આખરે શા માટે ઘટી રહી છે ફેસબુકની લોકપ્રિયતા!
કિશોરોનો મોટાભાગનો સમય હવે ફેસબુકના સ્થાને તુરંત આવનારા સંદેશાઓની એપ્લિકેશન વીતી રહ્યો છે. આ વાત 32 દેશોના 170,000 ઇંટરનેટ ઉપભોક્તાઓ પર કરવામાં આવેલા એક શોધમાં સામે આવી છે. અમેરિકા અને બ્રિટેનના 16થી 19 વર્ષના 66 ટકા કિશોરોએ માન્યું કે તેઓ ફેસબુકનો ઉપયોગ હવે ઓછો કરે છે.
બજાર અનુસંધાન કંપની ગ્લોબલ વેબ ઇંડેક્સ (જીડબ્લૂઆઇ) દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટ '2014ની ત્રીજી ત્રિમાસી માટે સોશિયલ સારાંશ'માં જણાવવામાં આવ્યું છે કે કિશોરોએ હવે સંપૂર્ણ પ્રકારે સોશિયલ નેટવર્કિંગ સાઇટને અલવિદા નથી કહ્યું, પરંતુ એક બીજા સાથે વાતચીત ઓછી કરી દીધી છે, અને આ સમૂહ હવે તેના પ્રત્યે વધારે નિષ્ક્રિય થઇ ગયું છે.

સ્ટ્રીટ ઇન્સાઇડર ડોટ કોમના અહેવાલ અનુસાર લગભગ 30 ટકા કિશોરોનું કહેવું છે કે તેઓ હવે ફેસબુકનો પ્રયોગ વધારે નથી કરતા, કારણકે તેમના મિત્રો ઇંસ્ટાગ્રામ અને અન્ય સંદેશ એપ્લિકેશનોનો પ્રયોગ કરી રહ્યા છે. કિશોરોની વચ્ચે સ્નેપચેટ સૌથી વધારે લોકપ્રિય એપ્લિકેશન તરીકે સામે આવી છે.












Click it and Unblock the Notifications
