For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Teacher's Day Speech 2020: શિક્ષક દિવસ પર આવી રીતે આપો ભાષણ

અહીં અમે તમારી સામે શિક્ષક દિવસ માટે કેટલીક સ્પીચના ઉદાહરણ રજૂ કરી રહ્યા છીએ.

|
Google Oneindia Gujarati News

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે. ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દક્ષિણ ભારતના તિરુત્તનિમાં થયો હતો જે ચેન્નઈથી 64 કિમી ઉત્તર પૂર્વમાં છે, સર્વપલ્લી રાધાકૃષ્ણન આપણા દેશના બીજા રાષ્ટ્રપતિ હતા. રાજનીતિમાં આવતા પહેલા તેમણે પોતાના જીવનના 40 વર્ષ અધ્યાપનને આપ્યાં હતાં. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું માનવું હતું કે શિક્ષણ વિના માણસ ક્યારેય લક્ષ્ય હાંસલ નથી કરી શકતો માટે માણસના જીવનમાં શિક્ષક હોવો ખુબ જરૂરી છે, કેમ કે ગુરુ વિના માણસ સાચી રીતે સફળતા ના મેળવી શકે.

શિક્ષક દિવસ નિમિત્તે પ્રભાવશાળી ભાષણ તૈયાર કરો

શિક્ષક દિવસ નિમિત્તે પ્રભાવશાળી ભાષણ તૈયાર કરો

શિક્ષક દિવસ પર સ્કૂલો પર કેટલાય કાર્યક્રમ આયોજિત થાય છે, જો કે આ વખતે કોરોના મહામારીને કારણે સ્કૂલ કોલેજો બંધ છે પરંતુ છતાં પણ તમે તમારા ગુરુઓને આ દિવસે ધન્યવાદ બોલી શકો છો. જેના માટે તમારી સારી સ્પીચ તૈયાર કરવી પડશે, જેને લખવામાં હંમેશા લોકોને સમસ્યા થતી હોય છે પરંતુ હવે પરેશાન થવાની જરૂરત નથી કેમ કે અહીં અમે તમારી સામે કેટલીક સ્પીચના ઉદાહરણ રજૂ કરી રહ્યા છીએ.

6ઠ્ઠા ધોરણથી લઈ 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે સ્પીચ

6ઠ્ઠા ધોરણથી લઈ 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે સ્પીચ

સૌથી પહેલા સ્ટેજ પર આવો અને બધાનું અભિવાદન કરો.

માનનીય મુખ્ય અતિથિ/ શ્રીમાન આચાર્ય જી, શિક્ષક ગણ, ગણમાન્ય અતિથિઓ અને વ્હાલા ભાઈઓ અને બહેનો.જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આપણે બધા શિક્ષક દિવસનો જશ્ન મનાવવા અહીં ઉપસ્થિત થયા છીએ. આજે હું શિક્ષક દિવસના અવસર પર શિક્ષકના મહત્વ પર નાનું એવું ભાષણ આપવા જઈ રહ્યો ચું. આજે 5 સપ્ટેમ્બર છે અને આપણે બધાને ખબર છે કે આજે શિક્ષક દિવસ છે. દર વર્ષે આપણે બદા 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવીએ છીએ. આજે ડૉ સર્વોપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે. ડૉ સર્વોપલ્લી રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા એક મહાન શિક્ષક હતા. માટે તેમના જન્મદિવસ નિમિત્તે આખા દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણા જીવનમાં શિક્ષક જ્ઞાન પ્રદાન કરવાની સાથે જ જીવનને એક નવી દિશા પણ આપે છે. શિક્ષક જ્ઞાનનો સ્રોત હોય ચે. હું પ્રત્યેક વિદ્યાર્થીઓને અનુરોધ કરું છું કે બદા વિદ્યાર્થીઓ શિક્ષકોની સલાહનું પાલન કરે અને દેશના એક સારા નાગરિક બને.

તમામ વિદ્યાર્થીઓ તરફતી બધા શિક્ષકોનો ધન્યવાદ.

Happy Teacher's Day 2020

ધોરણ 1થી લઈ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે સ્પીચ

ધોરણ 1થી લઈ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે સ્પીચ

નમસ્કાર ટીચર,

મારું નામ.. છે, હું તમને મારા ટીચર વિશે જણાવવામ માંગું છું, મારી ટીચર બહુ પ્યારી છે, તે મને ખુબ પ્રેમ કરે છે, તેઓ મને સારી રીતે ભણાવે છે, તેઓ ખુબ તયાળુ પણ છે, તેઓ મને સારી સારી વાતો શીખવે છે, તમારા જેવા ટીચર મળવા મારા માટે ગર્વની વાત છે, આજનો દિવસ મારા માટે ખુબ ખાસ છે, તમે અમારી બૂલો પર અમને તમે ખીજાવ છો તો અમારા સારાં કામો પર અમારી પીઠ પણ થાબડો છો. તમને બધાને શિક્ષક દિવસની શુભકામનાઓ...

એકલા ડ્રાઈવ કરતી વખતે પણ શું માસ્ક પહેરવુ જરૂરી છે?એકલા ડ્રાઈવ કરતી વખતે પણ શું માસ્ક પહેરવુ જરૂરી છે?

English summary
Teacher's Day Speech 2020 in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X