કવિતા: હે કેદારનાથ તે જરાય દયા ના આણી
ધાડ ધાડ ફાટ્યું વાદળ ને ધરતી થઇ પાણી પાણી...
ઘુંધવાટ કરતા વહેતા નીર ને માંય બચાવો બચાવોની વાણી...
તારી નજર સામે તરતા જનોની પ્રભુ તે જરા પણ દયા ના આણી....
કેટલો નિર્દયી થયો છે તુ પ્રભુ જો આ ફસાયેલા અને બુમો પાડતા અશક્તો ને....
પણ ધ્યાન રાખજે તારે પણ ચોક્ક્સ જવાબ આપવો પડશે તારા ભક્તો ને...
હા હા ખબર છે કે તુ છે આખી દુનિયા નો ધણી....
અને એટલે જ કહું છું કે તે જરાય દયા ના આણી..??
પતિ-પત્ની, બાપ, મા, ભાઇ બહેન, પુત્ર અને, પિતા...
બધાજ સબંધો તણાતા હતા ને દેશ આખો રોતો રહ્યો
કોઇ હક નથી તને ભગવાન બનવાનો કારણ કે તુ આ બધુ જોતો રહ્યો..
ચારે બાજુ પાણી પાણી....પણ તે જરાય દયા ના આણી....

કોણ પુજશે તને આ દુનિયામાં જો તારાજ ઘરે થશે તારાજી........
શરમાઇ ગયા ભક્તો તારા કારણ કે આતો ભક્તિ ની થઇ હરાજી.....
ભાગો ભાગો ને બચાવો બચાવો ની બુમો પડતી હતી પણ તે ના સાંભળી
એ મરનાર નિર્દોષ તારા ભક્તો ની કેમ ના પકડી તે આંગળી.....
જીવન થયુ ધુળધાણી..પણ તે જરાય દયા ના આણી.....હે કેદારનાથ તે જરાય દયા ના આણી...
-સોહમ ઠાકર












Click it and Unblock the Notifications
