Relationship Tips : રિલેશનમાં ક્યારેય ન અવગણો આ વાતો, જાણો ટોક્સિક પાર્ટનરનું વર્તન
Relationship Tips : ડેટિંગના સમયથી કપલ પૂરી રીતે પ્રેમમાં ડૂબેલા રહે છે. જે કારણે ઘણીવાર એક બીજાના વર્તનને અવગણી ન શકાય. આવા વર્તન સામે તમારે વિરોધ નોંધાવી શાંતિથી વાત કરવી જોઇએ.
તમારી વચ્ચે ભલે ગમે તેટલો પ્રેમ હોય, પરંતુ જો સામેની વ્યક્તિનું વર્તન તમારા માટે સારું ન હોય, તો માત્ર પ્રેમના કારણે જ સંબંધોનું વાહન લાંબા સમય સુધી ચલાવવું શક્ય નથી. તો આજે એવી જ કેટલીક બાબતો વિશે વાત કરીશું, જેને ડેટ કરતી વખતે બિલકુલ સહન ન કરવી જોઈએ.

તમારો પાર્ટનર કેટલું ઈમોશનલ મહત્વ આપે છે, તે જોવું જરૂરી છે. જ્યારે તમે તેની સાથે તમારા જીવન સંબંધિત સમસ્યાઓ શેર કરો છો, ત્યારે તે સમજવાનો પ્રયાસ કરો કે, તે તેને સમજે છે કે અવગણના કરે છે. જો તમને લાગતું હોય કે, પાર્ટનર તરફથી કોઈ ઈમોશનલ સપોર્ટ નથી, તો જલદીથી રિલેશનશિપને ખતમ કરી દેવું વધુ સારું છે.
જો તમારો પાર્ટનર તમને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે, તો આ પણ એક એવું વર્તન છે, જેને તમારે બિલકુલ સહન ન કરવું જોઈએ. તમારે ક્યાં જવું છે, કોને મળવું છે, કપડાં કેવી રીતે પહેરવા એ નિર્ણય તમારા નિયંત્રણમાં ન હોય તો તે યોગ્ય નથી.
નાની-નાની બાબતો પર રોક લગાવવાથી પાછળથી મોટી સમસ્યા સર્જાઈ શકે છે. જો તમે આવા કોઈની સાથે આગળનું જીવન વિતાવવાનું વિચારી રહ્યા છો, તો ફરી એકવાર આરામથી વિચારી જુઓ.
જો તમારો પાર્ટનર સમયાંતરે તમારી ટીકા કરે છે, તો આ વર્તન પણ સંબંધ માટે ખૂબ જ ટોક્સિક છે. જ્યારે જો તે તમને માર્ગદર્શન આપે કે, તે જે કરી રહ્યો છે તે યોગ્ય નથી. જો તમે તેનાથી વધુ સારું કરી શકો તો તેના વિશે વિચારી શકાય, પરંતુ દરેક સારા કે ખરાબ કામ માટે જૂઠું બોલવું એ યોગ્ય રીત નથી.












Click it and Unblock the Notifications
