For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM Modi Birthday: 72 વર્ષના વડાપ્રધાન મોદીના આ 5 મંત્ર, તમને રાખશે ફિટ અને સ્ટ્રેસ ફ્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 72 વર્ષના થયા છે. ચાલો તેમના જીવન સાથે સંબંધિત કેટલીક ટીપ્સ પર નજર કરીએ જે તેમને સ્વસ્થ જીવનશૈલી જાળવવામાં મદદ કરે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઉંમર માત્ર એક આંકડો છે તેનુ જીવંત ઉદાહરણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. આ ઉંમરે પણ તેઓ ભારત જેવા દેશનું નિર્માણ કરવાની સાથે સાથે પોતાની ફિટનેસ અને સ્વાસ્થ્યનુ પણ સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યા છે. તેઓ એવા વ્યક્તિ છે જે માત્ર એક મહાન નેતા નથી પરંતુ તે એક ફિટ વ્યક્તિત્વ પણ છે જે ખૂબ જ સ્વસ્થ જીવન જીવે છે. ઠંડી સામે લડવા માટે બે દિવસના ઉપવાસ હોય, દિવસમાં માત્ર 3 કલાકની ઊંઘ હોય કે નિયમિત યોગાસન હોય, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક રીતે પોતાને યોગ્ય સાબિત કરવામાં સક્ષમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 72 વર્ષના થયા છે. ચાલો તેમના જીવન સાથે સંબંધિત કેટલીક ટીપ્સ પર નજર કરીએ જે તેમને સ્વસ્થ જીવનશૈલી જાળવવામાં મદદ કરે છે.

સૂવાનુ શિડ્યુલ

સૂવાનુ શિડ્યુલ

સફળ લોકોમાં 'અર્લી બર્ડ કેચ ધ વૉર્મ' એક પ્રખ્યાત કહેવત છે. આનો અર્થ એ છે કે જેઓ તેમના દિવસની શરૂઆત વહેલી સવારે કરે છે તેમને સફળતા મળે છે. એક અભ્યાસ મુજબ વિશ્વના મોટાભાગના CEO અને ઘણા નેતાઓ અન્ય લોકો કરતા વહેલી સવારે ઉઠે છે. નિષ્ણાતોના મતે સવારે વહેલા ઉઠવાની આદત અપનાવવી એ સ્વસ્થ રહેવા માટે સારી જીવનશૈલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઊંઘના યોગ્ય સમયપત્રકનુ પાલન કરે છે. તેઓ માત્ર 3થી 4 કલાકની ઊંઘ લે છે. આ પછી પણ તેઓ એટલા જ સક્રિય રહે છે.

યોગ

યોગ

શિસ્ત સાથે પોતાનુ જીવન જીવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાણીતા યોગ સાધક છે. સવારે ઉઠતાની સાથે જ તે સૌથી પહેલા યોગાભ્યાસ કરે છે. એમ કહેવુ ખોટું નહિ ગણાય કે તેમણે યોગને વિશ્વભરમાં લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કેટલાક પ્રસંગોએ, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, વડાપ્રધાન મોદી યોગના વિવિધ 'આસનો'નો અભ્યાસ કરતા જોવા મળ્યા છે. તેઓ ભારતીયોને, ખાસ કરીને યુવા પેઢીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ સાથે લોકોને યોગ કરવાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે પણ જણાવે છે. જેથી દરેક વ્યક્તિ યોગને અપનાવીને સ્વસ્થ જીવન જીવી શકે.

હેલ્ધી બ્રેકફાસ્ટ

હેલ્ધી બ્રેકફાસ્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના દિવસની શરૂઆત હેલ્ધી બ્રેકફાસ્ટથી કરે છે. જેમાં મોટે ભાગે પૌઆં અને આદુવાળી ચાનો સમાવેશ થાય છે. પીએમ મોદી શાકાહારી છે તેથી તેમના આહારમાં માત્ર ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે. તેઓ પરંપરાગત ગુજરાતી વાનગીઓના પણ ખૂબ શોખીન છે અને જ્યારે પણ તક મળે ત્યારે એને ખાવાનો આનંદ લે છે.

આયુર્વેદ પર ભરોસો

આયુર્વેદ પર ભરોસો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા આયુર્વેદને પ્રોત્સાહન આપ્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે યોગ પછી વિશ્વ ટૂંક સમયમાં ભારતના આયુર્વેદના વર્ષો જૂના સિદ્ધાંતોને સ્વીકારશે. પીએમ મોદીએ યુવાનોને કહ્યુ છે કે તેમણે અન્ય દેશોને વૈજ્ઞાનિક રીતે સમજાવવાની જવાબદારી લેવી પડશે. એક ઈન્ટરવ્યુમાં પણ પીએમ મોદીએ કહ્યુ હતુ કે તેઓ ગરમ પાણી પીને શરદીનો ઈલાજ કરે છે. આ સિવાય પીએમ મોદીએ દેશવાસીઓને સામાન્ય બિમારીઓના ઈલાજ માટે ઘરેલુ ઉપચાર પર આધાર રાખવાનુ પણ કહ્યુ હતુ.

મેડિટેશન અને બ્રીધિંગ

મેડિટેશન અને બ્રીધિંગ

પીએમ મોદી ધ્યાન અને શ્વાસની મદદથી પોતાને તણાવમુક્ત રાખે છે. તેમણે શાળાઓના વિદ્યાર્થીઓ અને વિવિધ પ્રતિષ્ઠિત પરીક્ષાઓના ઉમેદવારોને તણાવમુક્ત બનવા માટે ધ્યાન અને શ્વાસ લેવાની ટેકનિકોને અનુસરવાની સલાહ પણ આપી છે. Image Credit: Instagram

English summary
PM Modi Birthday: 72 years Narendra Modi's 5 health tips to stay healthy and stress free
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X