Reasons: "કહોના પ્યાર હૈ" સાબિત થશે "હીરો"
કહો ના પ્યાર હૈ અને હીરો... જી હા...ન્યૂકમર્સને લઈને બનેલી આ બંને ફિલ્મોમાં ઘણી સમાનતા છે. સૂરજ પંચોલી અને આથિયા ભટ્ટની "હીરો" આગામી 11 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે. જો કે સલમાન ખાનના નામ પર આ ફિલ્મ રિલીઝ પહેલા જ ઘણી ચર્ચામાં આવી ચૂકી છે . આ ફિલ્મ સલમાન ખાનના પ્રોડક્શન હેઠળ બની છે.
"કહો ના પ્યાર હૈ" એક એવી હીટ મૂવી હતી જેમાં પ્રેમ, ડ્રામા, એક્શન, કોમેડી, ગીતો, અને ડાન્સ હતો. બસ એવી જ રીતે "હીરો" પણ પ્રેમ, ડ્રામા, અને એક્શનથી ભરપૂર લાગી રહી છે. વર્ષ 1983માં રિલીઝ થયેલી "હીરો" ફિલ્મ પણ હીટ રહી હતી. અને એટલે જ આ ફિલ્મથી દર્શકોને ઘણી આશાઓ છે. ત્યાં જ સલમાન ખાને પણ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર નથી છોડી.
ફિલ્મ હીટ થશે કે ફ્લોપ તે તો રિલીઝ બાદ જ ખબર પડશે. પરંતુ સલમાનના બંને ન્યુ કમર સ્ટુડન્ટસમાં અત્યારસુધી તે તમામ ગુણ જોવા મળ્યાં છે જે એક સુપરસ્ટારમાં હોય. વેલ હાલમાં તો ફિલ્મના બ્લોક બસ્ટર થવાના ઘણાં ચાન્સીસ છે કેમ આવો જાણીએ.

ન્યૂકમર્સ
"હીરો" ફિલ્મથી એવા બે સ્ટાર ડેબ્યુ કરી રહ્યાં છે કે જેમનાથી થોડા સમય પહેલા કોઈ એવી આશા નહતી કે તેઓ કઈંક ખાસ કરી શકશે. પરંતુ હવે જેમ જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે સૂરજ પંચોલી અને આથિયા શેટ્ટી લોકોના દિલ જીતી રહ્યાં છે. ફિલ્મના ટ્રેલરમાં ખાસ કરીને સૂરજ પંચોલીએ આશ્ચર્ય ચકિત કરી દીધા છે.

ગીત
ફિલ્મનું આલબમ રિલીઝ થઈ ગયુ છે, અને તેમાં કોઈ શક જ નથી કે ફિલ્મના ગીતો પણ હીટ થશે. એવુ કહી શકાય કે એક લાંબા સમય બાદ એક ફિલ્મના બધાં જ ગીતો ગણગણવાનું મન થશે. ખાસ કરીને સલમાનનું "મે હૂં હીરો તેરા" તમને યાદ જ હશે.

ડાયરેક્શન અને પ્રોડક્શન
કોઈ પણ ફિલ્મ માટે અગત્યનો પાર્ટ હોય છે ડાયરેક્શન અને પ્રોડક્શન...નિખિલ અડવાણીએ "કલ હો ના હો" જેવી ફિલ્મો આપી છે. તો સલમાન ખાન ફિલ્મના પ્રોડ્યુસર છે. બંનેએ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર નથી છોડી. ખાસ કરીને સલમાન ખાનને આ ફિલ્મથી ઘણી આશાઓ છે. વેલ સલમાનના કારણે સલમાનના ફેન્સ તો ફિલ્મ સાથે પહેલેથી જ જોડાઈ ચૂક્યા છે.

સૂરજ પંચોલી
ફિલ્મ રિલીઝ થતા પહેલા જ સૂરજ પંચોલીને સલમાન ખાને ફ્યુચરનો સલમાન ખાન ઘોષિત કરી દીધો છે. હવે કોઈ ન્યૂકમર માટે તેનાથી મોટી શું વાત હોઈ શકે છે. સૂરજની એક્ટીંગની ઝલક તો આપણે ટ્રેલરમાં જોઈ ચૂક્યા છીએ. સાથે જ સૂરજ સારો ડાન્સર પણ છે.

આથિયા શેટ્ટી
આથિયા શેટ્ટીની તુલના અમિષા પટેલથી તો ન થઈ શકે, પણ તેને સોનમ કપૂરનું ટેગ જરૂરથી મળી રહ્યું છે. સ્ટાઈલ અને ગ્લેમરને લઈને તો આથિયા ઈન્ડસ્ટ્રીમાં નામ કમાઈ જ રહી છે. સાથે જ ફિલ્મમાં તેનો એક અલગ અંદાજ પણ જોવા મળશે.

બીગ નેમ
ફિલ્મ સાથે મોટા મોટા નામ જોડાયેલા છે તો ચિંતાની કોઈ વાત જ નથી. "હીરો"ની સાથે સલમાન ખાનનું નામ જોડાયેલું છે. સલમાને ફિલ્મના પ્રમોશનને લઈને કોઈ કસર નથી છોડી. સલમાનના ફેન્સ પણ આ ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. જ્યાં સલમાન હોય ત્યાં ફિલ્મ માટે બ્લોકબસ્ટર શબ્દ ઓછો પડે.

સ્ટોરી
કહો ના પ્યાર હૈની સ્ટોરી કઈંક અલગ હતી. તેવી જ રીતે હીરો ફિલ્મમાં પણ કઈંક અલગ જોવા મળશે તે તો ચોક્કસ છે.

ફેન્સ ફોલોવર્સ
ફેન્સ ફોલોવર્સના મામલામાં સૂરજ અને આલિયા પાછળ છે. પરંતુ એવુ પણ નથી કે તેમને કોઈએ નોટીસ નથી કર્યા. નોટીસ કર્યા અને બહું જ કર્યા. તેમાં કોઈ શક નથી ફિલ્મ રિલીઝની સાથે જ આમના ફોલોવર્સ પણ મોટી સંખ્યામાં વધશે.












Click it and Unblock the Notifications
