For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લગ્ન પછી દીકરાએ માને ન જણાવવી આ વાતો, નહિતર મેરિડ લાઈફમાં આવી શકે ખટાશ

આવો, જાણીએ લગ્ન બાદ દીકરાએ પોતાની મા સાથે મેરિડ લાઈફની કઈ વાતો શેર કરવી અને કઈ નહિ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ લગ્ન કોઈ પણ વ્યક્તિના જીવનને ઘણુ પ્રભાવિત કરે છે. પુરુષ હોય કે પછી મહિલા લગ્નજીવનમાં ઘણા ફેરફાર લઈને આવે છે. લગ્ન પછી વ્યક્તિની રહેણી-કરણીમાં પણ ઘણુ પરિવર્તન આવે છે. લગ્ન પહેલા દીકરાઓ માના લાડકા હોય છે. ઘણી વાર મા અને દીકરાનો પ્રેમ દીકરાના દાંપત્યજીવનને ઘણી હદ સુધી પ્રભાવિત કરે છે. લગ્ન પહેલા દીકરો માને પોતાની દરેક નાની વાત જણાવતો હોય છે. વળી, મા પણ દીકરાની હદથી વધુ પ્રેમ અને પરવા કરે છે. એવામાં લગ્ન બાદ અમુક ફેરફાર કરવા જરુરી છે.

મા સાથે મેરિડ લાઈફની કઈ વાતો શેર કરવી અને કઈ નહિ

મા સાથે મેરિડ લાઈફની કઈ વાતો શેર કરવી અને કઈ નહિ

અમારા કહેવાનો અર્થ એ નથી કે દીકરા મા સાથે વાત કરવાનુ ઓછુ કરી દે અથવા છોડી દે. દાંપત્ય જીવનમાં તાલમેલ જાળવી રાખવા માટે દીકરાએ એ નક્કી કરવાનુ રહેશે કે તે પોતાની મેરિડ લાઈફની કઈ વાત મા સાથે શેર કરે અને કઈ વસ્તુઓ મા સાથે શેર ના કરે. કારણકે આ બધાની અસર દાંપત્ય જીવન પર પડે છે. આનાથી તમે પોતાની મા અને પત્ની વચ્ચે યોગ્ય સંતુલન જાળવી શકો છો. જે દીકરાઓ પોતાની માને બધી વાત જણાવે છે ઘણીવાર તેમની પત્નીને એ વાતની ફરિયાદ હોય છે. જેનાથી તેમના લગ્ન જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવવા લાગે છે. આવો, જાણીએ લગ્ન બાદ દીકરાએ પોતાની મા સાથે મેરિડ લાઈફની કઈ વાતો શેર કરવી અને કઈ નહિ.

પતિ-પત્નીની પ્રાઈવેટ વાતો

પતિ-પત્નીની પ્રાઈવેટ વાતો

લગ્ન પછી દીકરાએ પોતાની મા સાથે પોતાની અંગત વાતો શેર ન કરવી જોઈએ. પતિ-પત્નીની અંગત બાબતોને માથી દૂર રાખવી જોઈએ, આનાથી વસ્તુઓ ખરાબ થઈ શકે છે. ઘણીવાર લગ્ન બાદ ઘરના મોટા લોકો કપલ પાસે બાળકની આશા રાખતા હોય છે. બેબી પ્લાન કરવુ પતિ-પત્નીની અંગત બાબત હોય છે. એવામાં જો તમે પોતાની મા સાથે આ અંગે વાત કરો તો તમારા લગ્ન જીવનમાં મુશ્કેલી આવી શકે છે.

પત્ની સાથે થયેલ મતભેદ

પત્ની સાથે થયેલ મતભેદ

લગ્ન બાદ ઘણી વાર મા દીકરા અને દીકરીના લગ્નજીવન માટે ચિંતિત રહે છે. મા દીકરાના લગ્નજીવન વિશે વાત કરે છે બધુ ઠીક છે કે નહિ, કોઈ મુશ્કેલી તો નથી. એવામાં ક્યારેય મા સાથે પત્ની સાથે થયેલ મતભેદ વિશે ન જણાવવુ જોઈએ. કારણકે આની અસર તમારા લગ્ન જીવન પર પડી શકે છે. કોઈ પણ છોકરીને ન ગમે કે તેનો લાઈફ પાર્ટનર તેની ઉણપને કોઈને પણ બતાવે પછી ભલે તે તેની મા કેમ ના હોય. અમારા કહેવાનો અર્થ એ નથી કે તમે પોતાની મા સાથે ઘર સાથે જોડાયેલ મુદ્દાઓ પર વાત ના કરો. તમે મા સાથે ઘરના મુદ્દાઓ પર સલાહ લઈ શકો છો. પરંતુ એ વાતનુ હંમેશા ધ્યાન રાખે કે તમે પોતાની માને પત્ની સાથે થયેલ મતભેદ વિશે ના જણાવો પરંતુ ઘર સાથે જોડાયેલ મુદ્દે તેમનુ મંતવ્ય જરુર લો.

દરેક કામ પહેલા મા પર નિર્ભર રહેવુ

દરેક કામ પહેલા મા પર નિર્ભર રહેવુ

લગ્ન પછી જો તમે પોતાના અંગત જીવનના નિર્ણયો લેવા માટે મા પર નિર્ભર હોય તો તે તમારી મેરિડ લાઈફને મુશ્કેલીમાં લાવી શકે છે. લગ્ન બાદ છોકરા જો પોતાની અંગત બાબતોના નિર્ણયો મા સાથે સલાહ કર્યા બાદ જ કરતા હોય તો તેને પત્ની સાથે મતભેદ થવા નક્કી છે. એવામાં પોતાના દરેક કામ માટે મા પર નિર્ભર રહેવાનુ છોડી દો. તમે કોઈ કામ કરવા માટે પત્નીની પણ સલાહ લઈ શકો છો. અમે એવુ નથી કહેતા કે તમે પોતાની માને કોઈ પણ કામ વિશે ન જણાવો પરંતુ તમે કોઈ પણ કામ કરતા પહેલા પોતાની પત્નીની પણ સલાહ લો. આનાથી તમારુ લગ્નજીવન પરિપક્વ થશે.

પત્નીના ઘરવાળાની બુરાઈ

પત્નીના ઘરવાળાની બુરાઈ

કોઈ પણ છોકરીને પોતાના ઘરવાળાની બુરાઈ નથી ગમતી. એવામાં કયારેય પણ પોતાની મા પાસે પત્નીના ઘરવાળાની બુરાઈ ન કરવી જોઈએ. કારણકે ભારતમાં લગ્ન માત્ર બે લોકો વચ્ચે નહિ પરંતુ બે પરિવાર વચ્ચે થાય છે. છોકરી સાથે છોકરીનો પરિવાર પણ તમારો પરિવાર છે. એવામાં ધ્યાન રાખો કે તમે પોતાની મા સાથે સાસરિયાની બુરાઈ ના કરો.

English summary
Relationship Tips: Boys do not tell these thing to his mother after marriage, Its can ruined your married life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X