ગણતંત્ર દિન 2018: પરેડનું મુખ્ય આકર્ષણ છે BSFની ઊંટોની ટુકડી

Written By:
Subscribe to Oneindia News

ગણતંત્ર દિવસની પરેડ ઘણી ખાસ હોય છે, આ પરેડની ચર્ચા ભારત ઉપરાંત વિદેશોમાં પણ થાય છે. આમ તો આ પરેડ દ્વારા ભારત પોતાની શક્તિઓનું પ્રદર્શન કરે છે, તેની સાથે જોડાયેલ દરેક વસ્તુ નિરાળી છે. આ નિરાળી વસ્તુઓમાંની જ એક છે, ઊંટોની ટુકડી, જે આ પરેડમાં ભાગ લે છે. ઊંટોની ટુકડીને પરેડમાં લાવવા માટે બીએસએફ ઘણી મહેનત કરે છે.

ઊંટોની ટુકડી

ઊંટોની ટુકડી

 • સીમા સુરક્ષા દળ(બીએસએફ)ની ઓળખાણ ઊંટોની ટુકડીથી થાય છે.
 • ઊંટોને પહેરાવવામાં આવતા રંગબેરંગી તોરણો લાજવાબ હોય છે.
 • લગભગ 40 વર્ષથી આ ઊંટની ટુકડી પરેડમાં ભાગ લઇ ગણતંત્ર દિવસની રોનક વધારે છે.
એક માત્ર ઊંટોની ટુકડી

એક માત્ર ઊંટોની ટુકડી

 • દુનિયાની આ એકમાત્ર ઊંટોની ટુકડી છે, જે માત્ર બેન્ડ સાથે રાજપથ પર પ્રદર્શન નથી કરતું, પરંતુ એની સાથે જ સીમા પર રખવાળી પણ કરે છે.
 • વર્ષ 1976માં પહેલીવાર 90 ઊંટોની ટુકડી ગણતંત્ર દિવસની ઉજવણીનો ભાગ બની હતી, જેમાં 54 ઊંટ સૈનિકો સાથે અને બાકીના બેન્ડના જવાનો સાથે હતા.
ઊંટોનું દળ

ઊંટોનું દળ

 • બીએસએફ દેશની એક માત્ર એવી ફોર્સ છે, જેની પાસે અભિયાનો અને સમારંભો બંને માટે સુસજ્જિત ઊંટોનું દળ છે.
 • બીએસએફના જવાનો ઇન્ડો-પાક બોર્ડર પર પેટ્રોલિંગ માટે ઊંટોનો ઉપયોગ કરે છે.
વિશ્વનું સૌથી મોટું સીમા રક્ષક દળ

વિશ્વનું સૌથી મોટું સીમા રક્ષક દળ

 • સીમા સુરક્ષા દળ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ વિશ્વનું સૌથી મોટું સીમા રક્ષક બળ છે.
 • રણમાં પાણી વિના ઊંટ રહી શકે અને આ માટે જ બીએસએફમાં ઊંટોનો ઉપયોગ કરવામાં આવે છે.
 • આ ઊંટોને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવે છે.
બીએસએફની 188 બટાલિયન

બીએસએફની 188 બટાલિયન

 • બોર્ડર સિક્યોરિટી ફોર્સની રચના 1 ડિસેમ્બર, 1965માં થઇ હતી.
 • વર્તમાન સમયમાં બીએસએફની 188 બટાલિયન છે.
 • બીએસએફ 6385.36 કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સીમાની સુરક્ષા કરે છે, જે દુર્ગમ રણો, નદી-ઘાટ અને હિમાચ્છાજિત પ્રદેશો સુધી ફેલાયેલી છે.

English summary
BSF Troop of Camels will take part in Republic Day Parade. The four-footed contingent, colorfully bedecked, are a major attraction at the parade every year.here is interesting fact about it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.