For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દક્ષિણ કોરિયાનો આ રોડ બસોને કરે છે રિચાર્જ!!!

|
Google Oneindia Gujarati News

સિઓલ, 12 ઓગસ્ટ : આજે બેટરી રિચાર્જ કરીને ચાલતા વાહનો નવાઇની વાત નથી. પણ આજે અમે આપને એવી વાત કહેવાના છીએ જે વાંચીને આપને આશ્ચર્ય થશે. વાહનોની બેટરી ચાર્જ કરવા માટે આપણે શું કરતા હોઇએ છીએ? મોટા ભાગે ઇલેક્ટ્રિક પોઇન્ટમાં પ્લગ ભેરવીને વાહનની બેટરી ચાર્જ કરતા હોઇએ છીએ. પણ જો આવું કરવું ના પડે તો? અથવા તો રસ્તા પર દોડતા દોડતા જ વાહન રિચાર્જ થઇ જાય તો? જી હા, અમે આ જ વાસ્તવિકતા આપના સુધી પહોંચાડવા માંગી એ છીએ. આ દિશામાં વિશ્વમાં સૌપ્રથમ પ્રયોગ દક્ષિણ કોરિયાએ કરી બતાવ્યો છે. દક્ષિણ કોરિયામાં એક એવો માર્ગ બનાવવામાં આવ્યો છે જે પોતાની પરથી પસાર થતા ઇલેક્ટ્રિક વાહનોને રિચાર્જ કરી શકે છે. આ રોડ વિકસિત કરનારાઓનો દાવો છે કે દક્ષિણ કોરિયાના ગૂમી શહેરમાં વિકસાવવામાં આવેલો 12 કિલોમીટર લાંબો આ માર્ગ દુનિયામાં પોતાની રીતની પહેલી યોજના છે.

રિચાર્જ થવા થોભવાની જરૂર નહીં

રિચાર્જ થવા થોભવાની જરૂર નહીં


આ માર્ગની વિશેષતા એ છે કે તેના પર વાહનને રિચાર્જ કરવા માટે ઉભા રહેવાની કોઇ જરૂર નથી. બસ દોડતા દોડતા જ ચાર્જ થઇ જાય છે. આ ટેકનોલોજી પર આધારિત બે જાહેર બસો રસ્તા પર દોડી રહી છે. વર્ષ 2015 સુધીમાં આ ટેકનોલોજીવાળી બીજી 10 બસોને પ્રોજેક્ટમાં ઉમેરવામાં આવશે.

KAISTએ વિકસાવી ટેકનોલોજી

KAISTએ વિકસાવી ટેકનોલોજી


સાઉથ કોરિયામાં આ ટેકનોલોજી KAIST (કાઇસ્ટ - કોરિયા એડવાન્સ્ડ ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ વિકસાવી છે. આ અંગે KAISTની ટીમના પ્રમુખ દોંગ હો ચોનું કહેવું છે કે "આ ટેકનોલોજીને ઓનલાઇન ઇલેક્ટ્રિક વ્હીકલ (OLVE - ઓએલવીઇ) માટે સફળ રહી છે. આમારી યોજના ઓએલઇવી માટે માઇલસ્ટોન સાબિત થશે."

નિષ્ણાતોનું મંતવ્ય : આ ટેકનોલોજી વ્યાવહારિક નથી

નિષ્ણાતોનું મંતવ્ય : આ ટેકનોલોજી વ્યાવહારિક નથી


ઉર્જાના ક્ષેત્રમાં નવા પરિમાણો સર કરનારી આ યોજના અંગે જો કે એક્સપર્ટ ખાસ ખુશ નથી. તેમનું માનવું છે કે આ ટેકનોલોજી માટે બસો અને માર્ગો પર ઉપકરણો લગાવવાનું મોંઘુ સાબિત થઇ શકે એમ છે. આ કારણે તે વધારે વ્યાવહારિક પ્રોજેક્ટ નથી. આમ છતાં જાહેર પરિવહન માટે તે પોસાઇ શકે છે પરંતુ ખાનગી પરિવહન માટે આ ટેકનોલોજી અત્યંત ખર્ચાળ સાબિત થશે.

કેવી રીતે થાય છે રિચાર્જ?

કેવી રીતે થાય છે રિચાર્જ?


આ ટેકનોલોજીમાં માર્ગની નીચે પાથરેલા વીજળીના તારને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.આ આ ચુંબકીય ક્ષેત્ર સાધનની અંદર લગાવવામાં આવેલી કોઇલમાં એકત્ર થાય છે. ત્યાર બાદ તેને વીજળીમાં પરિવર્તિત કરવામાં આવે છે. તેના મારફતે ચાર્જ થતા સાધનને સપાટી પરથી 17 સેન્ટિમીટર ઉપર રાખવામાં આવે છે. જ્યારે પાવર સ્ટ્રિપને માર્ગના 5થી 15 ટકા વિસ્તારમાં જ લગાવવામાં આવે છે. આ માટે સમગ્ર રોડ ખોદવાની જરૂર રહેતી નથી.

સ્વાસ્થ્યને કોઇ જોખમ નહીં

સ્વાસ્થ્યને કોઇ જોખમ નહીં


ગૂમી શહેરના ટ્રેન સ્ટેશનથી ઇન ડોંગ જિલ્લાને જોડનારા માર્ગ પર આ ટેકનોલોજી પ્રાયોગિક ધોરણે લગાવવામાં આવી છે. તેમાં બસના નીચેના ભાગમાં એક સાધન લગાવવામાં આવ્યું છે જે શેપ્ડ મેગ્નેટિક ફિલ્ડ ટેકનોલોજી આધિરિત છે. તેનો ઉપયોગ કરીને બસ ચાર્જ થાય છે. આ રીતે રિચાર્જ કરવાથી સ્વાસ્થ્યને કોઇ જોખમ થતું નથી.

કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટે છે

કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટે છે


સંશોધનકર્તાઓનું કહેવું છે કે ઇલેક્ટ્રિક વાહનોને યાત્રા શરૂ કરતા પહેલા ઉર્જા સંગ્રહ કરવાની કોઇ જરૂર રહેતી નથી. આની બેટરી પણ સામાન્ય બેટરીથી ત્રણ ગણી નાની હોય છે. તેના કારણં વાહનનું વજન ઘટે છે. આ સાથે વીજળીના ઉત્પાદન સમયે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટે છે.

દુનિયમાં અન્ય સ્થળોએ વાહન ચાર્જિંગની અલગ ટેકનિક

દુનિયમાં અન્ય સ્થળોએ વાહન ચાર્જિંગની અલગ ટેકનિક


ઇટાલીના ટોરિનો અને નેધરલેન્ડના યુટ્રેચ્ટમાં કેટલાક બસ સ્ટોપ પર વાયરલેસ ચાર્જિંગ સાધનો લગાવાયા છે. ચાલક વાહનને થોડી વાર ત્યાં ઉભું રાખીને ચાર્જ કરી શકે છે. અમેરિકાની ઉટાહ સ્ટેટ યુનિવર્સિટી પણ એક કેમ્પસ બસના પ્રોટોટાઇપ પર કામ કરી રહી છે. આ બસ 90 ટકાથી વધારે પાવર ટ્રાન્સમિશન એફિશિયન્સી પ્રાપ્ત કરી શકે છે.

English summary
South Korea's hi-tech 'electric' road charges buses
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X