• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શ્રાવણે તરસ્યાં પાસેથી જેઠમાં અપેક્ષા : રાહુલનો બોધ કેટલો યોગ્ય?

By કન્હૈયા કોષ્ટી
|

અમદાવાદ, 30 જુલાઈ : આદ્રા તૌ બરસૈ નહીં, મૃગસિર પૌન ન જોય. તૌ જાનૌ યો ભડ્ડરી, બરખા બૂંદ ન હોય. જાણીતા લોક કવિ ભડ્ડારીની આ કહેવત આજે એમ જ યાદ નથી આવી. જો આ કહેવતના ખાસ અર્થ છે, તો તેને આજે યાદ કરવાનાં ખાસ કારણો પણ છે.

આ કહેવતનો અર્થ છે - જો આર્દ્રા નક્ષત્રમાં વરસાદ ન વરસે અને મૃગશિરા નક્ષત્રમાં હવા ન ચાલે, તો વર્ષા નહિં થાય કે જેથી પાક ઉપર વિપરીત અસર પડશે. હવે કારણ પણ જણાવી દઇએ કે ભડ્ડારીની આ પંક્તિ આજે કેમ યાદ આવી ગઈ. હકીકતમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ગુજરાત કોંગ્રેસના નેતાઓને અપાયેલ બોધે આ પંક્તિની યાદ અપાવી છે. રાહુલે ગુજરાત કોંગ્રેસના નેતાઓને સલાહ આપી છે કે તેઓ નરેન્દ્ર મોદીને ગુજરાતમાં ઘેરે. ગુજરાતમાં મોદી સરકારની ભૂલો ઉપરથી પડદો ઉઠાવો, ધરણા-પ્રદર્શનો કરે.

રાહુલ ગાંધીની આ શીખામણ અત્યંત હાસ્યાસ્પદ અને આશ્ચર્યજનક લાગે છે. ભડ્ડારીની આ પંક્તિ સાથે જોડીને જોતાં એમ લાગે છે કે રાહુલ ગાંધી તેવા લોકો પાસે જેઠની કાળઝાળ ગરમીમાં વરસાદની અપેક્ષા સેવી રહ્યાં છે કે જેઓ ભર શ્રાવણે તરસ્યા રહ્યાં હોય. રાહુલ ગાંધીની શીખામણ ઉપરથી લાગે છે કે કોંગ્રેસે નરેન્દ્ર મોદી સામે અત્યાર સુધી થયેલી ફજેતીમાંથી કોઈ બોધપાઠ લીધો નથી અને આ શીખામણ કોંગ્રેસની વધુ ફજેતી કરાવનારી જ સાબિત થાય તેવું લાગે છે.

રાહુલ ગાંધી કદાચ એ ભૂલી ગયાં કે તેમણે જે ગુજરાત કોંગ્રેસના નેતાઓને નરેન્દ્ર મોદીને ઘેરવાની શીખામણ આપી છે, તે તમામ પિટાયેલા મહોરા છે. આ નેતાઓને પિટાયેલા મહોરા એટલા માટે કહી શકાય, કારણ કે કોંગ્રેસ હાઈકમાંડ નરેન્દ્ર મોદી વિરુદ્ધ આ ચહેરાઓને વારંવાર અદલા-બદલી કરી મોહરાઓ તરીકે ઉપયોગ કરતુ રહ્યું છે અને દરેક વખતે તેણે માત ખાવી પડી છે. હવે એ પણ યાદ અપાવવની જરૂર નથી કે આ ચહેરાઓમાં મોટાભાગે શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે. તેમને શ્રાવણના તરસ્યા પણ એટલા માટે કહેવા પડે છે, કારણ કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 જેવા શ્રાવણિયા વરસાદમાં જ્યારે તેઓ નરેન્દ્ર મોદી નામના પડકારને રોકી ન શક્યાં, તો હવે તેમની પાસે લોકસભા ચૂંટણી 2014 જેવા જેઠની કાળઝાળ ગરમીમાં કેવી રીતે અપેક્ષાઓ રાખી શકાય?

વધુ વાંચવાં ઇમેજ સ્લાઇડર ફેરવો :

નિષ્ફળતાનો લાંબો ઇતિહાસ

નિષ્ફળતાનો લાંબો ઇતિહાસ

ગુજરાતમાં કોંગ્રેસ સાથે નિષ્ફળતાનો લાંબો ઇતિહાસ સંકળાયેલો રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ નિષ્ફળતા મોદી આવતાં પહેલાથી ચાલી આવે છે. ગુજરાતમાં કોંગ્રેસે છેલ્લી વાર મોટી જીત લોકસભા ચૂંટણી 1984-85 તથા વિધાનસભા ચૂંટણી 1985માં મેળવી હતી કે જ્યારે ઇંદિરા ગાંધીની હત્યા બાદ સમગ્ર દેશમાં સહાનુભૂતિનો લોકજુવાળ ચાલતો હતો. આ ચૂંટણીઓમાં કોંગ્રેસે લોકસભાની 26માંથી રેકૉર્ડ 24 બેઠકો હાસલ કરી હતી, તો વિધાનસભાની 182માંથી રેકૉર્ડ 149 બેઠકો હાસલ કરી હતી. તે પછી કોંગ્રેસની પડતી શરૂ થઈ અને છેલ્લી 13 લોકસભા-વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની સરખામણીમાં કોંગ્રેસ 19 જ રહી છે.

મોદી સામે વામણી ગુજરાત કોંગ્રેસ

મોદી સામે વામણી ગુજરાત કોંગ્રેસ

ગુજરાતમાં 1989થી લઈ 2012 સુધીની તેર ચૂંટણીઓમાં સતત હારતી કોંગ્રેસ 2001-02માં નરેન્દ્ર મોદીના આગમન બાદ વધુ નબળી થતી ગઈ. અહીં સુધી કે મોદીનો કદ એટલી હદે વધ્યો કે તેમની આગળ સમગ્ર ગુજરાત કોંગ્રેસ વામણી સાબિત થઈ. મોદીના આગમન બાદ ગુજરાતમાં વિધાનસભાની ત્રણ તથા લોકસભાના બે ચૂંટણીઓ થઈ, પણ કોંગ્રેસ દરેક ચૂંટણીમાં ભાજપ કરતાં પાછળ જ રહી.

કાટ લાગી ગયું વાઘેલાની ધારમાં

કાટ લાગી ગયું વાઘેલાની ધારમાં

ગુજરાતમાં 2002થી દરેક ચૂંટણીમાં હાર્યા બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભામાંના વિરોધ પક્ષના તે વખતના નેતાઓ રાજીનામા આપતાં રહ્યાં. આ તે જાણે પરમ્પરા બની ગયું. ક્યારેક શક્તિસિંહ ગોહિલ, તો ક્યારેક અર્જુન મોઢવાડિયા અને હવે તો શંકરસિંહ વાઘેલા પણ મેદાને છે. એમ તો મોદી વિરુદ્ધ વાઘેલાને મોટા હથિયાર તરીકે જોવામાં આવતા હતાં, પરંતુ તેઓ પણ દરેક વખતે નિષ્ફળ રહ્યાં. 2007માં વાઘેલાને ગુજરાત ચૂંટણી ઝુંબેશ સમિતિની બાગડોર સોંપાઈ હતી, પરંતુ તેઓ પણ મોદીને રોકવામાં નિષ્ફળ નિવડ્યા હતાં. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં વાઘેલા ધારાસભ્ય ચુંટાયાં અને હાલ તેઓ વિધાનસભામાંના વિરોધ પક્ષના નેતા પણ છે, પરંતુ હવે વાઘેલાની ધારમાં પણ જાણે કાટ લાગી ગયું છે.

પડકારનો મૂળ ગુજરાત કોંગ્રેસ

પડકારનો મૂળ ગુજરાત કોંગ્રેસ

હવે રાહુલ ગાંધીની શીખામણની વાત કરીએ. હકીકતમાં રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને મોદીને ગુજરાતમાં જ ઘેરી વળવાની શીખામણ આપ છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આજે જો નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2014માં કોંગ્રેસ માટે પડકાર બની ઉપસ્યાં છે, તો તેનો મૂળ ક્યાં છે? સૌ જાણતા હતાં કે 2012ની વિધાનસભા ચૂંટણી નરેન્દ્ર મોદી માટે પડાવ છે. આ ચર્ચાઓ પણ પહેલાથી જ હતી કે મોદી જો આ ચૂંટણી જીતે, તો તેમનો આગળનો રસ્તો દિલ્હી તરફ નિકળશે. જો વિધાનસભા ચંટણી 2012માં જ ગુજરાત કોંગ્રેસે મોદીને રોકવાની ચોક્કસ વ્યુહરચના અપનાવી હોત, તો આજે કોંગ્રેસ હાઈકમાંડ સમક્ષ આ પડકાર ઊભો જ ન થાત.

રાહુલ પણ જવાબદાર!

રાહુલ પણ જવાબદાર!

હવે એવું નથી કે આ પડકારનો આખો ઠીકરો ગુજરાત કોંગ્રેસના માથે ફોડી દેવામાં આવે. રાહુલ ગાંધી ભલે ખુલ્લી રીતે મોદીને પડકાર તરીકે ન સ્વીકારતાં હોય, પણ આ પડકાર માટે તેઓ પણ ઓછા જવાબદાર નથી. હકીકતમાં રાહુલ ગાંધી ઉપરાંત સોનિયા ગાંધી અને મનમોહન સિંહ સુદ્ધ મોદી સામે સીધી ટક્કર લેવાનું ટાળતા રહ્યાં અને આજેય ટાળવાનો પ્રયત્ન કરે છે. 2012ની ચૂંટણીમાં રાહુલ ગાંધી જેટલી વખત ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવ્યાં, તેટલી વાર તેઓ નહેરૂ-ગાંધીની વાર્તાઓની આડમાં મોદી ઉપર હુમલો કરતાં રહ્યાં, પરંતુ પ્રત્યક્ષ રીતે મોદી ઉપર હુમલા કર્યાં નહિં. મોદીને ગુજરાતમાં જ રોકવાની પ્રથમ જવાબદારી રાહુલ ગાંધીની જ હતી.

English summary
Congress vice president Rahul Gandhi has asked party leaders from Gujarat to build pressure on the Narendra Modi government by strongly raising issues concerning people, but history of Gujarat Congress against Modi says that Rahul's this expectance will be vain to Gujarat Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more