દેશમાં થયેલી ગણપતિ બાપ્પાની વિદાયની કેટલીક તસવીરો જુઓ અહીં

Written By:
Subscribe to Oneindia News

5 સપ્ટેમ્બરે ગણપતિ વિસર્જન છે. આપણા ઘરે ધામધુમથી લાવેલા બાપ્પાને ભાવભીની વિદાય આપવાનો દિવસ.  આપણને ગણપતિ બાપ્પા આવતા વર્ષે જલ્દી આવે તેવી લાગણીઓ પણ જોડાયેલી હોય છે. સમગ્ર દેશમાં મંગળવારે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું. જેટલા ઉત્સાહ અને આનંદ સાથે બાપ્પાને ઘરે લાવ્યા હતા તેટલી જ લાગણી સાથે આવતા વર્ષે જલ્દી આવે તેવી ભાવનાઓ સાથે વિદાય આપવામાં આવે છે. આમ તો હવે લોકો પોતાની સુવિધા અનુસાર, પહેલા, પાંચમા કે સાતમા દિવસે ગણપતિ વિસર્જન કરતા થયા છે, પરંતુ બાપ્પાને અગ્યારમા દિવસે વિદાય આપવી વધારે યોગ્ય ગણાય છે. તો આ વર્ષે થયેલ ગણપતિ વિસર્જનની કેટલીક તસવીરો નિહાળો અહીં...

મુંબઈના લાલ બાગના રાજા

મુંબઈના લાલ બાગના રાજા

મંગળવારે મુંબઈના જાણીના ગણપતિ શ્રી લાલ બાગના રાજાને પુરા હર્ષોઉલ્લાસ સાથે વિદાય આપવામાં આવી હતી. આ વિસર્જન સમયે મુંબઈના લોકો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. અબીલ-ગુલાલની છંટકાવ કરીને ઉજવણા કરવામાં આવી હતી અને લોકોએ 'ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ' ના નાદ સાથે બાપ્પાને વિદાય આપી હતી.

ચેન્નઈમાં થઈ બાપ્પાની વિદાય

ચેન્નઈમાં થઈ બાપ્પાની વિદાય

ગણેશ ચતુર્થી આમ તો મહારાષ્ટ્રનો મુખ્ય તહેવાર છે પરંતુ તેની ઉજવણી ભારતભરમાં થાય છે. તમિલનાડુના ચેન્નઈમાં ગણેશને સાતમાં દિવસે વિસર્જિત કરવામાં આવ્યા હતા. ચેન્નઈના દરિયા કિનારે ભગવાન ગણેશની મહાકાય મૂર્તિઓને પાણીમાં વિલિન કરીને વિદાય આપવામાં આવી હતી.

બાપ્પાને અપાઈ અશ્રુભીની વિદાય

બાપ્પાને અપાઈ અશ્રુભીની વિદાય

આપણા પુરાણો અનુસાર હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતાઓ છે પરંતુ ગણપતિ બાપ્પા જ એક એવા ભગવાન છે જે આપણા ઘરે આવે છે અને આપણા દુઃખોને દુર કરીને આપણા જીવનના તમામ વિઘ્નોને હરે છે. અગ્યારમા દિવસે જ્યારે બાપ્પા વિદાય લે છે ત્યારે તેને વિદાય આપતા લોકોની આંખોમાં આસુંઓ આવી જતા હોય છે.

અગલે બરસ તું જલ્દી આ

અગલે બરસ તું જલ્દી આ

દર વર્ષે ગણેશ ચતુર્થીને ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. હવે જ્યારે પ્રદૂષણ અને મૂર્તિની વાત આવે તો આ વર્ષે પણ ઘણી જગ્યાએ પીઓપીની મૂર્તિઓ જ જોવા મળી હતી. આ મૂર્તિઓને લોકો આસપાસની નદી કે તળાવમાં વિસર્જિત કરતા હતા. સરકાર અને કેટલીક સંસ્થાઓના અનેક પ્રયાસો છતા પણ લોકોએ આ વર્ષે પણ પર્યાવરણની જાગૃતિને નેવે મુકી હતી. 'અગલે બરસ તુ જલ્દી આ'ના નાદ સાથે લોકોએ બાપ્પાને વિદાય આપી.

English summary
See some pictures of Ganpati bappa's departure in the country here .

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.