• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શહજાદા અને યૂપીના નેતાજી માટે ઝેરનો પ્યાલો બની નમો ચા

By Kumar Dushyant
|

કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરે કહ્યું હતું કે, ''નરેન્દ્ર મોદી ઇચ્છે તો કોંગ્રેસના કાર્યક્રમ સ્થળની બહાર ચા વેચી શકે છે.'' અને મુલાયમ સિંહ યાદવે વારાણસીમાં નરેન્દ્ર મોદીને લુટેરા કહ્યા અને હવે રાહુલ ગાંધીએ સીધા શબ્દોમાં નરેન્દ્ર મોદીમાં નરેન્દ્ર મોદીને ગુજરાતના રમખાણો માટે જવાબદાર ગણાવ્યા. સાચૂ કહીએ તો મણિશંકર, તેમના બૉસ એટલે કે શહજાદે અને મુલાયમ સિંહની અંદર ક્યાંક ને ક્યાંક ચા વાળાની લહેરનો ડર છે જે તેમના નિવેદનોમાં સ્પષ્ટ છલકાઇ રહ્યું છે. અથવા તો પછી એમ કહીએ કે યૂપીના નેતાજી અને શહજાદા માટે નમો ચા ઝેરના પ્યાલા સમાન બની ગઇ છે.

લોકસભાની ચૂંટણી હજુ ત્રણ મહિના દૂર છે અને નરેન્દ્ર મોદીની લહેર આખા ઉત્તર પ્રદેશમાં ફેલાઇ ચૂકી છે. તાજેતરમાં જ બધાની આંખો મુસ્લિમ વોટ બેંક પર મંડાયેલી છે, તથાકથિત ધર્મનિરપેક્ષ પક્ષ, મુસ્લિમ સમુદાયને લલચાવવાના પ્રયત્ન કરી રહ્યાં છે. જો સમાજવાદી પાર્ટી પોતાને, મુજફ્ફરનગર રમખાણો બાદ, મુસ્લિમોના સાચા રક્ષક પ્રોજેક્ટ કરવાનો પ્રયત્ન કરે છે અને રાજ્ય કેબિનેટમાં ત્રણ મુસ્લિમ મંત્રીઓને પ્રોત્સાહન આપે છે, એવામાં કોંગ્રેસનું મુસ્લિમોનું દિલ જીતવાનો પ્રયત્ન વધારે પડતો વિચિત્ર લાગે છે.

namo-modi-tea-cup.jpg

મુસ્લિમ વોટો પર નજર

આ પાર્ટીના નેતા જોર-શોરથી ઉત્તર પ્રદેશમાં ભાજપના ચૂંટણી મુદ્દાના પ્રભારી અમિત શાહને ટાર્ગેટ કરવામાં લાગ્યા છે. કોંગ્રેસના નેતા બેની પ્રસાદે તાજેતરમાં જ એક મજેદાર નિવેદન આપ્યું, તેમનું કહેવું છે કે અમિત શાહ જ મુલાયમ સિંહ યાદવ અને નરેન્દ્ર મોદી માટે ભાષણ લખે છે. આ નિવેદન મુસલમાન મતદારો માટે હતું, કે મુલાયમ સિંહ યાદવે ભાજપ સાથે હાથ મિલાવી લીધો છે. આ નિવેદનથી સૌથી વધુ નકસાન સમાજવાદી પાર્ટીને થયું, કારણ કે કોંગ્રેસ પાર્ટી, મુસ્લિમોના મનમાં પોતાની જગ્યા બનાવી લેશે અને સપાને તેમના દિમાગમાંથી કાઢે ફેંકશે. તો આગામી લોકસભાની ચૂંટણીમાં તે વોટનો મોટો ભાગ ગુમાવી દેશે.

સપા આ પ્રકારની દુવિધા ભરેલી સ્થિતીનો સામનો 2009ની લોકસભાની ચૂંટણીમાં કરી ચૂકી છે, જ્યારે મુલાયમ સિંહ યાદવ, કલ્યાણ સિંહ સાથે મળીને વિધાનસભા ચૂંટની માટે ગયા હતા. આ ગઠબંધન મુસલમાનોને જામ્યું નહી અને તેમના બધા વોટ કોંગ્રેસ તરફ જતા રહ્યાં. પાર્ટી માટે આ નિર્ણય એક મુશ્કેલી બની ગયો હતો. 2004માં, સમાજવાદી પાર્ટીએ 35 સીટો જીતી હતી, પરંતુ 2009માં સીટોની સંખ્યા માત્ર 22 રહી ગઇ હતી. આ પ્રકારે કોંગ્રેસ ઘણા ફાયદામાં રહી, કારણ કે 2004માં તેમની પાસે ફક્ત 9 સીટો હતી, જે 2009માં વધીને 22 થઇ ગઇ છે.

મુસલમાનોમાં શકનું બીજ વાવવામાં આવે છે

બેનીપ્રસાદ વર્મા કંઇક આવા જ બીજ મુસલમાનોના મનમાં વાવી રહ્યાં છે, જેથી તેમની પાર્ટીને ફરી એકવાર લાભ મળે. તેમને સમાજવાદી પાર્ટી અને ભાજપ માટે મેચ-ફિક્સિંગ જેવા સટીક શબ્દોનો ઉપયોગ કર્યો અને સપાની છબિ ખરાબ કરવા માટે કહ્યું હતું કે અમિત શાહ, નરેન્દ્ર મોદી અને મુલાયમ સિંહ બંને માટે ભાષણ લખે છે. આ સ્પષ્ટ દર્શાવે છે કે આ નિવેદન સંપૂર્ણ રીતે વિચારીને આપવામાં આવ્યું છે.

એવામાં મુસલમાન યૂપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવથી નારાજ છે કારણ કે મુજફ્ફરનગર રખમાણો સમયે તેમની સરકાર સંભાળવવાની રીતે યોગ્ય ન હતી. તે એટલા માટે પણ ગુસ્સે હતા, કારણ કે અખિલેશ યાદવ રમખાણ પીડિતોની મદદ કરવા બદલે પોતાના ઘરઆંગણે સૈફઇ મહોત્સવમાં વધુ રસ દર્શાવ્યો. આમ કરવું મુસલમાનોના જખમ પર મીઠું ભભરાવવા જેવું થઇ ગયું. આ ઉપરાંત એ મુદ્દે પણ પ્રશ્નો ઉભા થયા જ્યારે રાહત શિબિરોમાં લોકો સડી રહ્યાં છે, તો સમાજવાદી પાર્ટીના નેતા અને મંત્રીઓ એક અધ્યયન પ્રવાસ પર વિદેશ જવાની શું જરૂરિયાત હતી.

કોણ છે મુસલમાનોનો સાચો રક્ષક

ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રવક્તા વિજય બહાદુર પાઠકે વિપક્ષને કહ્યું હતું કે તે અમિત શાહ એવા ખોટા આરોપ લગાવવાથી દૂર રહે. બહાદુર પાઠકનું કહેવું છે કે કોંગ્રેસ જેવી પાર્ટી, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાથી ડરવા લાગી છે અને એટલા માટે તે આ પ્રકારે ભાજપ વિરૂદ્ધ ખોટી અફવાઓ ફેલાવી રહી છે. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ સતર્કતા વર્તતા કહ્યું હતું કે અમિત શાહ, મુલાયમ સિંહનું ભાષણ શું કામ લખે.?

નેતાજી (મુલાયમ સિંહને આ નામથી રાજકારણમાં ઓળખવામાં આવે છે) મુસલમાનોના સાચા રક્ષક છે. તે ક્યારેય પણ પોતાના જીવનમાં સાંપ્રદાયિક નેતાઓની મદદ નહે લે. ચૌધરીએ વકાલત કરતાં કહ્યું હતું કે નેતાજીએ કેબિનેટમાં મુસલમાન મંત્રીઓને કેબિનેટ રેંકમાં વધારો કર્યો છે, સાથે જ તેમણે મુસલમાન લોકોને આ અફવાઓથી દૂર રહેવા માટે નિવેદન કર્યું.

English summary
SP supremo Mulayam Singh Yadav and Congress vice president Rahul Gandhi are have fear of Narendra Modi's wave in Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more