મહાનગરોમાં છવાયો 'થીમ આધારિત ઘર'નો ખુમાર

નવી દિલ્હી, 18 જુલાઇ: પોતાનું ઘર બધાને પ્રિય હોય છે અને તેની સાથે જોડાયેલા હોય છે હજારો સપના. લોકો પોતાના ઘરને સપનાનો મહેલ બનાવવામાં વર્ષો લગાવી દે છે. પરંતુ આજના જમાનામાં ઘરને લઇને લોકોની અવધારણામાં થોડું પરિવર્તન આવી ગયું છે. લોકો ફક્ત રહેવા માટે ઘર ઇચ્છતા નથી, પરંતુ પોતાના સ્ટેટસ અને સોસાઇટી અનુસાર એક ખાસ ડિઝાઇન કરેલું ઘર ઇચ્છે છે. જો કે હાઉસિંગ સોસાયટીના બિલ્ડરોએ લોકોના સપનાને સમજ્યા અને થીમ આધારિત સોસાયટીનો ફોર્મૂલા લઇને આવી.

થીમ આધારિત હાઉસિંગ સોસાયટી આજકાલ લોકોને ખૂબ આકર્ષિત કરી રહી છે. ખાસ કરીને દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ અને ચેન્નઇમાં આનો ઘણી ટ્રેંડમાં છે. અહીં લોકો માટે ઘણા વિકલ્પ પણ ઉપલબ્ધ છે. જેમ કે લંડન થીમ, વેનિસ થીમ અને ડિઝની થીમ પર આધારિત સોસાયટી.

તો આવો જોઇએ ભારતમાં ઝડપથી લોકપ્રિય બની રહેલા આ નવા ટ્રેંડના કેટલાક નમૂનાઓને.

 બેંગ્લોર

બેંગ્લોર

બેંગ્લોરના પ્રેસ્ટિઝ ગ્રુપે લંડનના કેંસિંગ્ટન પર આધારિત કેંસિંગ્ટન ગાર્ડન હાઉસિંગ સોસાયટી શરૂ કરી છે.

બેંગ્લોર

બેંગ્લોર

તો બીજી તરફ બેંગ્લોરમાં જ બીજા ગ્રુપ વૈલ્યૂ ડિઝાઇન બિલ્ડ બાલી દ્વિપ પર આધારિત સોસાયટી લઇને આવી રહ્યું છે.

રોમન થીમ

રોમન થીમ

'ગ્રૈંડ રોમન આર્ક' પણ એક હાઉસિંગ સોસાયટી છે. જ્યાં બધા ફ્લેટસ એક ખાસ આકૃતિ 'રોમન ડિઝાઇન'ની સાથે બનાવવામાં આવ્યા છે.

ચેન્નઇ

ચેન્નઇ

તો બીજી તરફ અરિહંત ગ્રુપ ચેન્નઇમાં સ્પેનિશ થીમ 'વિલા વિવાનિયા' લઇને આવી રહ્યું છે.

ગ્રેટર નોઇડા

ગ્રેટર નોઇડા

ગ્રેટર નોઇડામાં 1000 ફ્લેટ્સ ડિઝની થીમ પર આધારિત બનશે. સુપરટેક લિમિટેડ આ થીમને લઇને આવી રહ્યું છે.

ગ્રેટર નોઇડા

ગ્રેટર નોઇડા

ગ્રેટર નોઇડામાં જ જેપી ગ્રુપે ભારતનું એકમાત્ર સ્પોર્ટ્સ સિટી બનાવ્યું છે. અહીં ગોલ્ફ, હોકી, ક્રિકેટના મેદાન સહિત સ્ટેડિયમ પણ છે.

 રહેજા ડેવલોપર્સ લિમિટેડ

રહેજા ડેવલોપર્સ લિમિટેડ

રહેજા ડેવલોપર્સ લિમિટેડ લોકો માટે જંગલ થીમ પણ લઇને આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ જંગલ અને હરિયાળી પર આધારિત છે.

કોસ્મિક ગ્રુપ

કોસ્મિક ગ્રુપ

કોસ્મિક ગ્રુપની આ સોસાયટીને તમને ક્રુઝ જેવો લુપ્ત આપી શકે છે. આને એવી રીતે વિકસિત કરવામાં આવી રહી છે કે ભવિષ્યમાં તેને ઓળખવા માટે લેંડમાર્કની જરૂરિયાત નહી પડે.

 પુણે

પુણે

પુણેના અમિત એન્ટરપ્રાઇસે પુણેમાં બ્લૂમફીલ્ડ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. અહીં ફ્લેટ્સ, વિલા અને ઘર સિંગાપુર થીમ પર આધારિત હશે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના તલેગાંવમાં મેડિટેરિયન થીમ પર આધારિત હાઉસિંગ સોસાયટી વિકસિત કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X