Relationship Tips : શું તમે રિલેશનશીપમાં છો? તો બ્રેકઅપ અંગે જાણી લો કામની વાતો
Relationship Tips : રિલેશનશીપમાં ઘણીવાર અચાનક એવી વાત કરી દે છે કે એનાથી તમે હતપ્રત થઇ શકો છો. તેઓ સમજી શકતા નથી તેમની સામે કેવી રીતે રિએક્ટ કરવું.
Relationship Tips : રિલેશનશીપમાં ઘણીવાર અચાનક એવી વાત કરી દે છે કે એનાથી તમે હતપ્રત થઇ શકો છો. તેઓ સમજી શકતા નથી તેમની સામે કેવી રીતે રિએક્ટ કરવું. આવા સમયે અચાનક કોઇ અજાણ્યો શખ્સ પ્રેમ પ્રસ્તાવ મુકી દે, તો તમે હેબતાઇ શકો છો અને તમે કોઇ પ્રકારની પ્રતિક્રિયા આપી શકતા નથી.
આ સાથે જો તમારો પાર્ટનર અચાનક તમારી સાથે બ્રેકઅપની વાત કરે તો તમને અંદર સુધી ઝટકો લાગે છે. આવા સમયે તમે કોઇ રિએક્શન આપી શકતા નથી અથવા તો ઓવર રિએક્ટ કરી શકો છો.
ઘણીવાર પાર્ટનર ઇમોશનલ બનીને રડવા લાગે છે અને સંબંધ ચાલુ રાખવા માટે વિનવણી કરવા લાગે છે. તો ક્યારેક ગુસ્સામાં પાર્ટનરની વાત સાંભળ્યા વગર બ્રેકઅપની વાત સ્વીકારી લઇને બ્રેકઅપ કરી લે છે. આ બંને નિર્ણય સાચા નથી. આજે અમે તમને જણાવીશું કે, જ્યારે પાર્ટનર બ્રેકઅપની વાતા કરે છે, તો તમારે તે સમયે શું કરવું જોઇએ?

ઠંડા મગજે શાંતિથી વાત કરો
જો પાર્ટનર તમારી સાથે બ્રેકઅપ કરવા માંગતો હોય, તો તેની સાથે ઠંડા મગજથી વાત કરો અને તે જાણવાની કોશિશ કરો કે, તે શા માટેતમારાથી અલગ થવા માંગે છે.
બ્રેકઅપનું કારણ જાણવાનો પ્રયાસ કરો. તમારા પાર્ટનરનું વલણ અથવા તેમનો પ્રતિભાવ તમને એઅહેસાસ આપી શકે છે કે, તમે સંબંધમાં આગળ વધવા માંગો છો કે નહીં. જો પાર્ટનર બ્રેકઅપનો રટણ ચાલુ જ રાખે, તો આ સંબંધને આગળલઈ શકાય નહીં. સંબંધ સમાપ્ત કરવો વધુ સારું છે.

શંકાઓનું કરો સમાધાન
સૌપ્રથમ વાત કરીને બ્રેકઅપ કરવાનું કારણ જાણીને, તમે રિલેશનશીપમાં આવી રહેલા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવવાનો પ્રયાસ કરી શકો છો.
જો તમને અને તમારા પાર્ટનરને લાગે છે કે, બ્રેકઅપનું કારણ ઉકેલી શકાય છે, તો રિલેશનશીપને ચાલુ રાખવાની એક તક આપો અને મામલો થાળે પાડો. આ તમારા સંબંધોને તૂટવાથી બચાવી શકે છે.

જીવનસાથીની વાત અને વર્તનને સમજો
ભલે તમે રિલેશનશીપને સાચવવા માંગતા હોવ, પરંતુ આ સાથે સાથે એ પણ જરૂરી છે કે, જીવનસાથીએ પણ સંબંધ વિશે આવું જ વલણ રાખવું જોઈએ. જો તમારો પાર્ટનર તમારી વાત સાંભળવા તૈયાર નથી, તો સમજી લો કે તમારા કોઈપણ પ્રયાસ બાદ પણ તે રિલેશનશીપમાં રહેવા નથી માંગતો. તો પાર્ટનરના વલણને સમજીને બ્રેકઅપ કરી લો.

સાથે રહેવા માટે દબાણ કરશો નહીં
ઘણીવાર લોકો બ્રેકઅપને સહન કરી શકતા નથી અને તેમના પાર્ટનર સાથેના રિલેશનશીપને સમાપ્ત ન કરવા માટે ભીખ માંગવા માટે પણ તૈયાર થઇ છે. તે પોતાના પાર્ટનરની સામે રડવા લાગે છે.
કારણ જાણ્યા વગર પોતાની જ ભૂલ સમજીને માફી માંગવા લાગે છે અને પાર્ટનર પર ભાવનાત્મક રીતે દબાણ કરવા લાગે છે, પરંતુ આ રિલેશનશીપને વધુ ખરાબ બનાવે છે, તેમજ તમારા આત્મસન્માનને પણ નુકસાન પહોંચાડે છે.
સંબંધ જાળવી રાખવા માટે આવું બિલકુલ ન કરો. જો તે જાય છે તો તેને જવા દો, સાથે રહવા માટે દબાણ કરશો નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
