ખબર છે...ફિટ રહેવા માટે ફ્ક્ત સારી ઉંઘ પૂરતી નથી
આજના દોડધામ ભરેલી જીંદગીમાં માણસને પોતાના માટે ટાઇમ જ નથી મળી શકતો. જેના કારણે તે તેની ફિટનેસ પર સૌથી વધુ અસર પડે છે. લોકો કહે છે કે તે ઉંઘ પૂરતી લે છે પરંતુ ન જાણે કેમ તેમને હંમેશા થાક અનુભવે છે જેના લીધે તે તેમના કામ અને મગજ પર ખરાબ અસર પડે છે.
તો એવા લોકોને જણાવી દઇએ કે સામાન્ય રીતે માનવામાં આવે છે કે તાજગી અનુભવવા માટે ભરપૂર ઉંઘ પુરતી નથી, પરંતુ દિલ, દિમાગ અને શરીરને ફ્રેશ રાખવા માટે સામાન્ય રીતે ઘણા વિકલ્પ છે.
જો તમે આ વસ્તુઓનો અપનાવશો તો નિસંદેશ તમારી સમસ્યાનું નેવું ટકા સમાધાન થઇ જશે અને તમારે ના તો ફિટનેસની દવા ખાવી પડશે અને ના તો કોઇ ડૉક્ટરને મળવું પડશે.
વેબસાઇટ 'હફિંગટનપોસ્ટ ડૉટ કોમ' એવા નુસખા જણાવે છે કે જેથી તમે દરરોજ સવારે પોતાને ફ્રેશ અનુભવશો. થોડી નિયમિત દિનચર્યા અને સાવધાની ના ફક્ત તમને ફિટ બનાવશે પરંતુ તમે ખુશ અને વધુ એનર્જી અનુભવશો.

જરૂરિયાતથી વધુ ઉંધવું અથવા પછી યોગ્ય રીતે ન ઉંઘવું
ફ્રેશ રહેવા માટે જરૂરી છે કે એક નિશ્વિત સમયની ઉંઘ લો અને સમયસર ઉઠવની આદત નાખો અને પ્રયત્ન કરો કે તમે યોગ્ય રીતે ઉંઘો કારણ કે આ ખૂબ જરૂરી છે કે તમે ક્યાં ઉંઘો છો.

ઉંઘતા પહેલાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી દૂર રહો
ઘણા લોકો ઉંઘતા પહેલાં ટીવી, મોબાઇલ, અથવા લેપટોપ પર કંઇને કંઇ કરતા રહે છે, જ્યારે આ ઉપકરણોથી નિકળનાર પ્રકાશ માણસના મગનજે સંકેત આપે છે કે આ જાગવાનો સમય છે.

પદ્ધતિસર ઉંઘ લો
બપોરે થોડો સમય ઉંઘ અથવા આરામ માણસને બાકીના વધેલા દિવસ માટે સતર્ક, રચનાત્મક અને સક્રિય બનાવવામાં મદદ કરે છે.

શારીરિક કસરત કરો
જે લોકો નિયમિત રીતે શારીરિક કસરત કરે છે, તેમને સારી ઉંઘ આવે છે.

ઉંઘતા પહેલાં ઉંઘ વિશે વિચારો
ઉંઘતા પહેલાં જરૂરી છે કે મગજને એક સારી અને લાંબી ઉંઘ માટે તૈયાર કરી લો.

યોગ્ય ખાણીપીણી
આ ઉપરાંત સૌથી પહેલાં મહત્વપૂર્ણ વાત છે કે યોગ્ય સમયે યોગ્ય ખાણીપીણી પર ધ્યાન આપો.












Click it and Unblock the Notifications
