અજીબ મંદિર ! અહીં દેવી માતાને ચડાવાય છે સેનેટરી પેડ
ભારત મંદિરોનો દેશ અને હજારો દેવી-દેવતાઓના એકથી એક અજીબ મંદિરો આવેલા છે. આવુ જ એક મંદિર ભોપાલમાં આવેલુ છે. આ મંદિર તેના ચડાવાને કારણે ફેમસ છે.
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના અરેરા કોલોની E-7માં આવેલુ મંદિર તેની એક વિશેષતાને કારણે મહિલા સશક્તિકરણ માટે કામ કરે છે. આ મંદિરમાં મહિલાઓ માટેના સેનેટરી પેડ દાનમાં આપવામાં આવે છે.

આ મંદિર વિશે વાત કરતા ભોપાલના હેશેલ ફાઉન્ડેશનના ડાયરેક્ટર દીપાંજન મુખર્જી જણાવે છે કે, દુર્ગા બારીમાં દાનમાં આપવામાં આવેલા સેનિટરી પેડ અને મેન્સ્ટ્રુઅલ કપનું વિતરણ ભોપાલના સ્લમ વિસ્તારો અને કન્યા સરકારી શાળાઓમાં ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ભોપાલની મદદથી કરવામાં આવે છે.
સેનેટરી પેડનું વિતરણ કરવાનો વિચાર આસામના ગુવાહાટીમાં આવેલા કામાખ્યા દેવી મંદિરમાંથી આવ્યો હતો, જ્યાં અંબોવાચી ઉત્સવ યોજાય છે. જ્યાં તે માસિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પર કામ થાય છે.
તેમણે જણાવ્યું કે, ફૂલોના હાર બજારમાંથી ખરીદવામાં આવે છે અને તેની કિંમત 100 રૂપિયાથી 200 રૂપિયા સુધીની હોય છે. બીજા દિવસે આપણે ફૂલોના હાર ડસ્ટબીનમાં ફેંકવા પડે છે અને મીઠાઈ લોકોને આપી દેવી પડે છે. મને એમાં કંઈ ફાયદો નથી દેખાતો.
તેમણે કહ્યું કે, કંઈક એવું કરીએ જેનાથી લોકોના પૈસા સારી રીતે ઉપયોગમાં આવે. હું માનું છું કે લોકોની આ માન્યતા છે. હું પણ તેનું સન્માન કરું છું. છેલ્લા ચાર મહિનામાં લોકોએ આ અન્નપૂર્ણા દેવી મંદિરમાં 11 હજારથી વધુ સેનિટરી પેડ દાનમાં આપ્યા છે. ભારતમાં લગભગ 35.5 કરોડ મહિલાઓ અને છોકરીઓ છે જેમને પીરિયડ્સ આવે છે.
સરકારના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-4 મુજબ, 15-24 વર્ષની 42 ટકા છોકરીઓ તેનો ઉપયોગ કરે છે. જો આ આંકડાઓમાં 24 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓની સંખ્યા ઉમેરવામાં આવે તો પીરિયડ્સ દરમિયાન સેનિટરી પેડનો ઉપયોગ કરવાની ટકાવારી વધશે.
મા અન્નપૂર્ણાના દરબારમાં ભક્તો દ્વારા દાનનું પ્રથમ સ્વરૂપ અન્ન છે, જેમાં ઘઉં, કઠોળ જેવા બરછટ અનાજનું દાન લેવામાં આવે છે. બીજું વિદ્યા દાન શિક્ષણ માટે પુસ્તકો, નોટબુક, પેન અને સ્ટેશનરી વસ્તુઓ છે.
ત્રીજું આરોગ્ય દાન સેનેટરી પેડ અને મેન્સ્ટ્રુઅલ કપનું દાન છે. MHAI એ સંસ્થાઓનું નેટવર્ક છે જે માસિક દરમિયાન આરોગ્ય અને સ્વચ્છતા સંબંધિત મુદ્દાઓ પર કામ કરે છે. તેમના અંદાજ મુજબ 12.1 કરોડ મહિલાઓ સેનિટરી પેડનો ઉપયોગ કરે છે. જો મહિલાઓ એક સાઈકલમાં આઠ પેડનો ઉપયોગ કરે છે, તો મહિલાઓ એક મહિનામાં એક અબજ પેડનો ઉપયોગ કરે છે, એટલે કે વર્ષમાં 1200 કરોડ પેડનો ઉપયોગ થાય છે.












Click it and Unblock the Notifications
