પુરુષોના એવા કયા રાઝ છે જેને તે પોતાની પાર્ટનર સાથે પણ શેર નથી કરતા

પુરુષોના વ્યક્તિત્વ અને જીવન સાથે જોડાયેલી અમુક અનકહી વાતો અમે આજે તમારા માટે લઈને આવ્યા છે જેની મદદથી તમે પોતાના પાર્ટનરને સારી રીતે સમજી શકશો.

નવી દિલ્લીઃ પુરુષોના જીવનને જેટલુ સરળ માનવામાં આવે છે, વાસ્તવમાં તેમનુ જીવન એટલુ સરળ હોતુ નથી. તેમના વ્યક્તિત્વ અને અંગત જીવનમાં પણ ઘણા લેયર હોય છે જેની નીચે તેમના ઈમોશન્સ અને ઈચ્છાઓ દબાયેલી હોય છે. પુરુષ પણ ઘણી વાર રહસ્યમયી હોઈ શકે છે અને ઘણી વાતોને છૂપાવીને રાખી શકે છે. પુરુષોના વ્યક્તિત્વ અને જીવન સાથે જોડાયેલી અમુક અનકહી વાતો અમે આજે તમારા માટે લઈને આવ્યા છે જેની મદદથી તમે પોતાના પાર્ટનરને સારી રીતે સમજી શકશો.

તેમને પણ હોય છે સહારાની જરુર

તેમને પણ હોય છે સહારાની જરુર

દરેક વ્યક્તિને સ્વજનો પાસેથી ઈમોશનલ સપોર્ટની જરુર હોય છે. જો કે પુરુષ આ જરુરતને સ્પષ્ટ શબ્દોમાં વર્ણવી શકતા નથી. પરંતુ તેમની ઈચ્છા હોય છે કે તેમને કોઈ પ્રેમ કરે, સારા અને ખરાબ સમયમાં કોઈ હંમેશા સહારો આપે અને કોઈ સ્વજન તેને તણાવમાંથી બહાર નીકળવામાં મદદ કરે.

ડરની ભાવનાના હોય છે શિકાર

ડરની ભાવનાના હોય છે શિકાર

આ એક પ્રચલિત ધારણા છે કે પુરુષોએ પોતાનો ડર, દુઃખ કે નબળાઈઓને બીજા સામે ન બતાવવી જોઈએ, આનાથી તે નબળા કે ઓછા કઠોર દેખાય છે. આવા ખોટા વિચારોના કારણે જ તે પોતાના ડરને ખુલીને જણાવી નથી શકતા. આ ડર કોઈને ગુમાવવાનો, કોઈ નિષ્ફળતા, કે કોઈ બીજી વસ્તુનો પણ હોઈ શકે છે. તેમને પરેશાન જોઈને એક પાર્ટનર હોવાના નાતે એ તમારી જવાબદારી હોવી જોઈએ કે તમે તેમના ડર વિશે કોઈ જજમેન્ટ વિના તેમની સાથે વાત કરો.

નજરનો ખેલ

નજરનો ખેલ

મોટાભાગના પુરુષો પોતાની આસપાસની મહિલાઓ પર એક નજર નાખે જ છે. એ મહિલાઓની પર્સનાલિટી અને લુક્સનુ વિશ્લેષણ કરે છે અને ઘણી વાર ગમી જતા તેમની સાથે વાત પણ કરવા ઈચ્છે છે. આ સ્વાભાવિક રીતે તેમની આદત હોય છે. જો કે, પોતાનો પાર્ટનર સાથે હોય તો તે બીજી મહિલાઓને નોટિસ કરવાનુ ટાળે છે.

સમસ્યાઓ પર જાય છે ઓછુ ધ્યાન

સમસ્યાઓ પર જાય છે ઓછુ ધ્યાન

મહિલાઓના મુકાબલે પુરુષોનુ નાની-નાની સમસ્યાઓ પર ઓછુ ધ્યાન જાય છે. એ સંબંધો વચ્ચે થઈ રહેલી નાની-મોટી સમસ્યાઓ પર વધુ ધ્યાન નથી આપતા. ઘણી વાર એ વલણ તેમના રિલેશનને ખુશહાલ રાખે છે જ્યારે ઘણી વાર બેદરકારી મોટા ઝઘડાનુ કારણ બની જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X