યુપી બિહારમાં આ 7 શક્તિઓ રોકી શકશે નરેન્દ્ર મોદીના જાદૂને
નવી દિલ્હી, 17 ઓક્ટોબર: ટાઇમ્સ નાઉ અને સી-વોટરના તાજા સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં નરેન્દ્ર મોદીનો જાદૂ ચાલશે, જ્યારે તાજા સમીકરણ અને વિરોધી પાર્ટીઓના નેતાઓના નખરા જોતાં એવું ક્યારેય લાગતું નથી. સાચું કહીએ તો યુપી-બિહાર જ એવા બે રાજ્ય છે, જ્યાં નરેન્દ્ર મોદીનો જાદૂ ચાલવો ખૂબ મુશ્કેલ છે.
તમે વિચારતા હશો કે આવું કેવી રીતે થઇ શકે, નરેન્દ્ર મોદીનો જાદૂ તો આખા ભારતમાં ચાલે છે, આ યુપી-બિહારમાં એવી કઇ વાત છે. તો આવો અમે તમને જણાવી દઇએ કે આ બંને રાજ્યોમાં એવી શક્તિઓ છે, જે નરેન્દ્ર મોદીના જાદૂને નિષ્ક્રિય કરવાનો પુરો પ્રયત્ન કરશે. તે શક્તિઓ નીચે પ્રમાણે છે.

મુસ્લિમ ફેક્ટર
ઉત્તર પ્રદેશની કુલ વસ્તીમાં 18.4 ટકા મુસ્લિમ છે. અપર ક્લાસના મુસ્લિમોએ તો નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાનના રૂપમાં સ્વિકાર કરવાનું મન બનાવી લીધું છે, પરંતુ લોઅસર ક્લાસના મુસલમાનો હજુ સુધી તે દિશામાં જ ચાલી રહ્યાં છે, જે મુલાયમ સિંહ જેવા નેતાઓ બતાવી રહ્યાં છે. ખાસ વાત એ છે કે રામપુર સહિત પશ્વિમી ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં મુસલમાનોની સંખ્યા 40 ટકાની આસપાસ છે. આ તે બેલ્ટ છે, જ્યાં સપા અને બસપા મજબૂત છે. એવામાં ભાજપ માટે સીટો મેળવવી મુશ્કેલ થશે.

મુલાયમના નિવેદન
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવને સારી રીતે ખબર છે કે મુસલમાનોના વોટ તેમના માટે સૌથી વધુ કિંમત છે, એટલા માટે તે વારંવાર સામાન્ય મુસલમાનોને એવો એહસાસ કરાવવાના પ્રયત્ન કરે છે કે ભાજપ આવશે તો તેમનો હાલત ખરાબ થઇ જશે.

પાર્ટીમાં આંતરિક કલેશ
રાષ્ટ્રીય સ્તર પર ભાજપ જેટલી વધુ સશ્ક્ત જોવા મળે છે, યુપીમાં એટલી જ નબળી છે, તે ફક્ત આંતરિક વિખવાદના કારણે જ. અહીંયા કેટલાક રાજ્ય સ્તરના નેતા છે જે પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયીનું સાંભળતા પણ નથી.

સંસદીય સીટ
હજુ સુધી એ નક્કી થયું નથી કે નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં ક્યાંથી લોકસભાની ચૂંટણી લડશે. નામ લખનઉ અને વારાણસીનું ચાલી રહ્યું છે. જો નરેન્દ્ર મોદીને ખરેખર યુપીમાં જીત મેળવવી છે તો અત્યારથી જ સીટ નક્કી કરવી પડશે.

દલિત વર્ગ
ઉત્તર પ્રદેશનો દલિત વર્ગ હજુ પણ બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમોને પોતાના માઇ-બાપ માને છે. એટલા માટે બસપાને આગામી ચૂંટણીમાં કોઇ નુકસાન નથી, પરંતુ ફાયદો જ જોવા મળી રહ્યો છે. તે પણ એક નહી પરંતુ 10 સીટોનો. 2009માં બસપાએ 71 સીટો જીતી હતી, આ વખતે 31 સીટો પર કબજો કરતી જોવા મળે છે.

બિહારમાં નિતીશ
યુપીએથી અલગ થયા બાદ બિહારમાં ભાજપનો દમ ઓછો થવા લાગ્યો છે. નીતિશે વિકાસના દમ પર જે વોટ પ્રાપ્ત કર્યા હતા, તેને જાળવી રાખવા માટે કંઇપણ કરી શકે છે. એવામાં મોદી ફેક્ટર ચાલવું મુશ્કેલ લાગે છે.

બિહારમાં મુસ્લિમ ફેક્ટર
બિહારમાં 16.4 ટકા મુસલમાનો છે. આ વોટ જેડીયૂ અથવા રાષ્ટ્રીય જનતા દળના ખાતામાં જઇ શકે છે.












Click it and Unblock the Notifications
