For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનું આ ગામ પાપડથી દેશ-વિદેશમાં બન્યું પ્રચલિત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નડીયાદ, [રાકેશ પંચાલ] મધ્ય ગુજરાતનાં ચરોતર પંથકના બે મુખ્ય શહેર નડિયાદ અને આણંદને જોડતા માર્ગની વચ્ચે ઉત્તરસંડા નામનું નાનકડું ગામ આવેલું છે. પંદર હજારની વસ્તી ધરાવતાં આ ગામે છેલ્લા અઢી દાયકામાં દેશભરમાં પોતાનું નામ પ્રચલિત કર્યું છે. તેનું કારણ બન્યું છે પાપડ. ઉત્તરસંડાનાં બનાવેલા પાપડ દેશ-વિદેશનાં લોકો વખાણે છે. આ નાનકડાં ગામમાં ત્રીસ જેટલી પાપડ બનાવતી નાની-મોટી ફેક્ટરીઓ આવેલી છે. જે ગૃહ ઉદ્યોગ તરીકે કામ કરે છે.

ખેડા જિલ્લાના નાનકડાં ગામ ઉત્તરસંડાને જો પાપડ ઉદ્યોગમાં સફળતા મળી હોય તો તેનો શ્રેય ઉત્તરસંડાના પાણીને જાય છે. વર્ષ 1986માં ઉતસસંડા ગામમાં પાપડ ઉદ્યોગની સૌથી પહેલી ફેક્ટરી શરૂ થઈ હતી.

જોકે તે વર્ષ દરમિયાન ઉત્તરસંડામાં આવેલી કંપની પાપડનું ઉત્પાદન ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા સંધાણા ગામ ખાતે કરતી હતી. પરંતુ તે ફેક્ટરી પાપડની ગુણવત્તામાં વધારો થાય તે માટે પાપડના લોટમાં વપરાતું પાણી ઉત્તરસંડાથી લઈ જતી હતી.

જે માટે ફેક્ટરીને ઘણો ખર્ચો થઈ જતો હતો. જેથી કંપનીએ વર્ષ 1986માં ઉત્તરસંડા ગામમાં પાપડ ફેક્ટરી શરૂ કરી હતી. જે ઉત્તરસંડાની પહેલી પાપડ ફેક્ટરી તરીકે ઓળખાય છે. હાલના સમયમાં ઉત્તરસંડામાં ત્રીસ જેટલી નાની-મોટી પાપડ ફેકટરી આવેલી છે. જેમાંની ચાર પાપડ ફેક્ટરી દેશ-વિદેશમાં પ્રખ્યાત બની છે. જ્યારે અન્ય કંપનીઓ નાના પાયે પાપડ, મઠીયા,ચોળાફળીનાં ઉત્પાદન સાથે સંકળાયેલી છે.

આજથી વીસ વર્ષ પહેલા રાજસ્થાનથી સીંગ-ચણાનો વેપાર કરવા આવેલા શૈશારામ ભાટી ઉતસસંડામાં સ્થાયી થઈ ગયા છે. તેમના મતે જ્યારે હું ચરોતરમાં આવ્યો ત્યારે આ ઉત્તરસંડા ગામ નડિયાદ-આણંદ શહેરને જોડતા મુખ્યમાર્ગની વચ્ચે હોવાથી સ્થાયી થવા માટે યોગ્ય લાગ્યું. જેથી સીંગ-ચણાનું છૂટક વેચાણ માટે આ જગ્યાએ શરૂ કર્યું હતું.

શરૂઆતના સમયમાં સીંગ-ચણાની લારી લગાવતો હતો. પરંતુ હું પોતે ક્યારે પાપડ ઉદ્યોગ સાથે જોડાઇ ગયો તેની મને પણ ખબર ન પડી. જ્યારે હું આવ્યો ત્યારે પાપડની ઉત્તરસંડામાં બે કે ત્રણ ફેક્ટરીઓ હતી. પરંતુ હાલના દિવસોમાં નાની-મોટી અઢળક ફેક્ટરીઓ છે. ઉપરાતં મારા જેવા પાપડ,મઠીયા, ચોળાફળીનું વેચાણ કરનારા દુકાનદારો અને એજન્ટોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. તેમ છતાં ઘંધાને કોઈ નુકસાન થયું નથી. અને ભવિષ્યમાં ઘંધામાં વધારો થશે તેમ લાગી રહ્યું છે.

વધુ માહિતી માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

દેશ-વિદેશમાં વખણાય છે પાપડ

દેશ-વિદેશમાં વખણાય છે પાપડ

ઉત્તરસંડાનાં બનાવેલા પાપડ દેશ-વિદેશનાં લોકો વખાણે છે. આ નાનકડાં ગામમાં ત્રીસ જેટલી પાપડ બનાવતી નાની-મોટી ફેક્ટરીઓ આવેલી છે. જે ગૃહ ઉદ્યોગ તરીકે કામ કરે છે.

પાપડ ઉદ્યોગની પ્રથમ ફેક્ટરી

પાપડ ઉદ્યોગની પ્રથમ ફેક્ટરી

ખેડા જિલ્લાના નાનકડાં ગામ ઉત્તરસંડાને જો પાપડ ઉદ્યોગમાં સફળતા મળી હોય તો તેનો શ્રેય ઉત્તરસંડાના પાણીને જાય છે. વર્ષ 1986માં ઉતસસંડા ગામમાં પાપડ ઉદ્યોગની સૌથી પહેલી ફેક્ટરી શરૂ થઈ હતી. જોકે તે વર્ષ દરમિયાન ઉત્તરસંડામાં આવેલી કંપની પાપડનું ઉત્પાદન ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા સંધાણા ગામ ખાતે કરતી હતી. પરંતુ તે ફેક્ટરી પાપડની ગુણવત્તામાં વધારો થાય તે માટે પાપડના લોટમાં વપરાતું પાણી ઉત્તરસંડાથી લઈ જતી હતી.

માંગ પ્રમાણે ઉત્પાદન

માંગ પ્રમાણે ઉત્પાદન

ઉત્તરસંડા ખાતે પાપડનું ઉત્પાદન કરનાર લોકોના મતે એક દાયકા પહેલા પાપડ હાથથી બનતા હતા. તે સમયે માંગ પ્રમાણે પાપડ ઉત્પાદન કરવું શક્ય ન હતું. પરંતુ હાલના દિવસોમાં ઉત્તરસંડામાં પાપડ બનાવવાનાં ઓટોમેટિક મશીનો પણ આવી ગયાં છે, જેમાં માત્ર પાપડ વણાતો જ નથી, તે પૂરો સુકાઈને બહાર આવે છે. જેથી માંગ પ્રમાણે ઉત્પાદન કરવામાં ઉત્તરસંડા સમર્થ બની ગયું છે.

હજારો કિલ્લોનું ઉત્પાદન

હજારો કિલ્લોનું ઉત્પાદન

ઉત્તરસંડાની એક પાપડ ફેક્ટરી રોજ પાંચસો મણથી લઈને બે હજાર મણ સુધી પાપડ બનાવાની ક્ષમતા ધરાવે છે. જેમાં ઉત્તરસંડામાં આવેલી તમામ ફેક્ટરીઓનું કુલ ઉત્પાદન હજારો કિલોથી વધારે થાય છે. જેનો કોઈ નિશ્ચિત આંક આપવો અશક્ય બાબત છે. આ ઉપરાંત દિવાળી સમયે પાપડની સાથે મઠીયા, ચોળાફળીનાં ઉત્પાદનમાં પણ વધારો થઈ જાય છે.

દુબઈના વર્કિંગ વિઝા

દુબઈના વર્કિંગ વિઝા

અઢી દાયકામાં ઉત્તરસંડા ગામમાં ત્રીસથી વધારે પાપડ ફેક્ટરીઓ શરૂ કેમ થઈ તેની પાછળનું કારણ જણાવતાં સંજયભાઈ મેકવાનના મતે ઉત્તરસંડામાં ગામનાં હવા- પાણી પાપડ ઉદ્યોગ માટે ખૂબ અનુકૂળ છે. તે પાપડને સફેદ નરમ, પાતળા અને સ્વાદિષ્ટ બનાવે છે. સંજયભાઈ પોતે દુબઈની પાપડ ફેક્ટરીમાં બે વર્ષ સુધી કામ કરીને વર્ષ 2010માં પરત ફર્યા છે. તેમને ઉત્તરસંડાના રહેવાસી હોવાથી દુબઈમાં પાપડ બનાવતી કંપનીએ વર્કીગ વિઝા આપીને કામકાજ અર્થે બોલાવ્યા હતા.

અડધુ ગામ બનાવે છે પાપડ

અડધુ ગામ બનાવે છે પાપડ

ઉત્તરસંડાના ગ્રામજનોના મતે હાલના દિવસોમાં ઉત્તરસડા ગામની અડધીથી વધારે વસ્તી પાપડ ઉદ્યોગના કારણે પગભેર બની છે. છેલ્લા બાર વર્ષથી ઉત્તરસંડાની પાપડ ફેક્ટરીમાં કામ કરી રહેલા શારદાબેનના મતે પાપડ ફેક્ટરીમાં કામ કરીને મને દર મહિને સાડા ચાર હજાર જેવી આવક થાય છે. જે મારા પરિવારની કુલ આવકમાં વધારો કરે છે.

સ્ત્રીઓ પણ પાપડની ફેક્ટરીમાં કરે છે કામ

સ્ત્રીઓ પણ પાપડની ફેક્ટરીમાં કરે છે કામ

આ ગામમાંથી મોટા ભાગની સ્ત્રીઓ પાપડ ફેક્ટરીમાં કામ કરે છે. મારા જેવી અનેક સ્ત્રીઓ પરિવારનું ભરણપોષણ કરવામાં સક્ષમ બની છે. હવે જ્યારે તમે ભોજન સમયે પાપડનો સ્વાદ લો. તો યાદ રાખજો કે તે સ્વાદિષ્ટ પાપડ ઉત્તરસંડાનો બનેલો હોઈ શકે....

દેશ-વિદેશમાં વખણાય છે પાપડ

દેશ-વિદેશમાં વખણાય છે પાપડ

ઉત્તરસંડાનાં બનાવેલા પાપડ દેશ-વિદેશનાં લોકો વખાણે છે. આ નાનકડાં ગામમાં ત્રીસ જેટલી પાપડ બનાવતી નાની-મોટી ફેક્ટરીઓ આવેલી છે. જે ગૃહ ઉદ્યોગ તરીકે કામ કરે છે.

English summary
The village of gujarat got popularity by papad production.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X