મોદીએ પોતાના કાર્ટૂન વીડિયોને ટ્વિટ કરી કહ્યું- Enjoy!
નવી દિલ્હી, 3 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના અનોખા અંદાજ માટે જાણીતા છે. મોદી પોતાના અનોખા પહેરવેશ, પોતાની છટા, તેમજ તેમના અનોખા સંવાદોથી પણ તેઓ હંમેશા મીડિયામાં છવાઇ જાય છે. તેમની એક ટ્વિટ પણ આજે મીડિયામાં બ્રેકિંગ ન્યૂઝ બની જાય છે. ગઇ કાલે વડાપ્રધાને કંઇક આવી જ અનોખી ટ્વિટ કરી, અને સૌને ચોંકાવી દીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે પોતાના કાર્ટૂન વીડિયોને ટ્વિટ કર્યું.

સો સોરીના આ વીડિયોમાં વડાપ્રધાન મોદીને હાથમાં ઝાડુ લઇને સફાઇ કરતા દર્શાવવામાં આવ્યા છે, અને તેઓ 'મેરા નામ જોકર' ફિલ્મના ગીત 'એ ભાઇ જરા દેખ કે ચલો'ની પેરેડી કરીને 'એ ભાઇ જરા સફાઇ તો રખો..' શબ્દો પર નાચતા બતાવવામાં આવ્યા છે.
વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલ ટ્વિટ અહીં આપવામાં આવેલ છે... જુઓ વીડિયો...
Enjoy! :) https://t.co/AhGG2mdOr2 @IndiaToday @aajtak @HeadlinesToday #MyCleanIndia
— Narendra Modi (@narendramodi) March 2, 2015 











Click it and Unblock the Notifications
