેવી ચામુંડેશ્વરીથી થાય છે, દશેરાની શરૂઆત

દેવી ચામુંડેશ્વરીથી થાય છે, દશેરાની શરૂઆત

દક્ષિણ ભારતમાં મૈસુર દશેરાનું વિશેષ મહત્વ છે. જગવિખ્યાત મૈસુર દશેરાનો આરંભ પહાડોમાં બિરાજનાર માઁ ચામુંડેશ્વરીના મંદિરમાં વિશેષ પૂજા અર્ચના સાથે શરૂ થાય છે. વિજયાદશમીના દિવસે માઁ ચામુંડેશ્વરીના મંદિરને વિશેષ રીતે સજાવવામાં આવે છે.

મૈસુર દશેરા

મૈસુર દશેરા

ભારતભરમાં મૈસુર દશેરા ખુબ જ પ્રખ્યાત છે. આ દિવસે મૈસુર પેલેસને વિશેષ રીતે સજાવવામાં આવે છે. સાથે જ જમ્બો સવારીનું પણ વિશેષ મહત્વ છે.

દિલ્હી રામલીલા મેદાન

દિલ્હી રામલીલા મેદાન

તો કુરૂક્ષેત્રની ભૂમિ દિલ્હીના રામલીલા મેદાન પર પણ મોટાપાયે રાવણદહેનનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજનેતાઓ પણ ઉપસ્થિત રહે છે.

રાવણ દહનની માન્યતા

રાવણ દહનની માન્યતા

માનવામાં આવે છેકે રાવણ દહનની સાથે અહંકાર, ક્રોધ, અભિમાન, વાસના, અસત્ય, લોભ વગેરેનો નાશ થાય છે.

English summary
The festival of 'Dusshera', also known as 'Vijaya Dashmi', is enthusiastically celebrated every year on the 10th day of Asvina month of the Hindu calendar, all over India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X