નાસાના ઉપગ્રહે ખેંચ્યા સૂર્ય પર વિસ્ફોટના દ્રશ્યો, જુઓ વીડિયો
વોશિંગ્ટન, 2 મે: હાલમાં સૂર્ય અને તેની ગરમી વધુને વધુ ઉગ્ર બની રહી છે. તેનું તાપમાન 42 ડીગ્રીથી ઉપર જઇ રહ્યું છે, જેના પગલે લોકો ત્રાહિમામ થઇ રહ્યા છે. આવામાં આપને સૂર્યના નજીકથી દ્રશ્યો બતાવવામાં આવે તો આપ કલ્પના કરી શકો કે તે ખરેખર ઉગ્ર સ્વરૂપમાં કેવો દેખાતો હશે અથવા તો કેવો ભભકતો હશે.

'ધ સોલર ડાયનામિક્સ ઓબ્ઝર્વેટરી સેટેલાઇટ'ને ફેબ્રુઆરી 2010માં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. અને તેને એ રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે તે પાંચ વર્ષ સુધી અવકાશમાં ભ્રમણ કરી કામ કરતો રહે. અત્રે આ સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલ સૂર્ય પર થઇ રહેલા વિસ્ફોટોનો વીડિયો આપેલો છે તેને જોઇને તેની ઉગ્રતા જોઇ શકાય છે.
<center><script type="text/javascript" src="http://cdn-akm.vmixcore.com/vmixcore/js?auto_play=0&cc_default_off=1&player_name=uvp&width=512&height=332&player_id=1aa0b90d7d31305a75d7fa03bc403f5a&t=V0QEdvQqIwit6aIn0r_KyhxY8y5vwxt2j8"></script></center>












Click it and Unblock the Notifications
