શા માટે શિવને દર્શાવવામાં આવે છે, નીલા કંઠ સાથે?

Posted By:
Subscribe to Oneindia News

ભગવાન શિવને અનેક પ્રકારે ઓળખવામાં આવે છે. તેમના ગુંથાયેલી વાળ, ગળામાં વિંટળાયેલો નાગ, ત્રિશૂલ, ત્રણ નેત્ર અને જ્યારે ભગવાન શિવ ગુસ્સે થાય છે ત્યારે તેમની ત્રીજું નેત્ર ખુલે છે અને તે વિનાશ નોતરે છે. આ ઉપરાંત અન્ય એક વાત છે કે, તેમનું ગણુ નીલા રંગનું છે. જ્યારે પણ ભગવાન શિવનું ચિત્ર જુઓ ત્યારે ચોક્કસપણે એ પ્રશ્ન મનમાં ઉઠતો હશે કે શા માટે ભગવાન શિવનું ગળુ નીલા રંગનું છે? કહેવાય છે કે ભગવાન શિવે અન્ય લોકોના જીવ બચાવવા માટે પ્રાણઘાતક ઝેર પીધું હતું.

હિન્દુ ગ્રંથોમાં ભગવાન શિવ દ્વારા કરવામાં આવેલા અનેક ચમત્કારોની નોંધ કરવામાં આવી છે, પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલા આટલા બધા ચમત્કારોમાં ઝેર પીવું એ સમગ્ર માનવજાતિ માટે આશ્ચર્ય પમાડે તેવું છે. એ માત્ર એક કહાણી નથી કે ભગવાન શિવ દરેક માર્ગે આપણું રક્ષણ કરે છે, પરંતુ એ આપણા બધા માટે એક પાઠ સમાન પણ છે. શિવનું નીલા રંગનું ગળુ એ વાતનું પ્રતિક છે કે, દરેક વખતે દબાઇ જવાની જરૂર નથી. ક્યારેક જરૂરિયાત અનુસાર નકારાત્મકતામાં સંશોધન કરીને તેને બેઅસર બનાવી જોઇએ. તો ચાલો તસવીરો થકી જાણીએ શિવના નીલકંઠ અવતાર અંગે.

સમુદ્ર મંથન

સમુદ્ર મંથન

આપણે બધા એ સમુદ્ર મંથનથી માહિતગાર જ હોઇશું. દરિયામાં રહેલા રત્નોને બહાર કાઢવા માટે દેવો અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું. જે દરમિયાન અનેક રત્નો બહાર નિકળ્યાં હતા. જેમાં સોનું, ચાંદી, ઐરાવત. જેમાની કેટલીક વસ્તુ દેવો અને દાનવોમાં વહેંચી દેવામાં આવી.

પ્રાણઘાતક ઝેર

પ્રાણઘાતક ઝેર

સમુદ્ર મંથન દરમિયાન અન્ય રત્નોની સાથે એક પ્રાણઘાતક ઝેર પણ બહાર આવ્યું. કાલકૂટ નામનું આ ઝેર એટલું પ્રાણ ઘાતક હતું કે, તેની હવા માત્રથી બધું સળગવા લાગ્યુ, જેની અસર ત્રણેય લોકમાં થઇ અને ત્રણેય લોકના જીવો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. સંસારને આ સંકટમાંથી બહાર લાવવા માટે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ મદદ માંગવા માટે ભગવાન શિવ પાસે ગયા હતા.

શિવાઃ નીલકંઠ

શિવાઃ નીલકંઠ

ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ બન્ને એ વાત જાણતા હતા કે આ પ્રાણઘાતક ઝેરની ગુણવત્તાને ઓછી કરવાની અને તેને પચાવવાની શક્તિ માત્ર ભગવાન શિવ પાસે છે. તેથી ભગવાન શિવે એ ઝેર પીવાની જવાબદારી સ્વિકારી. ભગવાને જેવું એ ઝેર પીવાનું શરૂ કર્યું કે તુરત જ તેની અસર ભગવાન શિવ પર જોવા મળી અને તેમનો વર્ણ નીલો પડી ગયો. તેથી તેઓ નીલકંઠ તરીકે ઓળખાતા થયા.

માતા પાર્વતીની ભૂમિકા

માતા પાર્વતીની ભૂમિકા

ઝેરનો ફેલાવો વધી જતાં, માતા પાર્વતી મહાવૈદ્યના રૂપમાં ભગવાન શિવના ગળામાં દાખલ થાય છે અને એ ઝેરને ગળાની અંદર એકઠું કરે છે. જેના કારણે ભગવાન શિવનું ગળું નીલું પડી ગયું અને બધા તેમને નીલકંઠ કહેવા લાગ્યા.

નીલકંઠનું મહત્વ

નીલકંઠનું મહત્વ

ઝેરનો નીલો રંગ આપણા જીવનમાં રહેલા નકારત્મક વિચારોને વ્યક્ત કરે છે. ઝેરનો જે ભાગ ભગવાન શિવના ગળામાં છે, તે એ વાત જણાવે છે કે ઝેરને ગળી શકાતું નથી અને થૂંકી શકાતું નથી, પંરતુ તેનો કન્ટ્રોલ કરી શકાય છે અને લાંબા સમય બાદ તેને બેઅસર કરી શકાય છે. નીલકંઠનું મહત્વ એ છે કે આપણે આપણા જીવનમાં રહેલા નકારત્મક વિચારોને કાબુમાં કરીને લક્ષ્ય પ્રાપ્તિની દિશામાં કાર્ય જારી રાખવું જોઇએ.

English summary
Lord Shiva is known for many things. His matted hair, snake around His neck, His trident, three eyes and the destruction the third eye causes when the Lord is angry. Another spectacular attribute of Lord Shiva is His blue throat. Ever wondered why is Shiva depicted as having blue throat? It is because Lord Shiva consumed a deadly poison for the benefit of all living beings!

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.