For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરો: સન્ની-કેટરીના માદક હુસ્ન સામે હાર્યા નરેન્દ્ર મોદી!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 ડિસેમ્બર: જે પ્રકારે હાલમાં દેશ પર ચૂંટણીનો નશો છવાયેલો હતો તેણે લોકોની સાથે-સાથે ઇન્ટરનેટની દુનિયાને પણ પોતાની પકડમાં રાખી હતી. સોશિયલ મીડિયા હોય કે સર્ચ એન્જિન દરેક જગ્યાએ ચૂંટણી વાતો અને રાજકારણીઓની ધૂમ મચેલી છે. પરંતુ જો તમને લાગે છે કે દેશવાસીઓમાં ખરેખર એવા નશામાં હતા તો તમે ખોટા છો.

ચૂંટણીના મેદાનમાં ભલે નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી ભલે ધૂમ મચાવી રહ્યાં હોય, પરંતુ લોકોના દિલો પર હજુ સુધી પણ બૉલીવુડ રાજ કરે છે. આંધી ભલે નરેન્દ્ર મોદીના નામની ચાલતી હોય, પરંતુ છાપ હસીનાઓની જ છે. તમને વિશ્વાસ થતો નથી તો આગળ વાંચો.

બૉલીવુડે નેતાઓને આપી માત

બૉલીવુડે નેતાઓને આપી માત

યાહૂ ઇન્ડિયા 2013 ઇયર ઇન રિવ્યૂના અનુસાર દેશમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા નામોમાં નરેન્દ્ર મોદી, કેજરીવાલ અથવા રાહુલ ગાંધી નથી, પરંતુ સન્ની લિયોન, દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ છે.

સન્ની લિયોન આગળ મોદીનો જાદૂ ફિક્કો

સન્ની લિયોન આગળ મોદીનો જાદૂ ફિક્કો

નરેન્દ્ર મોદીનો જાદૂ સન્ની લિયોન આગળ ફિક્કો પડી ગયો. રાહુલ પણ કેટરીનાને માત ન આપી શક્યા તો બીજી તરફ પોતાના રાજકારણથી બધાને ચોંકાવનાર અરવિંદ કેજરીવાલ પણ દીપિકા પાદુકોણથી પાછળ રહી ગયા.

બૉલીવુડ હસિનાએ નેતાઓને પછાડ્યા

બૉલીવુડ હસિનાએ નેતાઓને પછાડ્યા

યાહૂ ઇન્ડિયા 2013 ઇયર ઇન રિવ્યૂના અનુસાર યાહૂ સર્ચની લિસ્ટમાં બૉલીવુડની હસિનાઓએ રાજનેતાઓને પછાડી દિધા છે.

નરેન્દ્ર મોદી 10મા ક્રમે

નરેન્દ્ર મોદી 10મા ક્રમે

સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા લોકોમાં જગ્યા બનાવનાર નેતાઓમાં ફક્ત નરેન્દ્ર મોદી છે, પરંતુ લિસ્ટમાં તેમનો નંબર દસમા સ્થાને હતો. બૉલીવુડની હીરોઇનો અને હસીનાઓએ નરેન્દ્ર મોદીને માત આપી આગળ નીકળી ગઇ છે.

ટોચના ક્રિકેટર

ટોચના ક્રિકેટર

દેશના ટોચના ક્રિકેટ સ્ટારમાં ચોંકાવનારું નામ ન મળ્યું અને તેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને આર અશ્વિન સામેલ છે.

પ્રાણનું નિધન

પ્રાણનું નિધન

આ સર્ચમાં આરબીઆઇ ગવર્નર રધુરામ રાજન ફાયનાન્સ જગતમાં ચર્ચા પ્રાપ્ત કરનારનો સમાવેશ છે. બૉલીવુડની શ્રેષ્ઠ પળોમાં સિનેમા જગતના સો વર્ષ તથા ત્યારબાદ પ્રાણનું નિધન જોવા મળ્યું.

English summary
With the Lok Sabha elections set for 2014, on the Internet election fever has lost out to entertainment buzz as actresses Sunny Leone, Deepika Padukone and Katrina Kaif beat the likes of Narendra Modi, Arvind Kejriwal and Rahul Gandhi on Yahoo's most searched list in 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X