મોજમસ્તી અને પૈસા માટે સ્કૂલના બાળકો વેશ્યાવૃત્તિમાં જોડાય છે: સર્વે
નવી દિલ્હી, 18 નવેમ્બર: એમાં કોઇ શંકા નથી કે ઇન્ટરનેટે દુનિયાને એકદમ નાની કરી દિધી છે પરંતુ આ ઇન્ટરનેટે આપણા મોટા થતા બાળકોને જરૂરિયાત પહેલાં વયસ્ક પણ બનાવી દિધા છે. આ વાતથી ફક્ત ભારત જ નહી દુનિયાના બીજા દેશો પણ ખૂબ પરેશાન છે.
આ વાતનો ખુલાસો એક સર્વેમાં થયો છે તમને જાણીને નવાઇ લાગશે કે સ્ટુડન્ટ વેબસાઇટ Skuola.net દ્વારા કરાવવામાં આવેલા એક સર્વે દ્વારા જાણવા મળ્યું છે કે ઇટલીના સાતમાંથી એક સ્કૂલમાં અભ્યાસ કરનાર બાળક વેશ્યાવૃત્તિમાં સામેલ છે તેની પાછળનું કારણ છે બાળકો દ્વારા ઇન્ટરનેટ જરૂરિયાતથી વધુ સેક્સ અને પોર્ન ફિલ્મો જોવી.

જો કે સર્વેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે બાળકોની અંદર પૈસાની લાલસાએ પણ તેમને વેશ્યાવૃત્તિ માટે ઉશ્કેર્યા છે પરંતુ અડધાથી વધુ લોકો તો સેક્સ વિશે ઉત્સુકતાના કારણે આ ધંધામાં લુપ્ત થઇ ગયા છે. આ વેશ્યાવૃત્તિમાં 14 વર્ષ સુધીના બાળકો સામેલ છે જે ખુશી અને ઉત્સાહના કારણે પોતાના સાથીઓને પોતાનું શરીર વેચી રહ્યાં છે. Skuola.net ના ઓનલાઇન સર્વેમાં 40 ટકા બાળકોનું કહેવું છે કે વેશ્યાવૃત્તિથી તેમની સ્કૂલને લેવાદેવા નથી.
વેશ્યાવૃત્તિમાં સામેલ 40 ટકા બાળકોએ ખુલાસો કર્યો છે કે તેમને વેશ્યાવૃત્તિથી કોઇ પરેશાની નથી પરંતુ આ તો બાળકો માટે મજાની સાથે સારા પૈસા કમાવવાનું માધ્યમ છે. આટલું જ નહી બાળ વેશ્યાવૃત્તિ વિશે જાણે છે તેમાંથી એક ચતૃથાંશે કહ્યું છે કે તેમને પૈસાના બદલે ઘણીવાર પોતાના અભ્યાસ કરનાર છોકરીઓની સાથે સંબંધ બાંધ્યો છે.












Click it and Unblock the Notifications
