વાયરલ થયો પ્રિયા પ્રકાશનો વધુ એક Video, પહેલા આંખ મારી હવે....

Posted By:
Subscribe to Oneindia News

હાલ સોશ્યલ મીડિયામાં એક યુવતી છવાયેલી છે. જેનું નામ છે પ્રિયા પ્રકાશ. મલયાલમ ફિલ્મોની એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરે એક વીડિયોમાં ખાલી આંખી હલાવીને ભારતના અનેક લોકોને તેના વેલેન્ટાઇન ક્રશ બનાવી દીધા છે. અને હાલ તેનો દરેક ફોટો, દરેક વાત જાણવા લોકો આતૂર છે. વધુમાં તેનો આ વીડિયો પણ એટલો વાયરલ થયો છે કે પુછોના વાત. ત્યારે વેલેન્ટાઇન ડે અવસરે પ્રિયાની ફિલ્મનો વધુ એક વીડિયો લોન્ચ કરવામાં આવ્યો છે. જે પણ ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઇ રહ્યો છે. થોડાક જ કલાકોમાં આ વીડિયોને જોનાર લોકોની સંખ્યા વધી ગઇ છે. અને લોકો તેને શેયર પણ કરી રહ્યા છે. આ નવા ટીઝરમાં પ્રિયા ક્લાસરૂમમાં તેના બોયફ્રેન્ડને ફ્લાઇંગ કિસ આપતી નજરે પડે છે. ટીઝરમાં ફરી એક વાર પ્રિયાની અદાઓ એટલી આકર્ષક છે કે ભલ ભલા તેના દિવાના બની જાય.

priya prakash

નોંધનીય છે કે પ્રિયા પ્રકાશની અપકમિંગ મલયાલમ ફિલ્મ ઉરુ અદાર લવનું ટીઝર લોન્ચ થવાની સાથે જ તે રાતો રાત સોશ્યલ મીડિયાની સ્ટાર બની ગઇ છે. અને જે જુઓ તે તેની જ વાત કરી રહ્યા છે. ઇંસ્ટ્રાગ્રામમાં થોડાક જ કલાકમાં તેના ફોલાવર્સની સંખ્યા 22 લાખ સુધી પહોંચી ગઇ હતી. અને ટ્વિટરમાં પણ તેના 35 લાખ ફોલોવર્સ છે. પ્રિયાના આંખ મારતા વીડિયોને હાલ 1 કરોડથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. અને ગૂગલ સર્ચમાં પણ તેણે સની લિયોનીને પછાડીને નંબર 1 સર્ચ સ્ટાર બની ગઇ છે. લોકો હાલ તેને નેશનલ ક્રશ તરીકે જોઇ રહ્યા છે. ત્યારે તેની આ ફિલ્મના નવા ટીઝરનો વીડિયો જુઓ અહીં.

English summary
Oru Adaar Love Special Teaser Of Priya Prakash Release on Valentines Day.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.