તમારી બૉડીને સલમાન-રિતિક જેવા શેપ આપવા માટે આ કરો કામ
આપણ શરીરની આ પ્રવૃત્તિ હોય છે કે શરીરના કેટલાક ભાગમાં વધુ ફેટ જમા થઇ જાય છે. ઉદાહરણ તરીકે નાશપતિ આકારની બૉડીમાં શરીરનો નિચલો ભાગ મોટો હોય છે અને ઉપરનો ભાગ નાનો હોય છે. આ પ્રકારે એપ્પલ શેપ્ડ બૉડીમાં કમરની આસપાસ જમા થઇ જાય છે અને મરચાં જેવી બૉડીમાં ફેટ ક્યાંય જમા થતા નથી. જો તમે સારા દેખાવવા માંગો છો તો તમારે બૉડી શેપ અને તેના પ્રકારને સારી સમજવું પડશે. સાથે જ આ મુજબ તમારે કસરત કરવી પડશે અને ડાયલ લેવું પડશે.
આ યોગ્ય નથી કે તમે ફક્ત શરીરના કેટલાક ભાગો પર જ મહેનત કરો. તમારે અલગ-અલગ વર્કઆઉટના માધ્યમથી શરીર પર ધ્યાન આપવું પડશે. બૉડીને શેપમાં લાવવા માટે અને તેને પરફેક્ટ બનાવવા માટે ઘણા વર્કઆઉટ છે. સારા બૉડી શેપનો મૂળ મંત્ર છે નિયમિત વર્કઆઉટ અને ધાર્મિક વર્કઆઉટ.

ડાન્સ
બૉડીને શેપમાં લાવવા માટે ડાન્સ સૌથી સારું વર્કઆઉટ છે. જ્યારે તમે ડાન્સ કરો છો તો તમારા શરીરનો દરેક ભાગ હલનચલન કરે છે. આનાથી આખુ શરીર શેપમાં આવે છે. જો તમે રોજ ડાન્સ કરશો તો તમે ના ફક્ત સારું દેખાશો પરંતુ મજબૂત પણ બનશો. સાથે જ તમારા માટે મસ્તીનું એક માધ્યમ પણ છે.

વજન ઉપાડવું
આ એક્સરસાઇઝનો એડવાન્સ ફેજ છે. તેનો ઉપયોગ ફક્ત તે લોકો કરે છે જે પોતાના મસલ્સ વધારવા માંગે છે. વજન ઉપાડવાની કસરત ઘણી મુશ્કેલ છે અને તેના માટે તાકાતની જરૂર પડે છે. આ વાતમાં કોઇ શક નથી કે બૉડીને શેપ લાવવા માટે વજન ઉપાડવું સૌથી સારું વર્કઆઉટ છે.

કાર્ડિયો
કાર્ડિયો વર્કઆઉટમાં સાઇકલિંગ, રનિંગ, ટ્રેડમિલ, સ્ટેપિંગ વગેરેનો સમાવેશ થાય છે. આ વર્કઆઉટના માધ્યમથી તમે શરીરના ફેટ ઓછા કરી શકો છો અને તમારા સ્ટેમિના અને સ્ટ્રેંથનો વધારી શકો છો. જો તમે એપ્પલ શેપ બૉડી બનાવવા માંગો છો તો તમે કાર્ડિયો વર્કઆઉટ એકદમ કારગર સાબિત થશે.

યોગા
બૉડીને શેપ આપવા માટે યોગાનો પણ જવાબ નથી. શરીર પર યોગાની અસર લાંબા સમય સુધી રહે છે. આ ફક્ત આપણા શરીરને સારું બનાવે છે, પરંતુ આપણી ત્વચા અને સ્વાસ્થ્યને પણ સારું બનાવે છે. સાથે જ આ અવાંછિત ટોક્સિન અને તણાવને પણ દૂર કરે છે.

સ્પોર્ટ્સ
બેડમિંટન, ટેનિસ, ક્રિકેટ અને બીજી રમતોથી પણ વજન ઓછું થાય છે અને બૉડી શેપમાં આવે છે. આનાથી મોટી માત્રામાં કેલરી બળે છે. બૉડીને શેપમાં લાવવા માટે આ સૌથી સારું વર્કઆઉટ છે.

સ્ટ્રેચ
સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ તમારે નિયમિત રીતે કરવી જોઇએ. જો કે વજન ઓછું કરવા માટે તેની કોઇ ભૂમિકા નથી. આ કસરતથી શરીરમાં શેપ આવે છે. સ્ટ્રેચિંગ કર્વ બનાવામાં મદદ કરે છે.

તાઇ ચી
બૉડીને શેપ આપવા માટે આ ચાઇનીઝ માર્શલ આર્ટ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ વર્કઆઉટ તમારી તાકાતને વધારવાની સાથે-સાથે તમને સેલ્ફ ડિફેન્સ માટે પણ તૈયાર કરે છે. તાઇ ચી દ્વારા શરીરમાં લચીલાપણું આવે છે અને આ યોગ્ય શેપમાં આવે છે. તમારે આ વર્કઆઉટ જરૂર ટ્રાઇ કરવો જોઇએ.

સ્વિમિંગ
સ્વિમિંગમાં બીજા કોઇ વર્કઆઉટની તુલનામાં ડબલ કેલરી બાળે છે. સ્વિમિંગથી હાથ પગ મજબૂત બને છે. બૉડીને શેપ આપવા માટે સ્વિમિંગ એક સારું વર્કઆઉટ છે.

સ્કિપિંગ
જો તમે રોજ 100-200 વાર સ્કિપ્સ કરેશો તો તમારામાં ફરક જોવા મળશે. સ્કિપિંગની અસર આખા શરીર પર જોવા મળે છે અને આ બૉડીને સારી શેપ આપે છે.

જિમ
અને અંતે તમે જિમનો સહારો લઇ શકો છો. ઉપર બતાવવામાં આવેલા બધા વર્કઆઉટ તમને જિમમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
